Home /News /national-international /ચીને અન્ય દેશોને આપી ચેતવણી - તાઈવાન મામલે અમેરિકાની નકલ ન કરતા, ભોગવવા પડશે ગંભીર પરિણામ
ચીને અન્ય દેશોને આપી ચેતવણી - તાઈવાન મામલે અમેરિકાની નકલ ન કરતા, ભોગવવા પડશે ગંભીર પરિણામ
ચીન તાઈવાન સંકટ
China Taiwan News : ચીન વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, વાંગે મંગોલિયા, દક્ષિણ કોરિયા અને નેપાળના વિદેશ મંત્રીઓ સાથે હાલમાં જ અલગ-અલગ બેઠક દરમિયાન પોતાનો આ સંદેશ આપ્યો છે
બેઈઝિગ : ચીની વિદેશમંત્રી વાંગ યીએ (china foreign minister wang yi) અન્ય દેશોને તાઈવાન મામલે અમેરિકન રાજનૈતિક વલણનું પાલન ન કરવાની ચેતવણી આપી છે. ચીની વિદેશમંત્રીએ ધમકી આપી કે આવું કરવા પર પરિણામ ગંભીર આવી શકે છે. ચીનના વિદેશમંત્રી વાંગ યીનું કહેવું છે કે, કેટલાક દેશ રાજનૈતિક સ્વાર્થથી કામ કરી રહ્યા છે, અને આ ચીન સાથેના સંબંધો પર ગંભીર રીતે અસર કરી દેશે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક સમાચાર અનુસાર, બુધવારે ચીન વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, વાંગે મંગોલિયા, દક્ષિણ કોરિયા અને નેપાળના વિદેશ મંત્રીઓ સાથે હાલમાં જ અલગ-અલગ બેઠક દરમિયાન પોતાનો આ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક દેશોના રાજનેતાઓએ તાઈવાન પર વોશિંગ્ટનના નેતૃત્વનું અનુસારણ કર્યું હતુ અને રાજનૈતિક હિતની પોતાની રેખાથી બહાર નીકળવાની કોશિસ કરી રહ્યા હતા.
તિવેદન અનુસાર, વાંગે આ બેઠકમાં કહ્યું કે, આનાથી ચીન સાથે તેમના સંબંધો નબળા થશે. ચીની વિદેશ મંત્રીએ તાઈવાનમાં આઝાદી-સમર્થક તાકાતોથી પરિસ્થિતિને ખોટી રીતે સમજવાની અને તેમની ક્ષમતાને ઓછી આંકવાની કોશિસથી બચવા માટે અપીલ કરી, તેમણે કહ્યું કે, અમેરિકી હાઉસ સ્પિકર નેન્સી પેલોસીની યાત્રા એક રાજનૈતિક મુદ્દાને ભડકાવવાની ઘટના હતી અને બેઈઝિંગને પોતાની સંપ્રભુતાની રક્ષા માટે કાર્યવાહી કરવાની જરૂરત છે.
ચીન વિદેશમંત્રીનું નવું નિવેદન ત્યારે આવ્યું જ્યારે યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ ગત અઠવાડીએ તાઈવાનની પોતાની યાત્રાનો બચાવ કર્યો અને બેઈઝિંગ પર તાઈવાનની આસપાસ મોટા પાયે સૈન્ય અભ્યાસ બાદ વધારે આક્રમક કાર્યવાહી માટે બહાના તરીકે તેમની યાત્રાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. તાઈવાનની યાત્રા બાદ પોતાની સાર્વજનિક ટીપ્પણીમાં પેલોસીએ કહ્યું કે, ચીન એક નવી રીતે સામાન્ય સ્થિતિને કાયમ કરવાની કોશિસ કરી રહ્યું છે, અને અમે આવું નહી થવા દઈએ. અમે ચીનને તાઈવાનથી અલગ કરવાને મંજુરી નહીં આપીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર