આ દિવાળીએ ચીનનું દેવાળું નીકળ્યું! 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

News18 Gujarati
Updated: October 16, 2020, 3:26 PM IST
આ દિવાળીએ ચીનનું દેવાળું નીકળ્યું! 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન
દિવાળી

દિવાળીમાં એક મહિના પહેલા ખરીદી શરૂ થઇ જાય છે. પણ આ વખતે ચીનથી એક પણ સામાન ભારત નથી આવ્યો.

  • Share this:
દિવાળી પર ઘર અને ઓફિસને સજાવટથી લઇને પોતાના માટે નવા કપડા અને ચંપલ લેવાની શરૂઆત સામાન્ય રીતે લોકો દિવાળીના એક મહિના પહેલા જ કરી લેતા હોય છે. દિવાળીના સમયે ફટાકડાથી લઇને ચંપલ અને કપડાં સાથે સંકયાળેલા તમામ લોકોને મોટો ફાયદો થઇ જાય છે. સામાન્ય રીતે ફટાકડાથી લઇને લાલટેન જેવી ખરીદી માટે લગભગ 40 હજાર કરોડ રૂપિયાનો સામાન ખાલી ચીનથી આવે છે.

તેમાં 5 રૂપિયાની ફુલઝડીથી લઇને હજારો રૂપિયોના ફેન્સી આઇટમનો સમાવેશ થાય છે. જે ચીનથી આવે છે. જો કે ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ચીનથી આ કરોડો રૂપિયાનો સામાન સમયસર નથી આવ્યો.તેવામાં દિવાળઈાં ચીનને સારું એવું નુક્શાન થયું છે.

દીવાળી પર મોટા ભાગનો સામાન ચીનથી આવે છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ જણાવે છે કે ચીનથી ઘર અને ઓફિસના સજાવટનું કામ સમેત દિવાળીમાં થતી પૂજામાં સામેલ આઇટમ પણ હવે આવવા લાગી છે. જેમાં સુંદર લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ પણ સામેલ છે. સાથે જ બાળકોના ફટાકડાનું પણ મોટું બજાર છે.

દિવાળીમાં એક મહિના પહેલા ખરીદી શરૂ થઇ જાય છે. જેમાં ફેબ્રિક, ટેક્સટાઇલ, હાર્ડવેર, ફૂટવેર, ગારમેન્ટ, કિચન પ્રોડક્ટ, ગિફ્ટ આઇટમ, ઇલેક્ટ્રોનિક્સ અને ફેન્સી લાઇટો પણ સામેલ છે. પણ ડોકલામ, લદાખ વિવાદના કારણે આ વખતે ચીનથી કોઇ પણ સામાન નથી આવ્યો.

વધુ વાંચો : કોંગ્રેસ નેતાનો આરોપ- બોલિવૂડમાં BJPનું ડ્રગ્સ કનેક્શન છે જેથી NCB તપાસ નથી કરી રહી

કેટમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે દેશમાં જ નહીંક પણ વિદેશોમાં ભારતીય સામાનની માંગ વધી છે. આ વર્ષે દિવાળીથી જોડાયેલો દેશી સામાન જેમ કે દીવા, વિજળીની લાકડી, પૂજાની સામગ્રી, માટીની મૂર્તિઓ સમેત અનેક સામાનનું ઉત્પાદન ભારતીય કારિગરો કરે છે.

દેશી કારીગરો કામ હવે ભારતીય વેપારી સુધી પહોંચ્યું. અને વિદેશ પણ ઓનલાઇન, સોશિયલ મીડિયા પ્રોગ્રામ અને વચ્યુઅલ પ્રદર્શની દ્વારા દેશભરનો સામાન વેચાઇ રહ્યો છે.
Published by: Chaitali Shukla
First published: October 16, 2020, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading