Home /News /national-international /China attack on Taiwan: ડ્રેગને ગુસ્સામાં જાપાન પર છોડી બેલેસ્ટિક મિસાઈલ, જાણો આખી ઘટના
China attack on Taiwan: ડ્રેગને ગુસ્સામાં જાપાન પર છોડી બેલેસ્ટિક મિસાઈલ, જાણો આખી ઘટના
ચીને ગુસ્સામાં જાપાન પર છોડી બેલેસ્ટિક મિસાઈલ
china Taiwan News- ચીને ગુરુવારે તાઈવાન બોર્ડર પર મિસાઈલ હુમલો કરી અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી (China missile Attack on Taiwan). મળતી માહિતી મુજબ ચીનના આ હવાઈ હુમલામાં ઘણી મિસાઈલો જાપાનના ક્ષેત્રમાં પણ પડી છે. આ મુદ્દે જાપાનના રક્ષા મંત્રી કિશીએ કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેમણે જાપાનની રાષ્ટ્રીય અને નાગરિકોની સુરક્ષાને અસર કરનારી ઘટના ગણાવી છે.
china Taiwan News : નેન્સી પેલોસીના તાઈવાન મુલાકાતને લઈ ઉભો થયેલો વિવાદ હાલ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પેલોસીની આ મુલાકાત અંગે ચીને પહેલેથી જ ચેતવણી આપી હતી. (Taiwan China Conflict) આ દરમિયાન ચીને ગુરુવારે તાઈવાન બોર્ડર પર મિસાઈલ હુમલો કર્યો હતો. (China missile Attack on Taiwan) ચીને એક પછી એક ઘણી બધી બેલેસ્ટિક મિસાઈલો છોડી. મળતી માહિતી મુજબ ચીનના આ હવાઈ હુમલામાં ઘણી મિસાઈલો જાપાનના ક્ષેત્રમાં પણ પડી છે.
જાપાનના રક્ષા મંત્રી નોબુઓ કિશીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ચીન દ્વારા છોડવામાં આવેલી નવ બેલેસ્ટિક મિસાઈલોમાંથી પાંચ જાપાનના વિસ્તારમાં પડી હતી. જાપાને ચીનના આ પગલાનો વિરોધ કર્યો છે. રક્ષા મંત્રી કિશીએ કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેમણે તેને જાપાનની રાષ્ટ્રીય અને નાગરિકોની સુરક્ષાને અસર કરનારી ઘટના ગણાવી છે.
જાપાનના આર્થિક ક્ષેત્રમાં મિસાઈલો પડી
તમને જણાવી દઈએ કે ચીન તાઈવાનની સરહદની આસપાસ મોટા પાયે સૈન્ય અભ્યાસ કરે છે. ઓકિનાવાનો ભાગ, જાપાનનો દક્ષિણી ટાપુ પ્રદેશ, તાઈવાનની સૌથી નજીક છે. રક્ષા મંત્રી કિશીએ કહ્યું કે આ પહેલીવાર થયું છે, જ્યારે ચીનની બેલેસ્ટિક મિસાઈલો જાપાનના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં પડી છે. જાપાનનો ઈકોનોમિક ઝોન જેની નજીક ચીની મિસાઈલો પડી હતી તે જાપાનના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઈલ દૂર છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે તાઈવાનની સરહદ પર મિસાઈલ છોડવાને પ્રાદેશિક શાંતિને ખલેલ પહોંચાડવાની ચાલ ગણાવી છે, જે અતાર્કિક કાર્યવાહી છે. તમને જણાવી દઈએ કે ચીને, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતનો વિરોધ કર્યો હતો. આમ છતાં, પેલોસી મંગળ-બુધવારે તાઇવાનની મુલાકાતે હતી. તેમની મુલાકાત બાદથી ચીન ગુસ્સામાં છે અને હવે ચીન અને તાઈવાન વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર