China school slammed for hiring pretty teacher: મધ્ય ચીનની એક યુનિવર્સિટીએ અગાઉના સપ્તાહે એક શિક્ષકને તેના આકર્ષક દેખાવને કારણે નોકરી આપી હતી, વિદ્યાર્થીઓની હાજરીમાં સુધારો આવે તે માટે યુનિવર્સિટીએ આ પ્રકારનું અજીબ પગલું ભર્યું હતું. આ કારણોસર આ યુનિવર્સિટીની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે આ અંગે જણાવ્યું છે કે, યુનિવર્સિટીએ આ આરોપને નકારી દીધો છે. આ મામલે યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, શિક્ષકની ઉત્કૃષ્ટ શિક્ષણ ક્ષમતાના આધાર પર તેને નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોકરી આપતા જ આ શિક્ષક ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા અને લાઈમ લાઈટમાં આવી ગયા હતા.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ મહિલા હેનાન પ્રાંતમાં હેનાન કૈફેંગ કોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ કમ્યુનિકેશન કોલેજમાં શિક્ષક છે. આ શિક્ષકનું નામ ઝાંગ (teacher Zhang) છે, જે ખૂબ જ લોકપ્રિય શિક્ષિકા છે. તાજેતરમાં આ શિક્ષિકા ભણાવતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અગાઉ શિક્ષક ઝાંગે અન્ય યુનિવર્સિટીમાં પણ શિક્ષિકા તરીકે કામ કર્યું છે.
શિક્ષક ઝાંગ સોશિયલ મીડિયા પર અપડેટ રહે છે
આ વિડીયો જોયા બાદ ઝાંગની શિક્ષણ શૈલી અને તેના દેખાવની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. ઝાંગ ‘માઓ ઝેડોન્ગ થોટ’ વિષય ભણાવે છે. ચીનની યુનિવર્સિટીમાં આ ખૂબ જ જરૂરી વિષય છે. ટીકટોક પર આ શિક્ષિકાને 4,30,000થી વધુ લોકો ફોલો કરી રહ્યા છે. શિક્ષિકા ઝાંગ સોશિયલ મીડિયા પર વ્યક્તિગત જીવન વિશે પણ જાણકારી આપતી રહે છે.
વિડીયો વાયરલ થયા બાદ અનેક લોકોએ યુનિવર્સિટી પર આરોપ મુક્યા હતા કે, શિક્ષિકા ઝાંગને તેના આકર્ષક દેખાવ (Beautiful Teacher)ને કારણે નોકરી આપવામાં આવી હતી. યુનિવર્સિટીએ આ આરોપને નકારી દીધો છે અને જણાવ્યું છે કે, ઝાંગે હેનાન યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી છે. ઉપરાંત ઝાંગની લાયકાતના આધાર પર તેને નોકરી આપવામાં આવી હતી.
હેનાન યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ માર્કિઝમના ડાયરેક્ટરે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટને આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, આ શિક્ષકના ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરી વધી રહી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર