TikTok સ્ટાર 160 ફૂટની ઊંચાઈ પર Video બનાવતી હતી, પગ લપસતા દર્દનાક મોત - જુઓ Video

ચાઈનીઝ TikTok સ્ટાર 160 ફૂટની ઊંચાઈ પર Video બનાવતી હતી, પગ લપસતા દર્દનાક મોત

TikTok પર ફોલોઅર્સ વધારવા જોખમી જગ્યા પર વીડિયો બનાવવા માંગતી હતી, જુઓ મોતનો લાીવ સ્ટ્રીમિંગ Video સામે આવ્યો

  • Share this:
    બેઇજિંગ : સોશિયલ મીડિયા (Social Media) પર લોકપ્રિયતા અને ફોલોઅર્સ વધારવા માટે લોકો કેટલી હદે જઈ શકે છે? આવો જ એક કિસ્સો ચીન (chinese tiktok star)માં સામે આવ્યો છે. અહીં એક TikTok સ્ટાર (TikTok Star) 160 ફૂટની ઊંચાઈ પર વિડિઓ બનાવી રહી હતી. આ દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો અને નીચે પડવાને કારણે તેનું મોત થયું છે.

    ચીન(Chin)માં એક 23 વર્ષીય છોકરી, ઝીઓ ક્યૂમેઈ, ટિકટોક (TikTok )પર ખૂબ સક્રિય હતી. રવિવારે જિઓ ફોલોઅર્સ વધારવાની લાહ્યમાં 160 ફૂટની ઊંચાઈએ જોખમી જગ્યા પર તેનો વીડિયો બનાવી રહી હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, જિઓ ક્રેન કેબીનમાં બેસીને આ વીડિયોનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તેનો પગ લપસી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમીન પર પડતી વખતે આ વીડિયોનું લાઈવ સ્ટ્રીંમિંગ (Accident Video) ચાલી રહ્યું હતું, જેથી વીડિયો ચાલુ જ હતો, જે સામે આવ્યો છે..

    ત્યારે, જિઓના પરિવારના સભ્યોએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, આ કોઈ પણ પ્રકારનો સ્ટંટ નહીં પરંતુ દુર્ઘટના હતી. તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં હોંગકોંગમાં એક પ્રભાવકનું મૃત્યુ પણ થયું હતું. અહીં એક મહિલા ધોધના કિનારે સેલ્ફી રહી હતી જ્યારે તે અકસ્માતનો શિકાર બની હતી અને તેનું મોત નીપજ્યું હતું.



    પાકિસ્તાનમાં વીડિયો શૂટ કરતી વખતે અસલી ગોળી વાગતા મોત થયું હતું

    આ પહેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાતમાંથી પણ આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં ટિકટોક વીડિયો શૂટ કરતી વખતે અચાનક પિસ્તોલમાંથી ગોળી છૂટી ગઈ હતી અને ગોળી વાગવાના કારણે એક છોકરો માર્યો ગયો હતો.

    આ પણ વાંચો - સેલ્ફીના બહાને પત્નીને ધોધની નજીક લઈ ગયો, અને ધક્કો મારી દીધો, એક મહિના પહેલા જ કર્યા હતા લગ્ન

    સ્યૂસાઈડ સીન શૂટ કરતી વખતે થઈ ગયો દગો

    પાકિસ્તાની અખબાર ડોનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ટિકટોક બનાવતો છોકરો શૂટિંગ દરમિયાન અસલી પિસ્તોલ અને ગોળીનો ઉપયોગ કરી રહ્યો હતો. વીડિયો બનાવતી વખતે તેની સાથે દગો થઈ ગયો અને ટિકટોક બનાવતા છોકરાને ગોળી વાગી ગઈ.
    Published by:kiran mehta
    First published: