ટ્રમ્પનો દાવો- હોંગકોંગની સરહદે ચીન ખડકી રહ્યું છે પોતાનું સૈન્ય

એરપોર્ટ ખાતે દેખાવો.

અમેરિકાના (America) રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump) દાવો કર્યો છે કે ચીનની (China) સરકાર હોંગકોંગની (Hong Kong) સરહદ પર તાબડતોબ સૈન્યનો ખડકલો કરી રહ્યું છે.

 • Share this:
  દુનિયાના સૌથી સુંદર શહેર ગણાતા હોંગકોંગમાં આજકાલ હિંસા વધી રહી છે. પ્રત્યાર્પણ બિલને લઈને લોકતંત્રના હજારો સમર્થક દેખાવકારોએ એરપોર્ટનો ઘેરાવ કર્યો હતો. ઉગ્ર પ્રદર્શન જોતા ચીનની સરકારે હોંગકોંગની સરકારને ઝડપથી કાર્યવાહી કરવાનું કહ્યું છે. આની સાથે જ ચીને અનેક શહેરની સરહદો પર બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી દીધી છે. જે બાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે.

  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીનની સરકાર હોંગકોંગ બોર્ડર પર ઝડપથી સૈન્ય વધારી રહી છે. ટ્રમ્પે ટ્વિટ કર્યું કે, "અમારા જાસૂસી તંત્રએ કહ્યું છે કે ચીનની સરકાર હોંગકોંગની સરહદ તરફ સૈન્ય વધારી રહી છે. તમામ લોકો શાંત અને સુરક્ષિત રહે."

  આ પહેલા પણ ટ્રમ્પે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે હોંગકોંગમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન માટે તેમને શા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યુ, "હોંગકોંગમાં થઈ રહેલી પરેશાની માટે લોકો મને અને અમેરિકાને જવાબદાર ઠેરવી રહ્યા છે. મને સમજાઈ નથી રહ્યું કે આવું કેમ?"

  બે દિવસ પછી શરૂ થયો એર ટ્રાફિક

  એરપોર્ટ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા છેલ્લા બે દિવસથી વિમાની સેવા રોકી દેવામાં આવી હતી. જોકે, ચીનની ધમકી પછી એરપોર્ટ પર વિમાનની અવરજવર શરૂ થઈ ગઈ છે. હોંગકોંગમાં બગડી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત અને અમેરિકા જેવા દેશોએ પોતાના નાગરિકો માટે એડ્વાઇઝરી જાહેર કરી છે.

  દુનિયાના સૌથી વ્યસ્ત ગણાતું હોંગકોંગ એરપોર્ટ મંગલવારે શાંત રહ્યું હતું. એરપોર્ટ પર એક પણ વિમાન ઉડાન ભરી શક્યું ન હતું. એરપોર્ટ બહાર હજારોની સંખ્યામાં દેખાવકારો સરકારનો વિરોધ કરી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને એરપોર્ટમાં એક પણ વાહનને અંદર જવા દેવાની છૂટ આપવામાં આવી ન હતી. આ એરપોર્ટ પર દરરોજ આશરે બે લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે. જોકે, દેખાવને કારણે 300 જેટલી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે.

  Anti-extradition bill demonstrators attend a protest at the departure hall of Hong Kong Airport, China August 12, 2019. REUTERS/Issei Kato


  શા માટે વિરોધ?

  હકીકતમાં ચીનની સરકારે એક કાયદો બનાવ્યો છે જે મુજબ કોઈ વ્યક્તિ ગુનો કરીને હોંગકોંગ આવી જાય તો તેને તપાસ પ્રક્રિયામાં સામેલ થવા માટે ચીન મોકલી દેવામાં આવશે. હોંગકોંગ સરકાર આ કાયદામાં સંશોધન માટે ફેબ્રુઆરીમાં પ્રસ્તાવ લાવી હતી. આ સંશોધનનો પ્રસ્તાવ એ ઘટના બાદ લાવવામાં આવ્યો હતો જ્યારે તાઇવાનનો એક વ્યક્તિ પોતાની પ્રેમિકાની કથિત રીતે હત્યા કરીને હોંગકોંગ ભાગી આવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: