Home /News /national-international /China Pakistani Girls: વેશ્યાવૃત્તિ માટે પાકિસ્તાની યુવતીઓનો ઉપયોગ કરી રહ્યું છે ચીન, વાંચો ચોંકાવનારો અહેવાલ

China Pakistani Girls: વેશ્યાવૃત્તિ માટે પાકિસ્તાની યુવતીઓનો ઉપયોગ કરી રહ્યું છે ચીન, વાંચો ચોંકાવનારો અહેવાલ

ફાઇલ તસવીર

China Pakistani Girls: એક્સપર્ટ્સના મતે ચીન લગ્નના નામે માનવ તસ્કરી કરી રહ્યું છે અને પાકિસ્તાને તેને રોકવા માટે કંઈ કર્યું નથી. ઇસ્લામિક દેશ ચીનનું ઋણ ચૂકવવાનું છે, તે ધ્યાનમાં રાખીને પાકિસ્તાન આ મુદ્દે મૌન છે અને યુવતીઓની તસ્કરીમાં પણ મદદ કરે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ચીન તેની ગેરકાયદેસર ગતિવિધિઓ કરવા માટે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટનો ઉપયોગ કરી રહ્યું છે. એકબાજુ પાકિસ્તાન તેની ઘટતી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે ચીન તેને મદદ કરવાને બદલે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, જે થઈ રહ્યું છે તેમાં કશું જ આશ્ચર્યજનક નથી.

    હકીકતમાં હવે CPEC જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પાછળ ચીનના કપટ ઈરાદા વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટનો ફાયદો ઉઠાવીને ચીન હવે ઈસ્લામિક દેશોમાંથી મહિલાઓની દાણચોરી કરી રહ્યું છે. 2019ના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ચીનના લોકો પાકિસ્તાન આવે છે અને અન્ય ધર્મની સગીર છોકરીઓ સાથે લગ્ન કરે છે અને તેમને તેમના દેશમાં પરત લઈ જાય છે.

    આ પણ વાંચોઃ આતંકી હુમલા માટે સગીરોનો ઉપયોગ, ચોંકવનારો ખુલાસો

    લગ્નના બહાને માનવ તસ્કરી


    વિશ્વના નિષ્ણાતોના મતે ચીન લગ્નના નામે માનવ તસ્કરી કરી રહ્યું છે અને પાકિસ્તાન તેને રોકવા માટે કંઈ કરી રહ્યુ નથી. ઇસ્લામિક દેશને ચીનનું ઋણ ચૂકવવાનું છે તે ધ્યાનમાં રાખીને પાકિસ્તાન આ મુદ્દે મૌન છે અને તે યુવતીઓની તસ્કરીમાં પણ મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે, ચીનના લોકો નકલી બિઝનેસ દસ્તાવેજોના આધારે છોકરીઓને તેમના દેશમાં લઈ જાય છે. અહેવાલો કહે છે કે, આ છોકરીઓને $3500 થી $5000 સુધીની રકમ આપવામાં આવે છે.


    શું છે CPEC પ્રોજેક્ટ?


    ઉલ્લેખનીય છે કે, CPEC 62 અરબ ડોલરનો પ્રોજેક્ટ છે, જેના હેઠળ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગ્વાદર પોર્ટને પશ્ચિમ ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડવામાં આવી રહ્યું છે. તે ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલ (BRI)નો એક ભાગ છે. વર્ષ 2015માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પાકિસ્તાન મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાનમાં અબજો ડોલરના ખર્ચે પાવર પ્લાન્ટ અને ઔદ્યોગિક વિસ્તારો વિકસાવવામાં આવી રહ્યા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: China BRI, India-China News, Pakistan news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन