સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસમાં ચીને વીટો વાપરી રોડાં નાખ્યા હતા. પરંતુ હવે ચીનનું વલણ બદલાતું હોય એવા અણસાર મળી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય ચીનનું કહેવું છે, 'આ મામલાનો વહેલી તકે ઉકેલ આવી જશે. મસૂદ અઝહર પર લાવવામાં આવેલો પ્રસ્તાવ સમગ્રપણે ફગાવી નથી દેવામાં આવ્યો, અમે તેની પર વાત કરી રહ્યા છીએ.'
ભારતમાં ચીનના એમ્બેસેડર લુઓ ઝાઓહુઈએ કહ્યું કે, UNSC 1267 યાદીમાં મસૂદ અઝહરને રાખવાના મામલે ઉકેલ ટૂંક સમયમાં આવશે. આ મામલો ટેકનિકલ છે અને અમે તેની પર વાત કરી રહ્યા છીએ. મારી પર વિશ્વાસ રાખો આ મામલો ટૂંક સમયમાં ઉકેલાશે. તેઓએ કહ્યું કે, મસૂદ અઝહર વિશે અમે જાણીએ છીએ. અમે ભારતની ચિંતાઓ વિશે માહિતગાર છીએ.
#WATCH Chinese Ambassador to India Luo Zhaohui speaks to ANI over China blocks India's bid to designate M Azhar as global terrorist in UNSC, says "...It'll be resolved, it's only a technical hold which means there is time for continued consultations. It'll be resolved believe me" pic.twitter.com/NXZAwdyDnk
ચીન એમ્બેસીમાં હોળી સમારોહ દરમિયાન લિઓએ કહ્યું કે ગયા વર્ષે વુહાન શિખર સંમેલન બાદ દ્વિપક્ષિય સહયોગ સાચી દિશામાં છે. અમે આ સહયોગથી સંતુષ્ટ છીએ, ભવિષ્યને લઈ આશાવાદી છીએ.
નોંધનીય છે કે, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહર કરવા માટે ફ્રાન્સ સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં અમેરિકા અને બ્રિટન હતા, પરંતુ છેલ્લી ઘડીએ ચીને વીટો લગાવી દીધો હતો. આ પહેલા ત્રણ વાર ચીન આ પ્રસ્તાવ પર વીટો લાવી ચૂક્યું છે. ચીનની આ હરકત બાદ અમેરિકા સહિત અનેક દેશ નારાજ થઈ ગયા હતા. અમેરિકાએ કહ્યું હતું કે જો ચીન આ મામલામાં ગંભીર નથી તો અમે બીજા રસ્તો શોધીશું.
ચીનનું કહેવું છે કે અમે પ્રસ્તાવના વિરોધમાં નથી. અમે ઈચ્છીએ છીએ કે પ્રસ્તાવ પર વિસ્તારથી ચર્ચા થાય. ચીને એમ પણ કહ્યું હતું કે આ પ્રક્રિયા મહિનામાં નહીં પરંતુ કેટલાક દિવસોમાં થશે. આ પહેલા ફ્રાન્સે જૈશ-એ-મોહમ્મદથી જોડાયેલા ફ્રેન્ચ સંપત્તિઓને ફ્રીજ કરવાનો આદેશ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર