લદાખ LAC તરફ આવતાં ચીની હેલિકૉપ્ટરોને ભારતીય વાયુસેનાએ રોક્યા, ‘ડ્રેગન’ની ચાલને કરી નિષ્ફળ

News18 Gujarati
Updated: May 12, 2020, 11:31 AM IST
લદાખ LAC તરફ આવતાં ચીની હેલિકૉપ્ટરોને ભારતીય વાયુસેનાએ રોક્યા, ‘ડ્રેગન’ની ચાલને કરી નિષ્ફળ
પ્રતિકાત્મક તસવીર

ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેનોએ હેલિકૉપ્ટરોને પીછો કરી તેમને ચીનની સરહદમાં પાછા ધકેલી દીધા

  • Share this:
નવી દિલ્હીઃ ઉત્તર સિક્કિમ (North Sikkim)માં LAC એટલે કે લાઇન ઓફ એક્ચૂઅલ કન્ટ્રોલ પર ભારતીય સેના (Indian Army)ના જવાનો અને ચીની પીપલ્સ લિબરેશન (PLA)ના જવાનો સામસામે આવ્યા બાદ લદાખ (Ladakh) સરહદ પર ચીની હેલિકૉપ્ટરો જોવા મળ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ભારતીય વાયુસેના (Indian Air Force) એલર્ટ થઈ ગયું અને ફાઇટર પ્લેનોએ તાત્કાલિક ચીની હેલિકૉપ્ટરોનો પીછો કર્યો અને તેમને પાછળ ધકેલી દીધા. સમાચાર એજન્સી ANIના એક રિપોર્ટ મુજબ આ ઘટના ગત સપ્તાહે તે સમયે બની જ્યારે ઉત્તર સિક્કિમમાં ભારતીય સેનાના જવાનો અને ચીની સૈનિકો સામસામે આવી ગયા હતા.

ANI મુજબ સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ચીની સૈન્ય હેલિકૉપ્ટર વાસ્તવિક નિયંત્રણ રેખાની ખૂબ નજીક ઉડાન ભરી રહ્યા હતા. તેમની મૂવમેન્ટને ખતમ કર્યા બાદ, ભારતના ફાઇટર પ્લેનોએ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું.

આ પણ વાંચો, સિક્કિમ બોર્ડર પર ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, બંને તરફના જવાનો થયા ઘાયલ

પહેલા પણ લદાખમાં આવ્યા હતા ચીની પ્લેન

સમાચાર એજન્સી મુજબ નામ ન પ્રકાશિત કરવાની શરતે સરકારી સૂત્રોએ જણાવ્યું કે ચીની હેલિકૉપ્ટરે ભાતીય સરહદની અંદર LACને પાર નહોતું કર્યું. ભારતીય વાયુસેનાના અન્ય પ્લેનનીન સોથ જ સુખોઈ 30MKI ફાઇટર પ્લેનના બેઝ લદાખના લેહથી ઉડાન ભરી છે. આ પહેલા પણ અનેકાવાર ચીની સૈન્ય હેલિકૉપ્ટરે લદાખ સેક્ટરમાં ભારતની એરસ્પેસમાં પ્રવેશ કર્યો છે અને જાણી જોઈને ભારતના હિસ્સાવાળા વિસ્તાર પર હિસ્સેદારીનો દાવો કરવાના સંકેત આપ્યા છે.નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ભારત- પાકિસ્તાન સરહદે પણ F16 ફાઇટર પ્લેન જોવા મળ્યા બાદ આ મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો, સાવધાનઃ ધરતી પર બીજા ગ્રહથી લાવેલા સેમ્પલથી વધુ શકે છે વાયરસનો ખતરો!
First published: May 12, 2020, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading