ભારતમાં 59 એપ્સ પ્રતિબંધિત થતાં ચીને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, સમગ્ર મામલા પર છે નજર

News18 Gujarati
Updated: June 30, 2020, 2:29 PM IST
ભારતમાં 59 એપ્સ પ્રતિબંધિત થતાં ચીને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, સમગ્ર મામલા પર છે નજર
ચીને કહ્યું કે, ભારતની જવાબદારી છે કે તેઓ વિદેશી રોકાણકારોના કાયદાકિય અધિકારોનું સન્માન કરે

ચીને કહ્યું કે, ભારતની જવાબદારી છે કે તેઓ વિદેશી રોકાણકારોના કાયદાકિય અધિકારોનું સન્માન કરે

  • Share this:
બીજિંગઃ ભારત સરકારે 59 ચાઇનીઝ એપ્સ (India Bans Chinese Apps) પર પ્રતિબંધ મૂક્યા બાદ ચીન તરફથી પહેલી સત્તાવાર પ્રતિક્રિયા આવી છે. ચીન (China)એ મંગળવારે કહ્યું કે તેઓ આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે અને તેને લઈને ચિંતિત પણ છે. ચીનનું કહેવું છે કે હજુ સુધી મામલા વિશે જાણકારી એકત્ર કરી રહ્યા છે. આ પહેલા ચીની મીડિયાએ ભારત પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભારત ચાઇનીઝ સામાન પ્રતિબંધ કરવા માટે એવી જ નીતિ અપનાવી રહ્યું છે, જે અમેરિકાએ અપનાવી છે.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને જણાવ્યું કે ચીન આ મામલાને લઈ ઘણું ચિંતિત છે અને સમગ્ર મામલા સાથે સંબંધિત જાણકારી એકત્ર કરી રહ્યું છે. ઝાઓએ વધુમાં કહ્યું કે, ચીન હંમેશા પોતાની કંપનીઓ પાસેથી અન્ય દેશોના કાયદાનું પૂરું પાલન કરવાની અપેક્ષા કરે છે અને તેના સંબંધિત નિર્દેશ પણ આપે છે. ભારતની જવાબદારી છે કે તેઓ વિદેશી રોકાણકારોના કાયદાકિય અધિકારોનું સન્માન કરે, જેમાં ચીની રોકાણકારો પણ સામેલ છે.

આ પણ વાંચો, જો આપના ફોનમાં પણ છે ચાઇનીઝ એપ તો જાણો કેવી રીતે લાગુ થશે પ્રતિબંધ, જાણો તમામ માહિતી

ભારત અમેરિકાની નકલ કરી રહ્યું છેઃ ચીની મીડિયા

ભારતના આ પગલાથી ચીનનું સરકારી મીડિયા ઘણું નારાજ જોવા મળી રહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતના આ પગલાને અમેરિકા સાથે નિકટના સંબંધો વધારનારું ગણાવ્યું છે. અખબારે આરોપ લગાવ્યો છે કે ચીનથી માલવેયર, ટ્રોઝન હોર્સ અને રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો બતાવને આ પ્રકારના પ્રતિબંધ લગાવવવાં આવ્યા છે. અખબાર મુજબ અમેરિકાએ પણ રાષ્ટ્રવાદની આડમાં આ પ્રકારની ચીનના સામાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો, TikTok સામે ચિંગારી જેવી ‘મેડ ઈન ઈન્ડિયા’ Appsને પ્રોત્સાહન આપશે સરકાર

ચીની મીડિયાએ પુનરાવર્તન કર્યું છે કે આ પ્રકારના પગલાઓથી ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. ઉર્જા મંત્રી આરકે સિંહના નિવેદનનો ઉલ્લેખ કરતાં અખબારે કહ્યું કે ભારત ચીનની સાથે 42 મિલિયન ડૉલરના સોલર મોડ્યૂલ આયાત કરે છે. સાથોસાથ ભારતીય વીજળી કંપનીઓ પણ ચીનના બનાવેલા ઇક્વિપમેન્ટ્સ દ્વારા કામ કરી રહી છે. એવામાં બૉયકૉટનું આહવાન ખૂબ મુશ્કેલ માલુમ થાય છે.
First published: June 30, 2020, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading