નવી દિલ્હી : લદાખમાં (Ladakh)પૈંગોગ ઝીલના (Pangong Lake) દક્ષિણ ભાગમાં ભારતના આક્રમક પગલાથી ચીન વધુ એક કાયરતાભર્યા પગલાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરેલી એક તસવીરમાં ચીની સૈનિકો ભાલા અને બંદૂકો સાથે જોવા મળે છે. આ તસવીર પૂર્વી લદાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)પર ભારતીય સેના તૈનાત છે તે સ્થાન પાસેની બતાવવામાં આવી રહી છે. તસવીર એ તરફ ઇશારો કરી રહી છે કે ચીની સેના 15 જૂન જેવી હિંસક ઝડપ ઘટનાને અંજામ આપવાના પ્રયત્નમાં છે. તસવીરમાં દરેક ચીની સૈનિકના હાથમાં ભાલા સ્પષ્ટ રીતે જોવા મળે છે.
પૂર્વી લદાખમાં રેજાંગ લા રિઝલાઇનના મુખપારી સ્થિત એક ભારતીય ચોકી તરફ સોમવારે સાંજે આગળ વધવાનો પ્રયત્ન કરી રહેલા ચીની સૈનિકોના હાથમાં ભાલા, રોડ અને ધારદાર હથિયાર જોવા મળે છે. આ વાત સરકારી સૂત્રોએ મંગળવારે કહી હતી. ભારતીય સૈનિકોએ દ્રઢતાથી ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. ભારતના જવાબથી ચીની સૈનિકો પાછળ હટવા મજબૂર બન્યા હતા.
ચીની સેનાએ પૃષ્ટિ કરી છે કે અરુણાચલ પ્રદેશથી ગુમ 5 યુવક ચીનની સરહદમાં મળ્યા છે. કિરેન રિજિજૂએ (Kiren Rijiju)મંગળવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ યુવકોને ભારતને સોપવા માટે પ્રક્રિયાઓને પુરી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે થોડાક દિવસો પહેલા અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિન્ગોંગ એરિંગે દાવો કર્યો હતો કે ચીનની સેનાએ રાજ્યના સીમાવર્તી વિસ્તારથી 5 ભારતીયોનું કથિત રુપથી અપહરણ કર્યું છે. તેમણે સરકારને તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી હતી.
Chinese soldiers armed with stick machetes during their deployment along the Line of Actual Control (LAC) in Eastern Ladakh sector. pic.twitter.com/QmSGkJLoYw
ચીને સોમવાર મોડી રાત્રે વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સરહદ તરફથી ફાયરિંગનો આરોપ લગાવ્યો છે, જેને ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે.
" isDesktop="true" id="1022973" >
ભારતીય સેના (Indian Army)ના નિવેદન બાદ હવે વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)એ પણ ચીનના LAC પર ફાયરિંગના આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ગ્લોબલ ટાઇમ્સની સાથોસાથ ચીની મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ્સ જોયા. તેમાં NSA અજિત ડોભાલ (Ajit Doval)ને લઈને પણ કેટલીક કોમેન્ટ્સ કરવામાં આવી છે.
આ રિપોર્ટ્સ બિલકુલ નકલી અને ખોટા છે. તેનો કોઈ આધાર નથી. અમે મીડિયાને આવા પ્રકારના રિપોર્ટિંગથી દૂર રહેવાનો આગ્રહ કરીએ છીએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર