શી જિનપિંગ ચેન્નઈ પહોંચ્યા, મહાબલીપુરમાં PM મોદી કરશે 'વડક્કમ'

News18 Gujarati
Updated: October 11, 2019, 3:11 PM IST
શી જિનપિંગ ચેન્નઈ પહોંચ્યા, મહાબલીપુરમાં PM મોદી કરશે 'વડક્કમ'
મહાબલીપુરમમાં બંને મહાશક્તિઓના નેતાઓ મળી રહ્યા હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે

મહાબલીપુરમમાં બંને મહાશક્તિઓના નેતાઓ મળી રહ્યા હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે

  • Share this:
ચેન્નઈ : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) બે દિવસના પ્રવાસે શુક્રવારે ભારત પહોંચી ચૂક્યા છે. જિનપિંગનું ચેન્નઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. થોડીવારમાં તેમની પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) તમિલનાડુના દરિયાકાંઠે આવેલા શહેર મહાબલીપુરમાં આયોજિત થનારા બીજી દ્વિપક્ષીય અનૌપચારિક શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. બંને નેતા આ પહેલા 14 વાર મળી ચૂક્યા છે. બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત હશે. આ પહેલા વર્ષ 2018માં પીએમ મોદીએ વુહાનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

મહાબલીપુરમાં પીએમ મોદી અને શી જિનપિંગનો શું કાર્યક્રમ રહેશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પોતાની મિત્રતાને વધુ આગળ લઈ જવા માટે સૌથી પહેલા અર્જુન પેનેંસ જશે. અર્જુન પેનેંસ વિશે કહેવાય છે કે, ત્યાં એક વિશાળ શિલાપટ્ટી છે, જેમાં અનેક પ્રકારની આકૃતિ બનાવવામાં આવી છે. આ સ્થળ વિશે માન્યતા છે કે આ તસવીરો ગંગાને ધરતી પર લાવવાની વાત વર્ણવામાં આવી છે. તેની સાથે કેટલાક લોકો એમ પણ માને છે કે ભગવાન શિવથી પશુપતાસ્ત્ન મેળવવા માટે અર્જુને અહીં એક વૃક્ષ પર ઊભા રહીને આકરી તપસ્યા કરી હતી.

અર્જુન પેનેંસની આ વિશાળ શિલાપટ્ટી જોયા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચરથ જશે. ત્યાં પાંચ અધૂરા રથ બનેલા છે, જેના વિશે માન્યતા છે કે આ તમામ રથ પાંચેય પાંડવોના છે. ત્યારબાદ બંને દેશોના નેતા સમુદ્ર કિનારે બનેલા તટ મંદિર જશે. આ મંદિરની પાસે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતનું નૃત્ય સંગીત અને પરંપરાથી રૂબરૂ થશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો બે દિવસનો પ્રવાસનું શિડ્યૂલ

11 ઑક્ટોબર (શુક્રવાર)

- 01.45 PM: મહાબલીપુરમ એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું પ્લેન ઉતરશે. એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવશે.
- 02.10 PM: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એરપોર્ટથી હોટલ ITC ગ્રેન્ડ માટે રવાના થશે. થોડા આરામ બાદ શી જિનપિંગ મહાબલીપુરમ માટે રવાના થશે.
- 04.00 PM: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહાબલીપુરમ પહોંચશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે હશે.
- 05.00 PM: ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી અર્જુનની તપસ્યા સ્થળ, પંચરથ, મલ્લમપુરમના શોરે મંદિરની મુલાકાત લેશે.
- 06.00 PM: બંને દેશોના નેતા સમુદ્ર કિનારે આવેલા તટ મંદિર જશે અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.
- 06.45 PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે ડિનરમાં સામેલ થશે.

12 ઑક્ટોબર (શનિવાર)

- 10.00થી 10.40 AM: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થશે.
- 10.50થી 11.40 AM: ભારત-ચીનની વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત થશે
- 11.45 AMથી 12.45 PM: ચીનના રાષ્ટ્રપતિના સન્માનમાં લંચનું આયોજન
- 2.00 PM: પીએમ મોદી દિલ્હી માટે રવાના થશે, શી જિનપિંગ બીજિંગ માટે રવાના થશે.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर