કારચાલકે SMSનો જવાબ આપવાં છોડ્યું સ્ટિયરિંગ, કાર ઊડીને નદીમાં ખાબકી, જુઓ Video

News18 Gujarati
Updated: March 6, 2020, 4:03 PM IST
કારચાલકે SMSનો જવાબ આપવાં છોડ્યું સ્ટિયરિંગ, કાર ઊડીને નદીમાં ખાબકી, જુઓ Video
10 મિનિટ પહેલા જ મળ્યું હતું ડ્રાઇવિંગ લાઇસન્સ, મોબાઇલ પર શુભેચ્છાઓનો જવાબ આપવાં જતાં થઈ જોવા જેવી!

10 મિનિટ પહેલા જ મળ્યું હતું ડ્રાઇવિંગ લાઇસન્સ, મોબાઇલ પર શુભેચ્છાઓનો જવાબ આપવાં જતાં થઈ જોવા જેવી!

  • Share this:
ચીન (China)માં એક વ્યક્તિએ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યાની 10 મિનિટ બાદ જ પોતાની કારને સીધી નદીમાં ડૂબાડી દીધી. ડ્રાઇવરનું નામ ઝાંગ (Zhang) હોવાનું બહાર આવ્યું છે. સિક્યિોરિટી કેમેરા (Security Cameras) માં અકસ્માત (Accident)ના ફુટેજ રેકોર્ડ થઈ ગયા. કોઈ રેલિંગ વગરના પુલ પરથી કાર પસાર થઈ રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ. કારચાલક કથિત રીતે મોબાઇલ પર આવેલા અભિનંદનના મેસેજનો જવાબ આપવામાં વ્યસ્ત હતો. તેના મિત્રો અને સંબંધીઓ તેને ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) મળવાના અભિનંદન આપી રહ્યા હતા. તે કાર ચલાવતાં-ચલાવતાં શુભેચ્છાઓનો જવાબ આપી રહ્યો હતો.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, આ ઘટના 21 ફેબ્રુઆરીએ ચીનના શહેર જૂનીમાં બની હતી. જૂની ટ્રાફિક પોલીસે ચીનના સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ વીબો પર દુર્ઘટનાનો વીડિયો શૅર કરતાં લખ્યું કે કારના માલિકે દુર્ઘટનાથી ઠીક 10 મિનિટ પહેલા પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું. વીડિયો દરેક સ્થળે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, આ વીડિયોને યૂટ્યૂબ પર મિસ્ટર હીરો નામના યૂઝરે શૅર કર્યો છે.


આ પણ વાંચો, Bullet Rani: દુલ્હનની બુલેટ એન્ટ્રી જોઈ વરરાજા અને જાનૈયા ડઘાઈ ગયા!

ફૉક્સ ન્યૂઝથી વાત કરતાં ઝાંગે જણાવ્યું, 'જ્યારે હું કાર ચલાવી રહ્યો હતો, અચાનક મારા ફોન પર શુભેચ્છાના સંદેશ આવ્યા. જ્યારે મેં જવાબ આપવા માટે ફોન ઉઠાવ્યો તો સામેથી બે લોકો આવી રહ્યા હતા. હું ગભરાઈ ગયો અને કારને અચાનક ડાબી તરફ વાળી દીધી.' કારચાલકે આ ઉપરાંત કહ્યું કે, 'મેં નવી નંબર પ્લેટ લગાવી હતી અને દુર્ઘટના થવાની 10 મિનિટ પહેલા સુધી કાર ચલાવી હતી.'

આ પણ વાંચો, Uber ડ્રાઇવરે યુવતીને સંભળવાવ્યું સુરીલું ગીત, ઇન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ
First published: March 6, 2020, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading