'અમેરિકામાં સાવચેતી રાખજો' ચીને પોતાના વિદ્યાર્થીઓને આપી ચેતવણી

News18 Gujarati
Updated: June 5, 2019, 6:01 PM IST
'અમેરિકામાં સાવચેતી રાખજો' ચીને પોતાના વિદ્યાર્થીઓને આપી ચેતવણી
News18 Gujarati
Updated: June 5, 2019, 6:01 PM IST
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિ સર્જાઇ છે, અમેરિકાએ એક પછી એક પ્રતિબંધો લગાવતા ચીન નારાજ છે. એવામાં ચીને પોતાના અમેરિકા જતા નાગરિકોને ચેતવણી આપી છે. ચીનનું કહેવું છે કે અમેરિકામાં લૂંટ, મર્ડર અને ચોરીની ઘટના ચિંતાજનક વધી ગઇ છે આથી સાવધાન રહેવું.

પ્રાપ્ત વિગત પ્રમાણે ચીને અમેરિકા જનારા પોતાના નાગરિકો માટે મંગળવારે ચેતવણી બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેડ વોરના કારણે અમેરિકા સાથેના સંબધો ખરાબ થયા છે. આ કારણે ચીનના નાગરિક અમેરિકામાં ઉત્પીડન અને સુરક્ષાને લઈને સતર્ક રહ્યાં છે. અમેરિકામાં ફાયરિંગ, લૂટ અને ચોરીની ઘટનાઓ વધવાની વાતનો ઉલ્લેખ કરતા ચીને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયે તેના પર્યટકોને કહ્યું છે કે અમેરિકા જતા પહેલા તમામ જોખમોનું મુલ્યાંકન કરી લે. આ એલર્ટ આ વર્ષના અંત સુધી લાગૂ રહેશે.

અહીં ક્લિક કરી વાંચોઃ શું કેવડિયા બનશે કેન્દ્રશાસિત પ્રદેશ? મોટા પ્રમાણમાં ખુલી રહી છે 'Beer shop'

ચીનના આ પગલાથી અમેરિકાની ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ શકે છે. અમેરિકા આવનાર ચીનના પર્યટકોની સંખ્યામાં ગત વર્ષ ઘટાડો આવ્યો હતો. 15 વર્ષમાં પ્રથમ વાર આમ બન્યું છે.અમેરિકા અને ચીનની વચ્ચે ગત વર્ષથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તાજેતરમાં જ બંને એક-બીજાની આયાત પર ચાર્જ વધાર્યા છે. ચીનની ટેલિકોમ કંપની હુવાવેને થોડા દિવસો અગાઉ અમેરિકાએ બેન કર્યા બાદ ટકરાવ થોડો વધી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી એશિયન અને મીડિલ ઇસ્ટના દેશોના નાગરિકો સાથે ઉત્પીડનની ઘટનાઓ ખૂબ જ વધી છે. અવાર નવાર ભારતના નાગરિકોની લૂંટ અને હત્યાઓની ઘટના બનતી રહે છે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...