અમેરિકામાં રવિવારથી ટિકટોક અને WeChat પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: September 18, 2020, 10:24 PM IST
અમેરિકામાં રવિવારથી ટિકટોક અને WeChat પર પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર

અમેરિકામાં ટિકટોકના લગભગ 100 મિલિયન એટલે કે 10 કરોડ યૂઝર્સ છે

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં સોશિયલ મીડિયા વીડિયો એપ ટિકટોક (Tiktok banned in America)અને મેસેન્જર એપ વીચેટ પર (We Chat banned in US)પ્રતિબંધ પછી હવે અમેરિકાએ પણ રવિવારથી આ બંને ચાઇનીઝ એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આમ જોઈએ તો ભારત પછી હવે અમેરિકાએ પણ ચીનને મોટો ફટકો પાડ્યો છે. આ એપ પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકામાં છેલ્લા ઘણા સપ્તાહથી ચર્ચા ચાલી રહી હતી. જે પછી રવિવારે બંને એપ પૂરી રીતે પ્રતિબંધ થઇ જશે. અમેરિકામાં ટિકટોકના લગભગ 100 મિલિયન એટલે કે 10 કરોડ યૂઝર્સ છે.

રાષ્ટ્રપિત તરફથી જાહેર નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે એપ્સના ઉપયોગકર્તા પાસેથી મોટી સંખ્યામાં જાણકારી લેવામાં આવી રહી છે અને આ જોખમ વાસ્તવિક છે. આ ડેટાને સંભવત ચીની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા એક્સેસ કરવામાં આવી શકે છે. આ ડેટા સંભવિત રૂપથી ચીનને સંઘીય કર્મચારીઓના સ્થાનોને ટ્રેક કરવા, બ્લેકમેલ કરવા માટે વ્યક્તિગત જાણકારીના ડોઝિયર બનાવવા અને કોર્પોરેટ જાસુસી કરાવવાની મંજૂરી આપી શકે છે.


આ પણ વાંચો - IPL 2020: કોની ટીમમાં રમશે કયો ખેલાડી, આઈપીએલની આઠ ટીમોના પ્લેયર્સ વિશે જાણો

અમેરિકા તરફથી ટિકટોકને 45 દિવસોની અંદર વેચવા કે ફરી પ્રતિબંધ માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકા તરફથી આ ચેતવણીને ચીને ગેંગસ્ટર તર્ક અને દિન દહાડે લૂંટ ગણાવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે આ મુદ્દે કહ્યું કે કોઈ સાબિતી વગર અમેરિકન પ્રશાસન અંદાજના આધારે તેની દોષિત માનીને ટિકટોકને 45 દિવસોની અંદર વેચવા મજબૂર કરે છે. આ પગલું પુરી રીતે અપમાનજનક છે.
Published by: Ashish Goyal
First published: September 18, 2020, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading