ચીને ફેરવ્યું પાણી, મસૂદને આતંકી જાહેર ન કરવાના પક્ષમાં વીટો પાવર વાપર્યો

News18 Gujarati
Updated: March 13, 2019, 11:38 PM IST
ચીને ફેરવ્યું પાણી, મસૂદને આતંકી જાહેર ન કરવાના પક્ષમાં વીટો પાવર વાપર્યો

  • Share this:
જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસોમાં ચીન ફરી એકવાર અડચણ ઊભી કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને આતંકી જાહેર કરવાની સુનાવણીમાં ચીને પોતાનો વીટો પાવર વાપરીને પ્રસ્તાવને ઠુકરાવ્યો હતો.

જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની સુનાવણી સંયુક્ત રાષ્ટ્રમાં હાથ ધરાઇ હતી, મસૂદને આતંકી જાહેર કરવાના પક્ષમા ચીન સિવાય અમેરિકા, બ્રિટન સહિતના દેશો હતા, પરંતુ ચીને છેલ્લે પોતાનો વીટો પાવર વાપરીને મસૂદને આતંકી જાહેર કરવાથી બચાવી લીધો.

મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ભારતની આ પહેલમાં અમેરિકા સાથે છે, અમેરિકાએ કહ્યું હતું કે મસૂદે ભારતની સરહદે આતંક ફેલાવી રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકીની સૂચીમાં સામેલ કરવા અને અલકાયદાને પ્રતિબંધિત સૂચીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે, સુરક્ષા પરિષદના એક અન્ય સ્થાયી સભ્ય રશિયાએ પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
First published: March 13, 2019, 11:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading