દિલ્હી: ચીન અને તાઇવાન (china taiwan tension) વચ્ચે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. નેન્સી પેલોસી બાદ અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળ (A delegation of US MPs)ની તાઇવાન મુલાકાતથી ચીન છંછેડાયું છે. પેલોસીની યાત્રા વખતે પણ ચીને નારાજગી વ્યક્ત કરી હતી. પેલોસીના બે ઓગસ્ટના પ્રવાસના જવાબમાં ચીને મિસાઇલો ફેંકી હતી અને કેટલાક દિવસો સુધી તાઇવાના સમુદ્રી અને હવાઇ વિસ્તારની આસપાસ યુદ્ધપોત તથા લકાકુ વિમાન મંડરાતા રહ્યા હતા.
હવે તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેને અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી છે. તેનાથી છંછેડાયેલા ચીને તાઇવાનની આસાપાસ તેની લાઇવ મિલિટ્રી ડ્રિલ વધારવાની જાહેરાત કરી દીધી છે. તાઇવાને પણ તેની પુષ્ટી કરી છે. તાઇવાનનું કહેવું છે કે, આજે ચીનના 30 એરક્રાફ્ટ્સ અને 5 પોતે તેની આસપાસ મિલટ્રી ડ્રિલ કરી છે. તાઇવાનનો દાવો છે કે, 15 એરક્રાફ્ટે તાઇવાન જળસંધિની મીડિયન લાઇન ક્રોસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રતિનિધિ સભાની સ્પીકર નેન્સી પેલોસીની યાત્રાના 12 દિવસ બાદ અમેરિકી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ તાઇવાનનો પ્રવાસ કરી રહ્યું છે. પેલોસીના પ્રવાસ વિરુદ્ધ ચીને વાંધો ઉઠાવ્યો હતો. તાઇવાનમાં અમેરિકન ઇન્સ્ટીટ્યૂટે કહ્યું કે, પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મેસાચુસેટ્સના ડેમોક્રેટિક સાંસદ એડ માર્કે કરી રહ્યા છે અને એશિયાની યાત્રા હેઠળ રવિવાર અને સોમવારે તાઇવાનમાં છે.
પ્રતિનિધિમંડળના સભ્ય અમેરિકા-તાઇવાન સંબંધો, ક્ષેત્રીય સુરક્ષા, વેપાર, રોકાણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. આ સંસ્થા અમેરિકી સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. અમેરિકાના તાઇવાન સાથે રાજદ્વારી સંબંધ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર