હંતા વાયરસ કોરોનાની જેમ નહીં ફેલાય, ચીની મીડિયાએ કહ્યું- સંક્રમણનો બીજો કોઈ કેસ નથી

News18 Gujarati
Updated: March 25, 2020, 3:42 PM IST
હંતા વાયરસ કોરોનાની જેમ નહીં ફેલાય, ચીની મીડિયાએ કહ્યું- સંક્રમણનો બીજો કોઈ કેસ નથી
ચીનમાં હંતા વાયરસના સંક્રમણથી એક વ્યક્તિનું મોત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે

ચીનમાં હંતા વાયરસના સંક્રમણથી એક વ્યક્તિનું મોત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે

  • Share this:
બીજિંગઃ કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત લોકોની સંખ્યા સમગ્ર દુનિયામાં 4,20,000થી વધુ થઈ ગઈ છે એવામાં ચીનમાં હંતા વાયરસના સંક્રમણથી એક વ્યક્તિનું મોત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ચીન (China) ના યુન્નાન પ્રાંતમાં સોમવારે હંતા વાયરસ (hantavirus) થી એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને તેની સાથે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય 29 લોકોને ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે જ આ મોતની પુષ્ટિ કરી હતી પરંતુ હવે તેઓએ જ તેના વિશે સ્પષ્ટતા પણ કરી દીધી છે. ગ્લોબલ ટાઇમ્સે સ્પષ્ટતા કરી છે કે હંતા વાયરસ કોરોનાની જેમ શ્વાસની નળી દ્વારા નથી ફેલાતો. હંતાના ફેલાવા માટે સંક્રમિત દર્દીના લોહી કે પછી સલાઇવાના સંપર્કમાં આવવું જરૂરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હંતા વાયરસ કોરોનાની જેમ ઘાતક નથી અને તેનાથી ડરવાની કે પછી તેને એપિડેમિક સમજવાની જરૂર નથી.ભોગ બનેલા વ્યક્તિની જાણકારી જાહેર કરીરિપોર્ટમાં યુન્નાનમાં હંતા વાયરસથી માર્યા ગયેલા વ્યક્તિનું નામ તિયાન જણાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ 29 અન્ય લોકોની સાથે બસમાં મુસાફરી કરી રહ્યો હતો. તેની તબિયત બગડી અને તેનું મોત થઈ ગયું. બાદમાં તપાસમાં સામે આવ્યું કે મોત હંતાના સંક્રમણથી થયું છે. તકેદારીના ભાગ રૂપે 29 અન્ય લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ તેમનામાં સંક્રમણની આશંકા બિલકુલ નથી કારણ કે આ વાયરસ હવા કે પછી સ્પર્શથી નથી ફેલાતો. મૃત વ્યક્તિ અને બાકી 29 લોકોના ટેસ્ટ સાંશી પ્રોવિન્સના નિંગશાંગ કાઉન્ટી હોસ્પિટલમાં કરાવવામાં આવ્યા છે. બાકી તમામ સહયાત્રી કોરોના નેગેટિવ હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો, Inside Story: તો આ કારણે ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું

વૈજ્ઞાનિકોએ કહ્યું, ડરવાની જરૂર નથી

વુહાન યુનિવર્સિટીના વાયરોલૉજિસ્ટ યાંગ જાંક્યૂએ ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું કે એક બસમાં સાથે મુસાફરી કરવાથી કોરોનાનો ખતરો તો છે પરંતુ હંતા વાયરસ આવી રીતે નથી ફેલાતો. તે વાયરસ સામાન્ય રીતે સ્પર્શથી નથી ફેલાતો અને ન તો શ્વાસની નળ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તેને હોમેરોજિક ફીવરના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ઉંદરોના સંપર્કમાં આવવાથી કે તેનું એંઠું ભોજન ખાઈ લેતાં થાય છે કારણે તે ઉંદરોના સીધા સંપર્કમાં આવે છે. ગ્લોબલ ટાઇમ્સ મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં યુન્નાન પ્રાંતમાં હંતા સંક્રમણના માત્ર 1231 કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો, લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!

હંતા વાયરસ શું હોય છે?

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)  મુજબ, હંતા વાયરસ પણ કોરોનાની જેમ વાયરસના પરિવારનું નામ છે. તે મોટાભાગે ઉંદરો અને ખિસકોલીઓથી ફેલાય છે. તે માણસોમાં અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેનાથી હંતા વાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ (HPS), હેમોરેજિક ફીવર અને રેનલ સિન્ડ્રોમ (HRFS) થઈ શકે છે. તેના ફેલાવવાનું કારણ ઉંદરોના મળ, પેશાબ વગેરેના સંપર્કમાં આવે છે. જો આ બધાને સ્પર્શ કર્યા બાદ કોઈ પોતાની આંખ, નાક કે મોંને સ્પર્શ કરે છે તો તે શરીરમાં પ્રવેશ કરે છે. આ વાયરસથી સંક્રમિત થવાના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીર દુખવું, પેટમાં દુખાવો, ઉલટી, ડાયરિયા મુખ્ય છે.

આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઃ કોરોના વાયરસના કારણે બંધ પાળવાથી દેશ થઈ શકે છે બરબાદ
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर