તપાસ એજન્સીઓને ઘણી માહિતી મળી છે તેને આધારે હાલ તપાસ ચાલુ છે - ફાઇલ તસવીર
Chinese Loan App Scam: આ કૌભાંડનો ખુલાસો થતા જ અંદાજે 3 કંપનીઓ પ્રવર્તન નિદેશાલયના રડાર પર આવી ગઈ હતી. તેમણે એક ચીની નાગરિકની સાથે મળીને આ કૌભાંડને અંજામ આપ્યો હતો. ત્યારે ન્યૂઝ18ને માહિતી મળી હતી કે, છેતરપિંડી કરનારી આ કંપનીઓએ બેંગ્લોરની એક ઓફિસનું એડ્રેસ આપ્યું હતું. તેની લીઝ 2021ના માર્ચ મહિનામાં જ પૂરી થઈ ગઈ હતી.
બેંગ્લોરઃ ચાઇનીઝ લોન એપ કૌભાંડ મામલે બ્રિકસ્પેસની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તેણે પણ આ કેસમાં પીડિત હોવાની જાહેરાત કરી દીધી છે. આ કૌભાંડમાં એક ચીની નાગરિક સાથે મળીને કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો અને ઘણાં લોકો સાથે છેતરપિંડી આચરી હતી. તેવામાં યેલો ટ્યૂન ટેક્લોલોજી, મૂડમેટ ટેક્નોલોજી અને ફિનરૂટ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે. બ્રિકસ્પેસ કો-વર્કિંગ સ્પેસમાં તેમની ઓફિસ આવેલી હતી. ન્યૂઝ18ને જાણવા મળ્યું હતું કે, છેતરપિંડી કરનારી આ કંપનીઓનું રજિસ્ટર્ડ એડ્રેસ તરીકે બેંગ્લોર સ્થિત સહકાર્યસ્થળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની લિઝ માર્ચ 2021માં જ પૂરી થઈ ગઈ હતી.
ન્યૂઝ18 સાથે વાતચીત કરતા બ્રિકસ્પેસના એક અધિકારીએ દાવો કર્યો હતો કે, સરકારને સંપૂર્ણ રીતે ફિઝિકલ વેરિફિકેશન અને પુનઃપરીક્ષણ પ્રકિયાને લાગુ કરવામાં આવે. કંપનીઓ રજિસ્ટર્ડ સરકારી દસ્તાવેજ જેમ કે, પાન અને આધાર કાર્ડ તથા જીએસટી નંબરની સાથે કોવર્કિંગ પ્રોવાઇડર સાથે સંપર્ક કરે છે. બિઝનેસ માટે જે કંપનીઓને જગ્યા ભાડે આપવામાં આવે છે તેમના પાન અથવા આધારકાર્ડને અમે કેવી રીતે વેરિફાય કરી શકીએ?
ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં ન્યૂઝ18 સતત ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરી રહ્યુ હતુ. તેમાં ભારતમાં ચાલનારી 1000થી વધુ ગેરકાયદેસર કંપનીઓ સામેલ હતી. તેની તપાસ માટે સરકારે બેંગ્લોર, હૈદરાબાદ અને ગુરુગ્રામમાં મોટા પ્રમાણમાં દરોડા અને તપાસ શરૂ કરી દીધી હતી. ન્યૂઝ18ની તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, કેવી રીતે આ કંપનીઓને એક જ એડ્રેસથી રજિસ્ટર્ડ કરવામાં આવી હતી અને તે કંપનીનું મુખ્ય કાર્યાલય પરિસરમાં ક્યાંય મળ્યું નહોતું.
કોવર્કિંગ સ્પેસ પ્રોવાઇડરે કહ્યુ હતુ કે, તેમની લિઝ પૂરી થઈ ગઈ હોવા છતાં કંપનીઓએ તેમના એડ્રેસનો ગેરકાયદેસર ઉપયોગ ચાલુ રાખ્યો હતો અને તેથી હવે તેને જોડવામાં આવે છે. એક અધિકારીએ કહ્યુ હતુ કે, અમે ઘણી એજન્સીઓને આ મામલે અપડેટ કરી હતી કે, આ કંપનીઓ અમારા એડ્રેસનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ અમે આ મામલે અમુક હદ સુધી જ જઈ શકીએ છીએ. આ કોવર્કિંગ સ્પેસ ફર્મે કોર્પોરેટ મામલાના મંત્રાલયને પણ પત્ર લખી તેના એડ્રેસથી રજિસ્ટર થયેલી કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરવાની માગ કરી હતી, તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ છેતરપિંડી કરતી કંપનીઓએ સહકાર્યસ્થળનો દુરુપયોગ કર્યો છે.
કંપનીઓની ગેરકાયદેસર કામગીરી મામલે મંત્રાલયને સૂચના આપી હતી
એક અન્ય વિશ્વસનીય કંપનીના અધિકારીએ દાવો કર્યો હતો કે, તેમણે આંતરિક તપાસ કરીને જાણ્યું હતું કે, અન્ય 35 કંપનીઓ પણ કંપનીના એડ્રેસનો દુરુપયોગ કરે છે. કોવર્કિંગ સ્પેસ પ્રોવાઇડરે સ્પષ્ટ કર્યુ હતુ કે, તેઓ ગેરકાયદેસર ગતિવિધીઓમાં સામેલ કંપનીઓ વિશે જાણતા નથી, પરંતુ કોર્પોરેટ મામલાના મંત્રાલય અને તપાસ એજન્સીઓને સૂચના આપવામાં આવી હતી કે, તે કંપનીઓની લિઝ પૂરી થઈ ગઈ હોવા છતાં કંપનીના એડ્રેસનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રહી છે.
કોવર્કિંગ સ્પેસ પ્રોવાઇડર સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યુ હતુ કે, ‘અમે માનીએ છીએ કે એક એગ્રિમેન્ટ તૈયાર કરવા માટે અમને આપવામાં આવેલા દસ્તાવેજ સાચા છે કારણ કે તે સરકાર દ્વારા આપવામાં આવ્યા હોય છે. કોઈ કંપની તેની સત્યતા કેવી રીતે ચકાસી શકે? અમારું કામ દસ્તાવેજ જોઈને જગ્યા આપવાનું છે અને અમે તે જ કર્યું છે, તો પછી અમે કેવી રીતે આ તપાસમાં છીએ?’ તો અન્ય એક અધિકારી કહે છે કે, ‘અમે કંપની અને તેના કામ વિશે કંઈ જાણતા નથી. અમે માત્ર જમીનના માલિક છીએ કે જે જગ્યા આપે છે. કંપનીઓની સત્યતા ચકાસવાનું કામ અમારું નથી.’
કંપનીઓની છેતરપિંડીની સજા અમને મળી
ન્યૂઝ18ના ખુલાસાથી સમગ્ર કોવર્કિંગ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. મહામારી અને લોકડાઉન દરમિયાન કેટલીય કંપનીઓએ કંપનીઓને રજિસ્ટર કરવા અથવા વર્ચ્યુઅલ ઓફિસ માટે કોવર્કિંગ સ્પેસ પ્રોવાઇડરને સંપર્ક કર્યો હતો. તે દરમિયાન છેતરપિંડી કરનારી કંપનીઓને રજિસ્ટર થવાનો મોકો મળ્યો હતો.
બ્રિકસ્પેસના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, લોકડાઉન દરમિયાન કોવર્કિંગ સ્પેસ પ્રોવાઇડરે કેટલીય કંપનીઓને સરળતાથી સંચાલન કરવાની મંજૂરી આપી દીધી હતી. છેતરપિંડી કરનારા લોકોએ બોગસ ઇલેક્ટ્રોનિક કેવાઇસી અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કર્યો, જે હવે જમીન માલિક માટે મુશ્કેલીનું કારણ બન્યાં છે. માત્ર અમે જ નહીં, આખી કોવર્કિંગ ઇન્ડસ્ટ્રી આ તકલીફમાંથી પસાર થઈ રહી છે. આ મામલે સરકાર દ્વારા કોઈપણ ભૌતિક સત્યત નથી કરવામાં આવ્યું, ઇકેવાયસીનો દુરુપયોગ કરવામાં આવે છે.
લિઝ પૂરી થઈ તે કંપનીઓએ છેતરપિંડી આચરીઃ પ્રવક્તા
કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કેટલીક કંપનીઓની લીઝ પૂરી થઈ ગઈ છે તેમણે જ છેતરપિંડી આચરી છે. પરંતુ તપાસ એજન્સીઓ અમારા સરનામે આવે છે અને આ આખા કેસમાં અમે ફસાઈ ગયા છીએ.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર