ન્યૂઝીલેન્ડની આસપાસ પડી શકે છે ચીનનું અનિયંત્રિત રોકેટ, આગામી 12 કલાક ખૂબ અગત્યના

(તસવીરઃ Reuters)

રોકેટ જે ગતિથી અને જે દિશા તરફ આગળ વધી રહ્યું છે તેથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તે ન્યૂઝીલેન્ડની આસપાસ ક્યાંય પણ પડી શકે છે

  • Share this:
    બીજિંગ. ધરતી પર કોરોના મહામારીના વધતા કેસોની વચ્ચે ચીન (China)ના અનિયંત્રિત રોકેટ (Uncontrolled Rocket)નો ખતરો પણ વધી ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી 12 કલાકમાં ચીનનું આ રોકેટ ધરતી (Earth) પર ક્રેશ (Crash) કરી શકે છે. નોંધનીય છે કે ચીનના આ રોકેટનું નિયંત્રણ બિલકુલ ખતમ થઈ ગયું છે. રોકેટ જે ગતિથી અને જે દિશા તરફ આગળ વધી રહ્યું છે તેનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તે ન્યૂઝીલેન્ડ (New Zealand)ની આસપાસ ક્યાંય પણ પડી શકે છે. વૈજ્ઞાનિકો મુજબ તેઓ હજુ સુધી એ જાણી નથી શક્યા કે રોકેટ રહેણાંક વિસ્તાર પર પડશે કે પછી સમુદ્રમાં.

    નોંધનીય છે કે, ચીનનું આ રોકેટ લગભગ 100 ફુટ લાંબું છે અને તેનું વજન 21 ટન જેટલું છે. ગયા વર્ષે પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં મે મહિનામાં ચીનનું એક રોકેટ પશ્ચિમ આફ્રિકા અને અટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું. તે સમયે ચીનના આ રોકેટે પશ્ચિમ આફ્રિકાના એક ગામને બિલકુલ નષ્ટ કરી દીધું હતું. આ ઘટનામાં સારી વાત એ હતી કે આ ગામમાં કોઈ રહેતું નહોતું.

    આ પણ વાંચો, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્કૂલની પાસે બ્લાસ્ટ, 30 લોકોનાં મોત

    એક્સપર્ટ્સનું કહેવું છે કે, લોન્ગ માર્ચ 5B Y2 નામનું આ ચીનનું રોકેટ ચાર માઇલ પ્રતિ સેકન્ડની ઝડપથી નીચે પડી રહ્યું છે. તેના ટુકડા ક્યાં પણ પડી શકે છે. તે વસ્તી ધરાવતા વિસ્તાર ઉપર પણ પડી શકે છે. અથવા તો એવું પણ થઈ શકે છે કે તે ખાલી જગ્યા પર પડે. એક્સપર્ટ્સ સતત તેની પર નજર રાખી રહ્યા છે. ચીને Long March 5B Y2ને 29 એપ્રિલે લૉન્ચ કર્યું હતું. તેના માધ્યમથી ચીન અંતરિક્ષમાં નવું સ્પેસ સ્ટેશન બનાવવા માંગતું હતું. તે ધરતીની ઉપર 170 કિલોમીટરથી 372 કિલોમીટરની ઊંચાઈની વચ્ચે તરી રહ્યું છે.

    આ પણ વાંચો, મોદી સરકાર આ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 5 હજાર રૂપિયા, તમે પણ ઉઠાવો લાભ, આવી રીતે કરો અરજી



    શું હતો ચીનનો પ્લાન?

    ચીને પ્લાનિંગ કર્યું હતું કે આ રોકેટના માધ્યમથી સ્પેસમાં Tiangong નામનું ચીની સ્પેસ સ્ટેશન બનાવવામાં આવે, જે 2022 સુધી પૂરું થઈ જાય. ત્યારબાદ આ સ્પેસ સ્ટેશન પૃથ્વીના ચક્કર લગાવીને પૃથ્વીની જાણકારી સ્પેસથી આપશે. પરંતુ હવે અહેવાલો છે કે આ રોકેટ ચીને સાથે કન્ટ્રોલ ગુમાવી દીધો છે અને તેનો કાટમાળ અનેક દેશો પર પડીને તબાહી મચાવી શકે છે. એક્સપર્ટ્સ મુજબ, ચીનને પણ તેની જાણકારી છે પરંતુ હજુ સુધી તેને લઈને તેમણે કોઈ ચેતવણી જાહેર નથી કરી.
    Published by:Mrunal Bhojak
    First published: