ચીનનું સ્પેસ સ્ટેશન 'ધ તિયાંગોંગ-1' પૃથ્વીના વાયુમંડળમાં પહોંચતા જ ક્રેશ થઈ ગયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે બંધ પડી ગયેલા આ સ્પેસ સ્ટેશનનો કાટમાળ દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં પડ્યો હતો. સ્પેસ સ્ટેશન ભારતીય સમય પ્રમાણે સોમવારે રાત્રે આશરે 1:45 વાગ્યે ધરતીના વાતાવરણમાં પહોંચ્યું હતું અને ક્રેશ થઈ ગયું હતું.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે ધરતીના વાતાવરણમાં પહોંચતા જ સ્પેસ સ્ટેશન સળગી ગયું હતું. ખગોળવિજ્ઞાની જોનાથન મેકડોવલે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી.
શું થયું હતું 'ધ તિયાંગોંગ-1' સાથે?
ચીનની સ્પેસ એજન્સી ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (CNSA)મે 2017માં એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેનો તેના સ્પેસ સ્ટેશન સાથે માર્ચ 2016થી સંપર્ક તૂટી ગયો છે. તે અંતરિક્ષમાં ફરી રહ્યું છે. તેમજ કોઈ પણ સમયે ધરતી પર પડી શકે છે.
આ સ્પેસ સ્ટેશનને સપ્ટેમ્બર 2011ના રોજ બેઇજિંગથી લોંચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના પાંચ વર્ષ બાદ 16 માર્ચ 2016ના રોજ તેણે અધિકારિક રીતે ડેટા મોકલવાનું બંધ કરી દીધું હતું.
Looks like I was wrong, and the Chinese had
real data - they were just lucky their prediction was spot on. US tracking by 18SPCS confirms reentry over the S
સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1નું વજન આશરે 9.4 ટન હતું. આ 34 ફૂટ લાંબુ અને 11 ફૂટ પહોળું હતું. આ સ્પેસ સ્ટેશન અંદર 520 ક્યૂબિક ફીટન જગ્યા હતી. જેમાં બે લોકો આરામથી રહી શકતા હતા. 2022 સુધી અંતરિક્ષમાં એક સ્થાયી સ્પેસ સ્ટેશન મોકલવાની યોજના અંતર્ગત તેનું આ મોટું મિશન હતું.
પહેલા પણ સ્પેસ સ્ટેશન થઈ ચુક્યું છે ક્રેશ
તમને જણાવી દઈએ કે આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે કોઈ સ્પેસ લેબ કે સ્પેસ સ્ટેશન ધરતી પર ક્રેશ થઈ ગયું હોય. આ પહેલા અમેરિકાનું પ્રથમ સ્પેસ સ્ટેશન 'સ્કાઇબેલ' આવી જ રીતે ક્રેશ થઈ ચુક્યું છે. આને નાસાએ 1973માં લોંચ કર્યું હતું. એ વખતે સમાચાર આવ્યા હતા કે તે ભારત પર પડશે, આ વાતને લઈને ખૂબ જ ડર ફેલાઈ ગયો હતો.
આવી જ રીતે 'સેલ્યૂટ' સ્પેસ સ્ટેશનને લઈને અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે 1994 સુધી પોતાની કક્ષામાં રહેશે, પરંતુ તે 1991માં પોતાની કક્ષાથી બહાર થઈ ગયું હતું અને ધરતી પર આવવા લાગ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર