Home /News /national-international /એરફોર્સના વડાએ કહ્યું,'રાફેલ આવશે તો પાકિસ્તાન LoCની આજુબાજુ પણ નહીં ફરકે

એરફોર્સના વડાએ કહ્યું,'રાફેલ આવશે તો પાકિસ્તાન LoCની આજુબાજુ પણ નહીં ફરકે

રાફેલ વિમાનનો ફાઇલ ફોટો

આજથી ઇન્ડિયન એરફોર્સમાં ચાર ચિનુક હેલિકોપ્ટર સમાવાયા. ચિનુક રાત્રે પણ સૈન્ય કાર્યવાહી કરી શકશે

ન્યૂઝ 18 ગુજરાતી: ભારતીય વાયુસેનાના વડા ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ રાફેલ ફાઇટર પ્લેન અંગે એક મોટુ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું હતું કે રાફેલ આવશે ત્યારબાદ આપણી એરફોર્સની શક્તિમાં અનેક ગણો વધારો થઈ જશે. ધનાઓએ જણાવ્યું હતું કે જો રાફેલ એરફોર્સમાં ભળશે તો પાકિસ્તાન એલઓસીની આજુબાજુ પણ નહીં ફરકી શકે.

સોમવારે ઇન્ડિયન એરફોર્સમાં અમેરિકાથી આવેલા ચાર ચિનુક CH47I હેલિકોપ્ટરના વાયુસેનામાં સામેલ થવાના પ્રસંગે આ નિવેદન આપ્યું હતું. એરચીફ ધનોઆએ કહ્યું, “ દેશ અનેક સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યો છે, આપણને અલગ અલગ વિસ્તારોમાં ભારવાહક હેલિકોપ્ટરની જરૂરિયાત હતી. ચિનુક ભારતની રાષ્ટ્રીય સંપત્તિ છે.”

એરચીફે વધુમાં જણાવ્યું હતું કે ચિનુક દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ કામ કરી શકશે. ચિનુક દેશ માટે ગેમ ચેન્જર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ચિુકનો ઉપયોગ કુદરતી મુસીબતો વખતે કરી શકાશે.



ચિનુકના માધ્યમથી લોકોને બચાવવા ઉપરાંત મોટી માત્રામાં રાહત સામગ્રી પહોંચાડવામાં મદદ મળશે. ચિનુક એડવાન્સ્ડ મલ્ટી મિશન હેલીકોપ્ટર છે, જે વાયુસેનાના પરિવહન સામાનના આવનજાવન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ હેલિકોપ્ટરમાં હેવી લિફ્ટ ક્ષમતા છે.
First published:

Tags: Rafael, ભારતીય વાયુસેના