આ ચિપ દ્વારા દુનિયાને 'ગુલામ' બનાવી શકે છે ચીન

આ ચિપ અભ્યાસ, ગેમિંગ અને ચિકિત્સા માટે વરદાન પણ બની શકે છે. પરંતુ હંમેશા માટે તમે બની શકો છો ગુલામ, જેલ પણ પહોંચી શકો છો

આ ચિપ અભ્યાસ, ગેમિંગ અને ચિકિત્સા માટે વરદાન પણ બની શકે છે. પરંતુ હંમેશા માટે તમે બની શકો છો ગુલામ, જેલ પણ પહોંચી શકો છો

 • Share this:
  થોડા દિવસ પહેલા ચીનમાં ત્રીજા વર્લ્ડ ઈન્ટેલિઝેન્સ કોંગ્રેસના આયોજનમાં એક એવી ચીજ સામે આવી જેને જોઈ દરેક લોકો આશ્ચર્ય થઈ ગયા. જો આ પાક્કી રીતે કારગર સાબિત થઈ તો, માણસોની દુનિયાનું ભવિષ્ય બદલીને મુકી દેશે. આ આપણને ચાલતું ફરતુ કોમ્પ્યુટર બનાવી શકે છે, પરંતુ, આશંકા છે કે, આ આપણને ટેકનિકની નવી દુનિયામાં ગુલામ ન બનાવી દે.

  જોકે, તેમાં કોઈ આશંકા નથી કે, ચીનની આ ટેકનીક ગજબની છે. ચીને એવી બ્રેન રીડિંગ ચીપ તરીકે રજૂ કરી છે. તેનું વૈજ્ઞાનિક નામ છે બીસી3 એટલે કે, બ્રેન કોમપ્યુટર કોડેક ચિપ. આને બોલચાલમાં બ્રેન ટાકર કહેવામાં આવી રહ્યું છે. આ ખુબ નાની પરંતુ જબરદસ્ત સ્પીડથી કામ કરવામાં સક્ષમ ચીપ હશે.

  એટલે કે, આ ચિપ દ્વારા બ્રેન કમ્પ્યુટર ઈન્ટરફેસ(બીસીઆઈ) તૈયાર કરવામાં આવી શકાશે. આમ તો આ કોન્સેપ્ટ નવો નથી. વૈજ્ઞાનિક આ પહેલા બીસીઆઈ ડિવાઈસ બનાવી ચુક્યા છે, જેને પેરેલાથી જ વ્યક્તિ પોતાના રોબોટિક હાથને નિયંત્રિત કરી શકે છે. પરંતુ, અત્યાર સુધી એવી કોઈ ચીપ નથી બની જે તમારા દિમાગમાં જઈ શકે અને દિમાગને બાહુબલી બનાવી શકે.

  આ એવી ડિવાઈસ હશે જે માનવીય બ્રેનને કમ્પ્યુટર સાથે જોડશે. આને તૈયાર કરી છે ચીનના સરકારી વિભાગ ચીન ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન અને તિયાનજિન યૂનિવર્સિટીએ મળીને.

  આ બ્રેન ચિપ શું કરશે
  એવું લાંબા સમયથી સાંભળતા આવ્યા છીએ કે, વૈજ્ઞાનિક દુનિયા એવી ચિપ વિકસિત કરવામાં લાગી છે, જે આપણા શરીરમાં લગાવી દેવામાં આવશે, જેથી આપણી દરેક ગતિવીધી અથવા આવવા-જવાની જાણકારી મેળવી શકાય. નિશ્ચિત રીતે આવી ચિપ તો વિકસીત થઈ ચુકી છે. પરંતુ, હવે ચીને જે ચિપને વિકસિત કરી છે, તે તેના કરતા ઘણી આગળ છે.  બ્રેનના ઈશારા પર નાચશે દુનિયા
  ચીનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માત્ર કમ્પ્યુટર જ નહી પરંતુ કમ્પ્યુટર આધારિત કોઈ પણ ડિવાઈસ, સ્માર્ટફોન જેવી ચીજ વસ્તુઓ કોઈ પણ બચન દબાવ્યા વગર આપણી મરજીથી સંચાલિત થવા લાગશે. માની લો કે, તમારા દિમાગમાં તાજમહેલની કોઈ જાણકારી મેળવવી છે તો તમારા કમ્પ્યુટરની સ્ક્રિન પર તુરંત તાજમહેલની બધી જ ઝામકારી આવી જશે. આ રીતે જો કોઈ ડોક્ટરને કોલ કરવા માંગે છે તો ચિપ સાથે જોડાયેલો સ્માર્ટફોન તુરંત તમારા બોલ્યા વગર જ તમારા દિમાગની વાત સમજી ડોક્ટરને ફોન લગાવી દેશે.

  અભ્યાસ, ગેમિંગ અને ચિકિત્સા માટે વરદાન પણ બની શકે છે
  આ વિશ્વની પહેલી બ્રેન કમ્પ્યુટર કોડેક ચિપ છે. ભવિષ્યમાં, આ તકનીકનો ઉપયોગ અભ્યાસ, ગેમિંગ અને મેડિકલ ડિવાઈસ તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. આ તેવા તમામ લોકો માટે ઉપયોગી તો થઈ શકે છે જે ચાલી ફરી પણ નથી શકતા, જેમને બોલવામાં પણ પ્રોબલમ થાય છે. જો તમારા શરીરના કોઈ ભાગમાં પ્રોબલમ છે, તો તમારૂ બ્રેન સીધી જાણકારી કમ્પ્યુટરને મોકલી શકશે, જેથી ડોક્ટર સરળતાથી સમજી શકશે અને સારવાર કરવામાં સરળતા રહેશે.  શરીરમાં ક્યાં લાગશે ચીપ
  આ ચિપ કેવી પ્રકારે લાગશે. શું આ તમારા દિમાગમાં ઈમ્પ્લાંટ થશે અથવા આ ચિપ બહાર શરીર પર લગાવી શકશો - આ હજુ સ્પષ્ટ નથી થયું. જોકે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આને બહાર પણ પહેરી શકાશે. જો સાચે જ આવી કોઈ ચિપ હરકતમાં આવી ગઈ અને લોકો આને પહેરવા પર સહમત થઈ ગયા તો, આ દુનિયા એક અલગ તકનીકી દુનિયામાં પ્રવેશ કરી જશે.

  હંમેશા માટે તમે બની શકો છો ગુલામ
  જોકે, દરેક વસ્તુના બે પહેલુ હોય છે. એજ રીતે આ ચિપ તકનીકના પણ બે પહેલુ છે. એ નક્કી છે કે, જો કોઈ ચિપ તમારા દિમાગની વાતને સમજવા કે વાંચવા લાગશે તો, એ પણ નક્કી છે કે તમારી તમામ જાણકારી, તમારા વિચાર અને તમામ ગતિવિધીઓ પણ કમ્પ્યુટરમાં રેકોર્ડ થશે. જો આ ચિપ કોઈ નેટવર્કિંગ અથવા સર્વર અથવા માસ્ટર કન્ટ્રોલ રૂમ સાથે જોડાયેલી હશે તો, આ તમામ વાતો રેકોર્ડ થતી રહેશે. એટલે સ્પષ્ટ છે કે, તમે એક અદ્રશ્ય રૂપે ડિઝિટલ કેદી બની જશો.

  જેલ પણ પહોંચી શકો છો
  જો ચિપ દ્વારા દિમાગને સમજી શકાશે અથવા વાંચી શકાશે તો, તમારી પ્રાઈવેસી તો ખતમ થશે પરંતુ, જો તમારા દિમાગમાં કોઈ એવું ષડયંત્ર અથવા એવી યોજના પાળવામાં આવી રહી હશે, જેનાથી વ્યવસ્થાને ખતરો થઈ શકે છે તો તમે પકડાઈ પણ શકો છો.
  Published by:kiran mehta
  First published: