ચીનના 18 ટનના રોકેટનો કાટમાળ પડવાની દિલધડક ઘટના અંગે આટલું જાણવું જોઈએ

ચીનના 18 ટનના રોકેટનો કાટમાળ પડવાની દિલધડક ઘટના અંગે આટલું જાણવું જોઈએ
ચીનના 18 ટનના રોકેટનો કાટમાળ પડવાની દિલધડક ઘટના અંગે આટલું જાણવું જોઈએ

ચીનના બેકાબુ રોકેટનો કાટમાળ હિંદ મહાસાગરમાં પડ્યા બાદ મોટું જોખમ ટળ્યું છે

  • Share this:
ચીનના બેકાબુ રોકેટનો કાટમાળ હિંદ મહાસાગરમાં પડ્યા બાદ મોટું જોખમ ટળ્યું છે. ચીનની સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર રવિવારે ચાઇનીઝ રોકેટનો મોટો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં ઘૂસી હિંદ મહાસાગરમાં પડ્યો હતો હતો.

ચીનનું 18 ટનનું રોકેટ ક્યાં પડશે? તેવી વાતથી અંધાધૂંધી સર્જાઈ હતી. લોંગ માર્ચ- 5 બી રોકેટ ગયા મહિને ચીનના નવા સ્પેસ સ્ટેશન માટે પ્રથમ મોડ્યુલને લઈને રવાના થયું હતું. જોકે તેનો કાટમાળ પાડવાનો ખતરો સર્જાયો હોવાનું ચીનની રાજધાની બેઇજિંગે જણાવ્યું હતું.અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને કેટલાક સ્પેશ્યાલિસ્ટે ચીન પર બેજવાબદારીનો આક્ષેપ કર્યો હતો. મસમોટો પદાર્થ બેકાબુ થઈ નીચે પડે તો મોટી જાનહાની થઈ શકે તેવી દહેશત સેવાઇ હતી. અમેરિકાના સૈન્યને ડેટાનો લાભ આપતી સ્પેસ ટ્રેક મોનિટરિંગ સર્વિસના મત મુજબ કાટમાળ પાણી કે જમીન પર પડશે તેની જાણકારી ન હતી. યુએસ સિસ્ટમે જ્યારે છેલ્લે કાટમાળને ટ્રેક કર્યો, ત્યારે તે સાઉદી અરેબિયા નજીક હોવાનું સામે આવ્યું હતું. આખરે રોકેટનો કાટમાળ માલદીવની ઉત્તરી તરફ હિંદ મહાસાગરમાં પડ્યો હોવાનું ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - MPના મંત્રીની અજીબ સલાહ, સવારે 10 વાગે કરો યજ્ઞ, નહીં આવે કોરોનાની ત્રીજી લહેર

ચાઇનીઝ મેનેડ સ્પેસ એન્જિનિયરિંગ ઓફિસે ગાઉ જણાવ્યું હતું કે, 9 મે 2021ના ​​રોજ 10: 24 (0224 GMT)ના એનાલિસિસ અને મોનિટરિંગ દરમિયાન લોંગ માર્ચ- 5 બી યાઓ -2 લોન્ચ વ્હીકલનો અંતિમ ભાગ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો છે. જે માલદિવ્સ નજીક હિંદ મહાસાગરમાં પડી જશે.

રોકેટનો મોટો કાટમાળ પડતી વખતે વિખરાઈ ગયો હતો. તે પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સના લશ્કરી સ્પેસ યુનિટે જાહેર કર્યું હતું કે, રોકેટના ભાગ અરબી દ્વીપકલ્પ પર દાખલ થયા છે. france24.comના મત મુજબ પૃથ્વીનો 70 ટકા વિસ્તાર પાણીથી ઢંકાયેલો છે, ત્યારે આ રોકેટ પણ દરિયામાં પડશે તેવી નિષ્ણાંતોની ધારણા હતી. રોકેટ બેકાબુ થઇ ગયું હતું. જેથી તેનો કાટમાળ જ્યાં પડશે ત્યાં વ્યાપક નુકસાન થશે તેવી દહેશત હતી.
Published by:News18 Gujarati
First published:May 11, 2021, 21:52 pm

ટૉપ ન્યૂઝ