Home /News /national-international /

કેટલી ઘાતક છે ચીનની સ્કાઇ થન્ડર વેપન સિસ્ટમ, જેને કારણે ઊભો થયો છે નવો ખતરો

કેટલી ઘાતક છે ચીનની સ્કાઇ થન્ડર વેપન સિસ્ટમ, જેને કારણે ઊભો થયો છે નવો ખતરો

ચીને તિયાનલેઈ 500 નામની વેપન સિસ્ટમ રજૂ કરી છે જે નવો ખતરો ઊભો કરી શકે છે (પ્રતીકાત્મક તસવીર)

ચીને તિયાનલેઈ 500 નામની વેપન સિસ્ટમ રજૂ કરી છે જે નવો ખતરો ઊભો કરી શકે છે, જાણો ઘાતકી ફીચર્સ

  નવી દિલ્હીઃ બે મહિના પહેલા જ ભારત (India) અને ચીન (China)ની વચ્ચે સરહદ વિવા દ ઘણો તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગયો હતો. આ ઘટના બાદથી ભારતે ચીનનો સામનો કરવા માટે પોતાની તાકાત વધારવા માટે અનેક પગલા લીધા છે. પરંતુ ચીનના ભારતથી જ નહીં પરંતુ પડોશીઓ સહિત અમેરિકા (US) સુધી તણાવપૂર્ણ સંબંધ થઈ ગયા છે. આ બધાની વચ્ચે ચીને પોતાનું એક નવું હથિયાર (Tianlei 500) મીડિયાની સમક્ષ રજૂ કર્યું છે.

  ચીનનું નવું હથિયાર સિસ્ટમ

  ગત સપ્તાહના અંતથી ચીનના સ્ટેટ ટીવીમાં એક રિપોર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં નવી ચીની હથિયાર તિયાનલેઈ 500નો ઉલ્લેખ થઈ રહ્યો છે. તિયાનલેઇનો અર્થ થાય છે આકાશીય તોફાન. રિપોર્ટમાં એક વરિષ્ઠ એન્જિનિયરે જણાવ્યું કે, આ 500 કિલોનું એક અચૂક ગાઇડેડ મ્યૂનિશન ડિસ્પેન્સર અને હવાથી પાટી પાર માર કરનારું હથિયાર છે. તિયાનલેઇ અનેક પ્રકારના હથિયારથી સજ્જ થઈ શકે છે અને અલગ-અલગ ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે.

  આ અમેરિકા-તાઇવાનની કવાયતનો જવાબ

  ગાર્જિયનમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, આ ઘોષણ એવા સમયે થઈ છે જ્યારે ચીનના તાઇવાન, હોંગકોંગ, દક્ષિણ ચીન સાગર અને કોરોના વાયરસ મહામારીને લઈ તાઇવાન અને અમેરિકા સાથેના તણાવ વધી ગયા છે. આ હથિયારની જાણકારી બહાર પાડવાનો ઉદ્દેશ્ય તાઇવાનને એક સંકેત આપવાનો કહેવામાં આવી રહ્યો છે કે ચીની સેના તે 66 F-16V ફાઇટર જેટનો જવાબ આપવામાં સક્ષમ છે જે હાલમાં જ તાઇવાને અમેરિકા પાસેથી ખરીદ્યા છે.


  આ પણ વાંચો, પોતાના સૌથી ઘાતક પ્લેનને ભારત-ચીન સરહદે તૈનાત કરશે અમેરિકા, 16 પરમાણુ બોમ્બથી છે સજ્જ

  ગ્લાઇડ બોમ્બ જેવું

  તે સૈનિક ટુકડીઓ અને એરફીલ્ડ પર હુમલો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી, જે ઘાતક વિસ્ફોટક બોમ્બ્સ ફેંકવામાં સક્ષમ હતું. તિયાનલેઈ 500 વિશે કહેવામાં આવે છે કે, તે એક ગ્લાઇડ બોમ્બની જેમ જ છે જે ફાઇટર જેટ પ્લેનથી છોડી શકાય છે. એકવાર તે છૂટી જાય તો બોમ્બ સેટેલાઇટ નેવિગેશનનો ઉપયોગ કરી નિશાન શોધે છે.

  આ હથિયાર લેઝર ગાઇડેડથી સજ્જ

  આ હથિયાર લેઝર ગાઇડેડથી પણ સજ્જ છે, પરંતુ આ વીડિયોમાં જે મિસાઇલ છોડતી દર્શાવવામાં આવી છે, તે લેઝર સીકર જેવી ન દેખાઈ. આ હથિયારની રેન્જ તેની પર નિર્ભર કરે છે કે તેને કેટલી ઊંચાઈથી છોડવામાં આવે છે. ઊંચા સ્થળથી છોડાતા તે 37 માઇલ સુધીના નિશાનાને ધ્વસ્ત કરી શકે છે.

  ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (ફાઇલ તસવીર)


  આ હથિયાર કેટલું ઘાતક છે?

  તિયાનલેઈ 500 ટેનિસ બોલના આકારના 249 નાના હથિયાર લઈ જઈ શકે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે એકવાર માં જ આ બોમ્બોને 6 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં ફેલાઈ શકે છે જેનાથી બોમ્બનો પરંપરાગત ઉચ્ચ વિસ્ફોટક બોમ્બના મુકાબલે વધુ વિસ્તારમાં અસર થઈ શકે. એવામાં એક મોટો બ્લાસ્ટને બદલે હજારો નાના બ્લાસ્ટ થશે.

  પૂરા એરબેઝને ઉડાડવામાં સક્ષમ

  આ સિસ્ટમના દરેક બોમ્બમાં હેન્ડ ગ્રેનેડના વિસ્ફોટની શક્તિ છે. તે એક સૈન્ય દળ, હથિયાર રહિત વાહન જેવી આપૂર્તિ કરનારા ટ્રકની સાથે હથિયારબં વાહનો સુધીને ખતમ કરવામાં દક્ષતા ધરાવે છે. બીજી તરફ, એક તિયનલેઈ 500 એક એરફિલ્ડમાં હજારો બોમ્બ ફેલાવીને એરક્રાફ્ટ અને એરસ્ટ્રીપ સહિત સમગ્ર બેઝને નષ્ટ કરી શકે છે.

  આ પણ વાંચો, PM મોદીએ સુરેશ રૈનાને લખ્યો પત્ર, દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર્સ તરીકે કર્યા વખાણ

  આ સિસ્ટમ અમેરિકાના નેવી એરબેઝના એજીએમ 154A સ્ટેન્ડ ઓફ વેપન ની જેમ છે. તેને વર્ષ 1998માં અમેરિકાની સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. પરંતુ આ હથિયાર તે જૂના હથિયારથી થોડું અલગ છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Defence, Weapons, World news, અમેરિકા, ચીન, ભારત

  આગામી સમાચાર