Home /News /national-international /ચીનના બેકાબૂ રોકેટનો ખતરો ટળ્યો, હિન્દ મહાસાગરમાં માલદીવની પાસે પડ્યો કાટમાળ

ચીનના બેકાબૂ રોકેટનો ખતરો ટળ્યો, હિન્દ મહાસાગરમાં માલદીવની પાસે પડ્યો કાટમાળ

ચીનના 18 ટનના લોન્ગ માર્ચ 5બી રોકેટની ફાઇલ તસવીર

ચીનના રોકેટ લોન્ગ માર્ચ 5બીનો મોટાભાગનો કાટમાળ વાયુમંડળમાં પ્રવેશતા જ સળગી ગયો હતો

નવી દિલ્હી. ચીન (China)ના અનિયંત્રિત રોકેટ (Uncontrolled Rocket)નો કાટમાળ છેવટે આજે ધરતી (Earth) પર પડી ગયો. મીડિયા રિપોર્ટ મુજબ, ચીનના 18 ટનના લોન્ગ માર્ચ 5બી (Long March 5B) નામનું આ રોકેટ હિન્દ મહાસાગર (Indian Ocean)માં પડ્યું છે. જોકે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે રોકેટ પડ્યા બાદ કેટલું નુકસાન થયું છે.

ચીનના મીડિયાએ જણાવ્યું કે, Long March 5B રોકેટનો કેટલોક હિસ્સાએ બીજિંગના સમય અનુસાર સવારે 10:24 વાગ્યે વાયુમંડળમાં પ્રવેશ કર્યો અને એક સ્થાન પર પડ્યો. રોકેટનો જે હિસ્સો પડ્યો છે તે 72.47 ડિગ્રી પૂર્વ અને અક્ષાંશ 2.65 ડિગ્રી ઉત્તરમાં સ્થિત છે. નિર્દશાંકે ભારત અને શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમમાં દરિયામાં પ્રભાવનું બિંદુને રાખ્યું. તેની સાથે જ કહેવામાં આવ્યું કે મોટાભાગનો કાટમાળ વાયુમંડળમાં પ્રવેશતા જ સળગી ગયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ, માલદીવની પાસે દરિયામાં કાટમાળ પડેલો જોવા મળ્યો.

આ પણ વાંચો, મળી ગયો પુરાવો! 6 વર્ષથી કોરોના વાયરસ ફેલાવવાની ફિરાકમાં હતું ચીન, આ હતી યોજના

નોંધનીય છે કે, જ્યારથી એ વાતની જાણકારી મળી હતી કે ચીન તરફથી અંતરિક્ષમાં મોકલવામાં આવેલું એક મોટું રોકેટ અનિયંત્રિત થઈ ગયું છે, ત્યારથી અંતરિક્ષ વિજ્ઞાની એ વાતને લઈ ચિંતિત હતા કે રોકેટ પૃથ્વી પર ક્યાં જઈને પડશે.

આ પણ વાંચો, Mother's Day 2021: મમ્મીને ગિફ્ટ કરો શાનદાર સ્માર્ટફોન, કિંમત 10 હજારથી પણ ઓછી

જોકે, ચીનના વિદેશ મંત્રાલયે પહેલા જ દાવો કર્યો હતો કે રોકેટનો કચરો નુકસાન નહીં પહોંચાડે. તેનાથી પૃથ્વીના વાતાવરણમાં આવવા દરમિયાન જ મોટાભાગનો હિસ્સો સળગી જશે. ચીને Long March 5B Y2ને 29 એપ્રિલે લૉન્ચ કર્યું હતું. તેના દ્વારા ચીન અંતરિક્ષમાં નવું સ્પેસ સ્ટેશન બનાવવા માંગતું હતું. તે ધરતીની ઉપર 170 કિલોમીટરથી 372 કિલોમીટરની ઊંચાઈની વચ્ચે તરી રહ્યું છે.
" isDesktop="true" id="1094960" >

શું હતો ચીનનો પ્લાન?

ચીને પ્લાનિંગ કર્યું હતું કે આ રોકેટના માધ્યમથી સ્પેસમાં Tiangong નામનું ચીની સ્પેસ સ્ટેશન બનાવવામાં આવે, જે 2022 સુધી પૂરું થઈ જાય. ત્યારબાદ આ સ્પેસ સ્ટેશન પૃથ્વીના ચક્કર લગાવીને પૃથ્વીની જાણકારી સ્પેસથી આપશે. પરંતુ હવે અહેવાલો છે કે આ રોકેટ ચીને સાથે કન્ટ્રોલ ગુમાવી દીધો છે અને તેનો કાટમાળ અનેક દેશો પર પડીને તબાહી મચાવી શકે છે. એક્સપર્ટ્સ મુજબ, ચીનને પણ તેની જાણકારી છે પરંતુ હજુ સુધી તેને લઈને તેમણે કોઈ ચેતવણી જાહેર નથી કરી.
First published:

Tags: Indian Ocean, World news, માલદિવ