ચીન કરી રહ્યું છે યુદ્ધની તૈયારી? તિબેટ પાસે રાતના અંધારામાં લડાઈનો કર્યો અભ્યાસ

News18 Gujarati
Updated: June 3, 2020, 10:45 AM IST
ચીન કરી રહ્યું છે યુદ્ધની તૈયારી? તિબેટ પાસે રાતના અંધારામાં લડાઈનો કર્યો અભ્યાસ
પ્રતીકાત્મક તસવીર

ચીનના આ યુદ્ધ અભ્યાસનું લક્ષ્ય દુર્ગમ ક્ષેત્રોમાં લડાઈની ટ્રેનિંગ અને રાતમાં હુમલો કરવા પર જ કેન્રીટેત હતું

  • Share this:
બીજિંગઃ ભારત-ચીન સરહદ વિવાદ (India-China Border Dispute)માં ભલે બંને દેશ વાતચીત અને ડિપ્લોમસી દ્વારા મામલો ઉકેલવાની વાત કરી રહ્યા હોય પરંતુ પડદાની પાછળ બંને સેનાઓએ કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિ માટે તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ ચીની સેના (People's Liberation Army-PLA) ભારત-તિબેટ સરહદની પાસે યુદ્ધ અભ્યાસ કરી રહી છે. ચીને તિબેટ મિલિટ્રી કમાન્ડ પર માત્ર પહાડો પર લડવા માટે ઉપયોગમાં લેવાતાં હથીયાર મોકલ્યા છે. તેઓએ રાતના સમયે કેવી રીતે યુદ્ધ લડી શકાય તેનો પણ અભ્યાસ કર્યો છે.

ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ ચીનની People's Liberation Armyની તિબેટ કમાન્ડે હાલમાં ઊંચાણવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને રાતના સમયે યુદ્ધ માટેનો અભ્યાસ કર્યો છે. આ યુદ્ધ અભ્યાસનું લક્ષ્ય દુર્ગમ ક્ષેત્રોમાં લડાઈની ટ્રેનિંગ અને રાતમાં હુમલો કરવા પર જ કેન્રીતનત હતું. આ યુદ્ધ અભ્યાસ સમુદ્ર તટથી 4700 મીટની ઊંચાઈ પર તિબેટ સરહદની પાસે કરવામાં આવ્યું. રિપોર્ટ મુજબ રાતના એક વાગ્યે સમગ્ર બટાલિયને તિબેટના તંગ્ગુલિયા માઉન્ટેની તરફ નિશાન બનાવીને યુદ્ધ અભ્યાસ કર્યો. આ દરમિયાન તમામ ગાડીઓએ પોતાની લાઇટો બંધ રાખી અને નાઇટ વિઝન ડિવાઇસની મદદથી યુદ્ધ લડવાનો અભ્યાસ કર્યો. અંધારામાં યુદ્ધ લડવાનો સૌથી મોટો ફાયદો માનવામાં આવે છે કે તેમાં ડ્રોન હુમલાથી બચી શકાય છે.

આ પણ વાંચો, 5 KM/સેકન્ડની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ

ચાઇનીઝ સેન્ટ્રલ ટીવી એ સોમવારે એક કાર્યક્રમ દરમિયાન આ યુદ્ધ અભ્યાસની જાણકારી આપી છે. આ અભ્યાસમાં આમને-સામનેની લડાઈ, સ્નાઇપર અટેક, લાઇટ આર્મ્ડ વ્હિકલ અટેક અને એન્ટી ટેન્ક રોકેટ દ્વારા હુમલોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ યુદ્ધ અભ્યાસમાં દુશ્મનને ભાળ ન થાય તે રીતે તેના બેઝ પર પહોંચવું અને તેને નષ્ટ કરવાની ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અભ્યાસ દરમિયાન 2000થી વધુ મોર્ટાર, રાઇફલ ગ્રેનેડ, એન્ટી ટેન્ક રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. આ અભ્યાસ કમાન્ડર ઓફ સ્કાઉટ બટાલિયન મા કિનની દેખરેખમાં કરવામાં આવ્યો. મા કિને જણાવ્યું કે આ અભ્યાસ માત્ર ઓછા ઓક્સિજનવાળા વિસ્તારોમાં યુદ્ધ લડવાની ટેકનીકમાં પારંગત થવાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો હતો. બીજી તરફ ચીની વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે ભારતની સાથે હકારાત્મક વાતચીત ચાલી રહી છે અને સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચો, ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાના પ્રયાસમાં ચીની સેના! લદાખ પાસે ઉડી રહ્યા છે ફાઇટર પ્લેન

Poll:View Survey


 
First published: June 3, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading