Home /News /national-international /China-Taiwan Updates: ચીન સાથે તણાવ વચ્ચે તાઇવાનના મોટા મિસાઇલ વૈજ્ઞાનિકનું સંદિગ્ધ મોત, હોટલમાં મળી લાશ

China-Taiwan Updates: ચીન સાથે તણાવ વચ્ચે તાઇવાનના મોટા મિસાઇલ વૈજ્ઞાનિકનું સંદિગ્ધ મોત, હોટલમાં મળી લાશ

ડિફેન્સ અને રિસર્સ વિંગના (Taiwan Defense and Research Wing)ઉપ પ્રમુખ શનિવારે સવારે એક હોટલની રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા (ફાઇલ ફોટો)

China-Taiwan Updates: તાઇવાન અને ચીન વચ્ચે હાલ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ સંદિગ્ધ મોતે ચર્ચા જગાવી છે

તાઇપે : તાઇવાન (Taiwan)રક્ષા મંત્રાલયના ડિફેન્સ અને રિસર્સ વિંગના (Taiwan Defense and Research Wing)ઉપ પ્રમુખ શનિવારે સવારે એક હોટલની રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તાઇવાનની આધિકારિક કેન્દ્રીય સમાચાર એજન્સીએ આ સમાચારની પૃષ્ટી કરી છે. ન્યૂઝ એજન્સીના મતે તાઇવાની સેનાના સ્વામિત્વવાળા નેશનલ ચુંગ શાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપ પ્રમુખ ઓ યાંગ લી હિંગ (Ou Yang Li-Hsing)હોટલમાં મૃત મળી આવ્યા છે. તેમના મોત પાછળના કારણની તપાસ શરુ કરી દેવામાં આવી છે.

તાઇવાન અને ચીન વચ્ચે સંંબંધો વણસ્યા છે


તાઇવાન અને ચીન વચ્ચે હાલ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ સંદિગ્ધ મોતે ચર્ચા જગાવી છે. બ્રિટીશ ન્યૂઝ એજન્સી રોયટર્સે સીએનએના હલાલાથી જણાવ્યું કે ઓ યાંગ લી હિંગ પિંગટુંગના દક્ષિણી કાઉન્ટીની વ્યાવસાયિક યાત્રા પર હતા. તેમણે તાઇવાનની વિભિન્ન મિસાઇલ ઉત્પાદન પરિયોજનાની દેખરેખ માટે આ વર્ષની શરૂઆતમાં નેશનલ ચુંગ-શાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપ પ્રમુખના રૂપમાં પદ સંભાળ્યું હતું.

આ પણ વાંચો - ભારતીયોમાં ફેમસ થાઇલેન્ડની ક્લબમાં ભીષણ આગ, 'મોજ' કરવા આવેલા 40નાં મોત

તાઇવાની સેનાના સ્વામિત્વવાળી સંસ્થા આ વર્ષે પોતાની વાર્ષિક મિસાઇલ ઉત્પાદન ક્ષમતાને ડબલથી વધારે 500ની નજીક કરવા કામ કરી રહી છે કારણ કે ચીનના ખતરાને જોતા પોતાની યુદ્ધ શક્તિને ઝડપથી વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે.

નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાથી સ્થિતિ ઉગ્ર બની


વિશેષ રૂપથી હાલના મહિનામાં બીજિંગે પોતાની તથાકથિત વન ચાઇના નીતિ પર વધારે ઉગ્ર બન્યું છે અને તાઇવાન પ્રત્યે આકરું વલણ અપનાવી રહ્યું છે. વર્તમાનમાં ચીન અમેરિકા સંસદની અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાના પ્રતિશોધમાં આ દ્વિપીય દેશની ચારેય તરફ ઘેરાબંધી કરીને મોટા પ્રમાણમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો - શું પ્રશાંત મહાસાગરમાં ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ થશે? અમેરિકા પાસેથી ખરીદ્યા ઘાતક હથિયાર

તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીની "લડાકૂઓ અને યુદ્ધ જહાજો" એ શુક્રવારે તાઇવાન સ્ટ્રેટની "મધ્યમ રેખા" પાર કરી હતી. સંરક્ષણ મંત્રાલયે તેને "અત્યંત ઉશ્કેરણીજનક" કાર્યવાહી ગણાવી હતી.

નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદ ચીને તાઈવાનની ખાડીમાં એક મોટી સૈન્ય કવાયત શરૂ કરી છે. આ પછી તેની સેનાએ તાઈવાન સરહદને ઘેરીને ઘણી મિસાઈલો પણ છોડી છે. આમાંથી ઓછામાં ઓછી 5 મિસાઇલો જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન-ઇઇઝેડમાં પડી છે.
First published:

Tags: China army, Taiwan, ચીન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો