ચીનની coronaVac 3થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે સુરક્ષિત- લૈંસેટનો રિપોર્ટ

ચીનની coronaVac 3થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે સુરક્ષિત- લૈંસેટનો રિપોર્ટ (AP)

કોરોના મહામારીની ત્રીજી સંભવિત લહેરથી બાળકોને સૌથી વધુ ખતરો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

  • Share this:
બીજિંગ : કોરોના મહામારીની ત્રીજી સંભવિત લહેરથી બાળકોને સૌથી વધુ ખતરો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેવામાં ભારત સહિત તમામ દેશ કોરોનાથી બચવા માટે અત્યારથી બાળકો પર વેક્સિનનું ટ્રાયલ કરી રહ્યા છે. આ વચ્ચે લૈંસેટ ઇન્ફેક્શન ડિઝીઝના જર્નલનો લેટેસ્ટ રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચીનની વેક્સિન કોરોનાવેકને બાળકો અને કિશોરો પર અસરકારક કહેવામાં આવી છે.

લૈંસેટની રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 3-17 વર્ષની ઉંમરના બાળકોને ચીનની વેક્સિન કોરોનાવેકનો હાયર ડોઝ આપવામાં આવ્યો હતો. જે તેમના પર અસરકારક સાબિત થયો છે. સિનોવેક નિર્મિત કોરોનાવેકના 550 પ્રતિભાગીઓ પર કરાયેલ પહેલા અને બીજા ચરણના ટ્રાયલમાં બાળકોને વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની અંદર 96 ટકા એન્ટીબોડી વિકસિત થયા. ચીનના હેબે પ્રોવિંસિયલ સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં 3-17 વર્ષની ઉંમરના સ્વસ્થ બાળકો પર ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યો હતો. બાળકોને વેક્સિનના બે ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવ્યા હતા.

આ રીતે થયું ટ્રાયલ

રિસર્ચર્સે ત્રણ વર્ષથી સત્તર વર્ષના બાળકો અને કિશોરો પર ચીનના ઝાનહુઆંગ કાઉન્ટીમાં કોરોનાવેક ટ્રાયલ કર્યું હતું. 31 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર, 2020ની વચ્ચે 72 પ્રતિભાગીઓ પર પહેલા ચરણનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. 12 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2020ની વચ્ચે 480 વોલન્ટિયર્સ ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ થયા. પહેલા ચરણમાં 100 ટકા વોલન્ટિયર્સમાં એન્ટીબોડી વિકસિત થયા અને બીજા ચરણમાં 97 ટકા બાળકોમાં સાર્સ-સીઓવી2 સામે એન્ટીબોડી બન્યા હતા. સંશોધકોએ કહ્યું કે બાળકો અને કિશોરોમાં પ્રતિરોધક ક્ષમતા વયસ્કોની તુલનાએ વધુ વિકસિત થઇ હતી.

આ પણ વાંચો - કોરોનાની નકલી રસીથી કઈ રીતે બચી શકાય? કઈ રીતે ઓળખશો ફેક સેન્ટરને? અહીં જાણો

સામાન્ય હતા સાઇડ ઇફેક્ટ્સ

લૈંસેટ જનરલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાળકો પર સૌથી વધુ દુષ્પ્રભાવ આ ટ્રાયલ દરમિયાન જોવા મળ્યો હતો. તેમાં સામાન્ય અને મોડરેટ તાવ હતો. મોટા ભાગના બાળકોમાં ઇન્જેક્શન લગાવ્યા બાદ ઇન્જેક્શન લગાવેલી જગ્યાએ દુખાવાની ફરીયાદ કરી હતી. 550માંથી 73 બાળકોએ ઇન્જેક્શન લગાવેલી જગ્યાએ દુખાવાની ફરીયાદ કરી હતી. બાળકોની અંદર અલગ-અલગ પ્રકારની ફરીયાદ 7 દિવસમાં જોવા મળી હતી. જોકે 48 કલાકની અંદર તમામ બાળકો સાજા થઇ ગયા હતા.

સિનોવેક લાઇફ સાઇન્સેઝે શું કહ્યું?

ચીનના સિનોવેક લાઇફ સાઇન્સેઝના છિયાંગ ગાઓએ જણાવ્યું કે, વયસ્કોની સરખામણીએ બાળકો અને કિશોરોમાં કોવિડ-19ના સામાન્ય લક્ષણો હોય છે. ઘણી વખત લક્ષણો હોતા પણ નથી. પરંતુ અમુક બાળકોને ગંભીર લક્ષણ હોવાની આશંકા છે. તેમના દ્વારા અન્ય લોકોને સંક્રમણ થઇ શકે તેવી શક્યતા છે. તેથી ઓછી ઉંમરના લોકોમાં કોવિડ-19 રસીનો પ્રભાવ ક્ષમતા અને સુરક્ષાનું પરીક્ષણ જરૂરી છે.
First published: