India-china border dispute: 15 જૂનના રોજ ગલવાન ખીણ ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીને આ અથડામણમાં કેટલા સૈનિકો માર્યા ગયા હતા તેની માહિતી છૂપાવી રાખી છે. અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે ચીનના 40 સૈનિકો માર્યા ગયા છે.
બેઇજિંગ : પૂર્વ લદાખની ગલવાન ખીણ (Ladakh Galwan Vellay)માં ભારત-ચીન (India-China Rift)ના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીન એ વિગત છૂપાવતું આવ્યું છે કે અથડામણમાં તેના કેટલા સૈનિકો શહીદ થયા છે. ચીને એવું સ્વીકાર્યું છે કે અથડામણમાં તેને નુકસાન થયું છે પરંતુ કેટલા સૈનિકો માર્યા ગયા હતા તે વાત દબાવી રાખી છે. જોકે, ચીનના તમામ પ્રયાસો છતાં સમય સમયે તેની પોલ ખુલતી રહી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક તસવીર વહેતી થઈ છે, આ તસવીરમાં બતાવવામાં આવેલી કબર ગલવાન ખીણ ખાતે શહીદ થયેલા એક સૈનિકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ચીનમાંથી સતત એવા સમાચાર સામે આવ્યા હતા કે ગલવાન ખાતે કેટલી ખુંવારી થઈ તે છૂપાવી રાખવા માટે સરકારે શહીદ થયેલા સૈનિકોના પરિવારોને જાહેરમાં અંતિમ સંસ્કાર ન કરવા માટે દબાણ કર્યું હતું. જોકે, હવે ચીની મામલાના નિષ્ણાતે દાવો કર્યો છે કે ઇન્ટરનેટ પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે. જેમાં ગલવાન ખાતે માર્યા ગયેલા સૈનિકની કબર બતાવવામાં આવી છે. નોંધનીય છે કે ભારત તરફથી સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું હતું કે અથડામણમાં તેના 20 સૈનિક શહીદ થયા છે. ચીન તરફથી માહિતી દબાવી રાખવા છતાં અમેરિકન મીડિયાએ દાવો કર્યો હતો કે આ અથડામણમાં ચીનના 40 સૈનિક માર્યા ગયા છે.
ચીનના અનેક પ્રયાસ છતાં ગલવાન ખાતે માર્યા ગયેલા સૈનિકોને એરલિફ્ટ કરવાની તસવીરો સામે આવી હતી. આ વાત દબાણી રાખવા માટે ચીને પોતાના માર્યા ગયેલા સૈનિકોના વિધિવત અને પૂરા સન્માન સાથે અંતિમ સંસ્કાર પણ નહોતા કર્યાં. આ વાતને લઈને સૈનિકોના પરિવારમાં નારાજગી જોવા મળી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ચીનના સૈનિકોના પરિવારને ફક્ત અસ્થિ કળશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાહેરમાં શોક સભા ન કરવા તેમજ દફનવિધિ ન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
A picture is circulating on Weibo, showing the tombstone of a 19 year old Chinese soldier who died in the “China-India Border Defense Struggle” in June 2020. He was from Fujian Province. https://t.co/Brrw5o7h4z
ટ્વીટર પર પર ચીની મામલોના નિષ્ણાત એમ ટેલર ફ્રેવલે દાવો કર્યો છે કે ચીનની માઇક્રોબ્લોગિંગ સાઇટ Weibo પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર ગલવાન ખાતે શહીદ થયેલા સૈનિકની કબરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તસવીરમાં દેખાતી આ કબર 19 વર્ષના ચીની સૈનિકની છે જેનું મોત ભારત-ચીન સરહદ પર જૂનમાં થયેલા સંઘર્ષ દરમિયાન થયું હતું. આ સૈનિક ફુજિયાન પ્રાંતમાંથી હોવાનો દાવો કરાયો છે. ટેલરે એ પણ જણાવ્યું કે, તસવીરમાં એ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કબર પર સૈનિક યુનિટનું નામ 69316 જણાવવામાં આવ્યું છે. જે ગલવાનના ઉત્તર સ્થિત ચીપ-ચાપ ખીણમાં તિયાનવેન્દિયન સરહદ રક્ષા કંપની લાગી રહી છે.
" isDesktop="true" id="1019360" >
ટેલરે દાવો કર્યો છે કે આ 13મી સીમા રક્ષા રેજિમેન્ટનો હિસ્સો છે. તેમણે એ પણ દાવો કર્યો છે કે 2015માં આ યુનિટનું નામ કેન્દ્રીય સૈન્ય આયોગે 'યુનાઇટેડ કૉમ્બેટ મૉડલ કંપની' રાખ્યું હતું. તેમણે લખ્યું છે કે આનાથી માલુમ પડે છે કે ગલવાન ઘાટીમાં ચીનની કઈ યુનિટ તૈનાત હતી. નોંધનીય છે કે ગત 15 જૂનના રોજ ગલવાન ખીણ ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોખંડના પાઇપ, ડંડા સાથે મારામારી થઈ હતી. આ દરમિયાન ભારતના 20 જવાન શહીદ થઈ ગયા હતા. આ મામલે ચીને પણ સ્વીકાર કર્યો હતો કે તેના સૈનિકો પણ ઘાયલ થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર