ચીનના જાનલેવા કોરોના વાયરસના કારણે ભારતમાં સસ્તું થઈ શકે છે પેટ્રોલ!

News18 Gujarati
Updated: January 22, 2020, 9:02 PM IST
ચીનના જાનલેવા કોરોના વાયરસના કારણે ભારતમાં સસ્તું થઈ શકે છે પેટ્રોલ!
ચીનના જાનલેવા કોરોના વાયરસના કારણે ભારતમાં સસ્તું થઈ શકે છે પેટ્રોલ!

ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસના કારણે દુનિયભરના દેશ એલર્ટ પર છે

  • Share this:
મુંબઈ : ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ (જેને વુહાન વાયરસ પણ કહેવામાં આવે છે)ના કારણે દુનિયભરના દેશ એલર્ટ પર છે. આ માહોલમાં ચીન તરફથી ક્રૂડની ડિમાન્ડ ઘટી શકે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચું તેલ 3 ડોલર પ્રતિ બેરલ સુધી સસ્તું થઈ શકે છે. કાચું તેલ સસ્તું થવાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે. મોટી રેટિંગ એજન્સી ગોલ્ડમેન સૈક્સે ક્રૂડની કિંમતોને લઈને પોતાનો તાજા રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

ભારતની જેમ ચીન પણ પોતાની જરુરિયાતનું 90 ટકા ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ વિદેશી બજારથી ખરીદે છે. આંકડા પ્રમાણે 2019માં ચીને રેકોર્ડ 50.6 કરોડ ટન કાચું તેલ ખરીદ્યું હતું. ગોલ્ડમેન સૈક્સના રિપોર્ટ પ્રમાણે વર્તમાન વાયરસના કારણે ચીનમાં ડિમાન્ડ ઘટી શકે છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ 3 ડોલર પ્રતિ બેરલ સુધી સસ્તું થવાની આશા છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં બ્રેંટ ક્રૂડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 64 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. આ હિસાબથી 1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી કાચું તેલ 9 ટકા થઈ સસ્તું થઈ ગયું છે.

આ પણ વાંચો - દિવસમાં સસ્તી અને સાંજે મોંઘી થશે વિજળી, જાણો આ નવા પ્લાન વિશે

એક્સપર્ટનું કહેવું છે કે જો કાચું તેલ સસ્તું થાય તો તેનો સીધો ફાયદો ભારતના ગ્રાહકોને મળશે. ઘરેલું સ્તર પર પેટ્રોલની કિંમત 2 રુપિયા સુધી પ્રતિ લિટર ઓછી થાય તેવી આશા છે.

કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલની કિંમત
જે કિંમત પર આપણે પેટ્રોલ પંપથી પેટ્રોલ ખરીદીએ છીએ તેનું લગભગ 48 ટકા બેસ પ્રાઇઝ એટલે કે આધાર મૂલ્ય થાય છે. આ પછી બેઝ મૂલ્ય પર લગભગ 35 ટકા એક્સાઇઝ ડ્યુટી, 15 ટકા સેલ્સ ટેક્સ અને બે ટકા કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવે છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर