ચીનના ટોચનાં વૈજ્ઞાનિકે આપી ચેતવણી- કોરોનાના કહેરમાં માસ્ક ન પહેરવું સૌથી મોટી ભૂલ હશે

News18 Gujarati
Updated: April 4, 2020, 3:00 PM IST
ચીનના ટોચનાં વૈજ્ઞાનિકે આપી ચેતવણી- કોરોનાના કહેરમાં માસ્ક ન પહેરવું સૌથી મોટી ભૂલ હશે
કોરોના વાયરસ (Coronavirus, Covid 19)ના ઇન્ફેક્શનથી બચવા માટે અનેક જાણકારો માસ્ક પહેરવાની સલાહ આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇજેશન (WHO) માનવું છે કે માસ્કના ઉપયોગ વખતે અમુક સાવધાની રાખવી જરૂર છે. માસ્ક પહેરતી વખતે સંક્રમણથી બતવા એક સમય પછી માસ્કને બદલવો જરૂરી છે. ડિસ્પોજીબલ માસ્કને 5-6 કલાક પછી ફેંકવો જરૂરી છે. પણ કેટલાક લોકો ઘરમાં માસ્ક બનાવે છે.

ચીનનાં એક ટોચનાં વૈજ્ઞાનિકે ચેતવણી આપી કે, માસ્ક પહેર્યા વગર બહાર જવું ખતરાથી ખાલી નથી.

  • Share this:
દિલ્હી : કોરોના વાયરસનાં સંક્રમણને કારણે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. દર કલાકે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. દુનિયાનાં અનેક દેશોમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. ઘણા દેશોમાં માસ્કની અછત જોવા મળી રહી છે. માસ્કની વધતી માંગને કારણે ઘણાં પ્રશ્નો સામે આવી રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી વારે વારે કહેવામાં આવતું હતું કે, માસ્ક પહેરવું બધા માટે જરૂરી નથી. આનો ઉપયોગ તેવા જ લોકો કરે જેમને શરદી ખાંસી હોય. પરંતુ શુક્રવારે અમેરિકામાં એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી કે, દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે. આ દરમિયાન ચીનનાં એક ટોચનાં વૈજ્ઞાનિકે ચેતવણી આપી કે, માસ્ક પહેર્યા વગર બહાર જવું ખતરાથી ખાલી નથી.

કેમ જરૂરી છે માસ્ક?

વેબસાઇટ સાઇન્સે આ અંગે ચીની વૈજ્ઞાનિક જૉર્જ ગાઓ સાથે વાત કરી અને તેમણે આ દરમિયાન કહ્યું કે, દરેકે માસ્ક જરૂરી છે. આ વૈજ્ઞાનિક ચાઇનનીઝ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેનશનનાં પ્રમુખ છે. તેમના પ્રમાણે, યુરોપ અને અમેરિકામાં લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે, તેઓ માસ્ક નથી પહેરતા. આ વાયરસ ડ્રોપલેટ્સ અને લોકોનાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. જ્યારે તમે વાત કરો છો ત્યારે હંમેશા તમારા મોંમાંથી ડ્રોપલેટ્સ બહાર આવે છે. જેનાથી ઘણાં લોકોને સંક્રમણ થાય છે. જો તમે માસ્ક પહેર્યો હશે તો તે આ વાયરસને તમારા સંપર્કમાં આવતો રોકે છે.

આ પણ વાંચો : રાજકોટ : લૉકડાઉનમાં કોઇપણ ઘરની બહાર નહીં નીકળી શકે, જરૂર પડ્યે 100 નંબર પર ફોન કરી શકાશે

શ્વાસ લેતી વખતે પણ વાયરસ હવામાં આવે છે

આ દરમિયાન અમેરિકાનાં વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે, કોરોના વાયરસ શ્વાસ લેવાથી અને વાતચીત દ્વારા પણ ફેલાય છે. વૈજ્ઞાનિકો પ્રમાણે, આ એર એરબોર્ન ડિઝીઝ છે. જે હવા દ્વારા પણ તીવ્રતાથી ફેલાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઇ સંક્રમિત દર્દીનાં શ્વાસ લેવાથી પણ આ વાયરસ હવામાં ફેલાય છે. આ જ કારણ છે કે, વાયરસ તીવ્રતાથી ફેલાય છે. લોકોમાં આના લક્ષણ જલ્દી દેખાતા નથી. એટલે આ બીમારીથી બચવા માટે લૉકડાઉન અને આઇસોલેશન ઘણું જ જરૂરી છે.આ વીડિયો પણ જુઓ - 
First published: April 4, 2020, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading