4 દિવસમાં 2 અંતરિક્ષ પ્રક્ષેપણ, શું ચીન અમેરિકાથી આગળ નીકળવાની કોશિશ કરી રહ્યું છે?
4 દિવસમાં 2 અંતરિક્ષ પ્રક્ષેપણ, શું ચીન અમેરિકાથી આગળ નીકળવાની કોશિશ કરી રહ્યું છે?
તસવીર- Testing/shutterstoc
છેલ્લા કેટલાક દિવસોમાં અંતરિક્ષ ક્ષેત્રે ચીનની ગતિવિધિઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ત્રણ સપ્તાહ પહેલા ચીનના અંતરિક્ષ યાત્રીઓ નિર્માણાધીન સ્પેસ સ્ટેશન તિયાનગોન પહોંચ્યા હતા. ચીને માત્ર ચાર દિવસમાં ત્રણ ઉપગ્રહ લોન્ચ કર્યા છે. જેના પરથી લાગી રહ્યું છે કે ચીન અંતરિક્ષ પ્રતિસ્પર્ધામાં તેજીથી આગળ વધવા ઈચ્છે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં અંતરિક્ષ ક્ષેત્રે ચીનની ગતિવિધિઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ત્રણ સપ્તાહ પહેલા ચીનના અંતરિક્ષ યાત્રીઓ નિર્માણાધીન સ્પેસ સ્ટેશન તિયાનગોન પહોંચ્યા હતા. ચીને માત્ર ચાર દિવસમાં ત્રણ ઉપગ્રહ લોન્ચ કર્યા છે. જેના પરથી લાગી રહ્યું છે કે ચીન અંતરિક્ષ પ્રતિસ્પર્ધામાં તેજીથી આગળ વધવા ઈચ્છે છે. ચીન અંતરિક્ષ ક્ષેત્રે તમામ પ્રયાસ કરી રહ્યું છે જેના કારણે તે સૌથી વધુ પ્રતિબદ્ધ દેખાઈ શકે. ચીન ટેકનિક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. ચીન અંતરિક્ષ ક્ષેત્રે ખુદને એક મહાશક્તિ તરીકે સ્થાપિત કરવા ઈચ્છે છે.
અંતરિક્ષ અનુસંધાનના કાર્યોમાં તેજી
કોવિડ કાળ પહેલા અંતરિક્ષ ક્ષેત્રે ચીન જે ગતિએ કાર્ય કરી રહ્યું હતું તે જ ગતિએ હવે કાર્યરત થયું છે. 6 જુલાઈના રોજ દક્ષિણ પશ્ચિમ ચીન સ્થિત જીચાંગ સેટેલાઈટ સેન્ટર પરથી પ્રક્ષેપણ કર્યું છે. પૃથ્વીની કક્ષામાં કરવામાં આવતા પ્રક્ષેપણની જાણકારી ચીન ખુલીને આપતું નથી. અંતરિક્ષ કાર્યક્રમોની પણ ખુલીને જાણકારીને આપવામાં આવતી નથી.
ચીનની મહત્વાકાંક્ષા
અંતરિક્ષ ક્ષેત્રે અમેરિકા અને રશિયાનું જે સ્થાન છે તે સ્થાન પર છેલ્લા કેટલાક વર્ષોથી ચીન આવવાની કોશિશ કરી રહ્યું છે. તે માટે ચીન ચંદ્ર પર માનવ અભિયાન અને ખુદનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે. ચીન પોતાના અભિયાનને હંમેશા માનવતા અને વિજ્ઞાન માટે સમર્પિત છે તેવું ગણાવે છે. ચીનની મહત્વાકાંક્ષા અને અમેરિકા સાથે ચીન હરિફાઈ કરી રહ્યું છે તે વિશે તમામને ખબર છે.
સ્પેસ સ્ટેશન પર કામ
સ્પેસ સ્ટેશનની દિશામાં ચીન કામ કરી રહ્યું છે. સ્ટેશનનું પ્રમુખ મોડ્યુલ તૈયાર છે અને ચીની અંતરિક્ષ યાત્રી તેને આગળ લઈ જવા માટેની તૈયારી કરી રહ્યા છે. સ્પેસ સ્ટેશનનું કામ પૂર્ણ થવાને આરે છે અને 20 વર્ષથી જૂના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો વિકલ્પ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તે માટે ચીને અનેક દેશો સાથે કરાર કર્યો છે અને અનેક દેશો સાથે કરાર કરવાની કોશિશ કરી રહ્યું છે.
સંચાર માટે ઉપગ્રહ
પ્રક્ષેપણમાં ચીને લોન્ગમાર્ચ 3સી રોકેટ મોકલ્યું છે જેમાં તિયાનલિયાન ડેટા ટ્રેકિંગ અને રિલે સંચાર સેટેલાઈટ ભૂસ્થિર કક્ષા સ્થાપિત કરવા માટે મોકલવામાં આવ્યું હતું. આ યાનને ચીનના તિયાનગોંગ સ્પેસ સ્ટેશનના શેનજોઉ-12 અંતરિક્ષ યાત્રી સંચાર કાર્યો માટે ઉપયોગ કરશે.
ઋતુ માટે
આ પહેલા મોસમ અનુસંધાન સંબંધિત સેટેલાઈટ લોન્ચ કરવામાં આવી હતી. ચીનની સીસીટીવી મીડિયાએ આ વાતની પુષ્ટી કરી કે પ્રક્ષેપણમાં 11 રિમોટ સેન્સિંગ ઉપક્રમ છે. જે 8 વર્ષ સુધી ચીનને વાયુમંડળીય તાપમાન, આર્દ્રતા અને ઋતુ સંબંધિત જાણકારી આપશે. જેનાથી ઋતુનું પૂર્વાનુમાન યોગ્ય રીતે લગાવી શકાય.
ફોટાવાળી સેટેલાઈટ આ પહેલા 2 જુલાઈએ લોન્ગ માર્ચ 2ડી રોકેટની મદદથી વ્યાવસાયિક જિલિન-1 વાઈડબેન્ડ 001 બી પૃથ્વી અવલોકન ઉપગ્રહ મોકલવામાં આવ્યો હતો. તેમાં જિલિન 1 ગાઓફેન 3 ડી ઉચ્ચ વિભેદન ફોટો લેનાર સેટેલાઈટ અને જિંગશિદાઈના 10 રિમોટ સેન્સિંગ સેટેલાઈટ પણ હતી.
તેની સાથે પૃથ્વી તરફ આવનાર ક્ષુદ્રગ્રહોના જોખમને દૂર કરવા માટે ચીને પ્રસ્તાવ મૂક્યો છે કે તે એક મોટુ યાન પ્રક્ષેપિત કરીને આ પ્રકારના પિંડોની દિશા બદલી શકે છે. ચીનના સંશોધનકર્તાઓ માને છે કે તે માટે તેમને માત્ર 23 લોન્ગ માર્ચ રોકેટની જરૂરિયાત રહેશે. ચીન રશિયા સાથે ચંદ્ર પર રિસર્ચ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર