અંતરીક્ષમાં પણ ચીન ભારતને નિશાન બનાવી રહ્યું છે, સામે આવી આ મોટી વાત

News18 Gujarati
Updated: September 23, 2020, 5:27 PM IST
અંતરીક્ષમાં પણ ચીન ભારતને નિશાન બનાવી રહ્યું છે, સામે આવી આ મોટી વાત
પ્રતીકાત્મક તસવીર

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ અમેરિકા સ્થિત ચાઇના એરોસ્પેસ સ્ટીડિઝ ઇન્સ્ટીટ્યૂટના 142 પેજના એક રિપોર્ટના હવાલેથી આ વાત બહાર આવી છે.

  • Share this:
ધરતી અને પાણી સિવાય ચીન (China) અંતરીક્ષ (Space)માં પણ ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વાતનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ચીન ભારતીય સેટેલાઇટ કમ્યૂનિકેશન પર 2012 થી લઇને 2018ની વચ્ચે અનેક વાર સાઇબર અટેક કરી ચૂક્યું છે. જો કે આ પર ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO) કોઇ પ્રણાલીમાં સમજૂતી કે ખતરાની વાતને નકારી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ અમેરિકા સ્થિત ચાઇના એરોસ્પેસ સ્ટીડિઝ ઇન્સ્ટીટ્યૂટના 142 પેજના એક રિપોર્ટના હવાલેથી જણાવ્યું છે કે 2012માં હુમલોના પરિણામોમાંથી આ એક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેટ પ્રોપલ્શન લેબોરેટરી પર એક ચીની નેટવર્ક આધારિક કમ્પ્યૂટર હુમલો કરવામાં આવ્યો હતો. આ સાઇબર અટેકમાં JPL નેટવર્ક પર ફૂલ ફંક્શનલ કંટ્રોલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમાંથી કેટલાક હુમલાને લિસ્ટેડ કરીને આ રિપોર્ટમાં કેટલાક સ્ત્રોત વિષે જાણકારી આપવામાં આવી છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ભારતે પોતાની કાઉન્ટર સ્પેસ ક્ષમતાના ભાગ રૂપે 27 માર્ચ 2019ના રોજ એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું હતું. જેમાં ભારતના દુશ્મન ઉપગ્રહને નષ્ટ કરવા માટે કાઇનેટિક કિલ વિકલ્પથી લેસ કરવામાં આવ્યું હતું. પણ CASIની રિપોર્ટ કહે છે કે ચીનની પાસે અનેક અન્ય કાઉન્ટર સ્પેસ ટેકનીક છે જે જમીનથી જિયોસિંક્રોનસ ઓર્બિટ માટે પ્રતિકૂળ અંતરીક્ષ પ્રણાલીઓના માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. તેમાં ડાયરેક્ટ એસેન્ટ કેનેટિક કિલ વ્હીકલ, કો ઓર્બેટિક સેટેલાઇટ, ડાયરેક્ટ એનર્જી વીપન્સ, જૈમર અને સાઇબર ક્ષમતા સામેલ છે.

વધુ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmahની 'સોનૂ'એ ટ્રોલર્સને આપી આ છેલ્લી ચેતવણી

CASIની એક થિંક ટેક છે. જેમાં અમેરિકી વાયુ સેનાના કર્મચારીના પ્રમુખ, અંતરિક્ષ અભિયાનોના અમેરિકી પ્રમુખ અને અન્ય વરિષ્ઠ વાયુ અને અંતરીક્ષ ક્ષેત્રથી જોડાયેલા નેતાઓનું સમર્થન છે. આ અમેરિકી રક્ષા વિભાગ અને અમેરિકી સરકારમાં એક્સપર્ટ રિસર્ચ અને વિશ્લેષણ સહાયક નિર્ણય તથા નીતિ નિર્ધારણ પ્રધાન કરે છે.


કાર્નેગી એંડોમેંટ ફોર ઇન્ટરનેશનલ પીસ દ્વારા જાહેર કરવામાં આવેલી 2019ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની પાસે ગ્રાઉન્ડ, એર અને સ્પેસ બેસ્ડ રેડિયો ફેંક્વેંસી જેમર પણ છે. જે સ્પેસ સિસ્ટમ કે ડેટા ટ્રાંસમિશન કંટ્રોલમાં મળેલા અપલિંક, ડાઉનલિંક અને ક્રોસલિંક્સને નિશાનો બનાવી શકે છે.
Published by: Chaitali Shukla
First published: September 23, 2020, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading