નવી દિલ્હી: નેન્સી પેલોસી (nancy pelosi)ની તાઇવાન (taiwan) યાત્રાથી છેડાયેલો વિવાદ વઘુ ઉગ્ર બની રહ્યો છે. પેલોસીની આ યાત્રાને લઇને પહેલા જ ચીને ચેતાવણી આપી હતી. આ વચ્ચે ચીને ગુરુવારે તાઇવાનની બોર્ડર પર મિસાઇલ હુમલો કર્યો હતો. ડ્રેગને સતત ઘણી બેલિસ્ટિક મિસાઇલ (ballistic missile) ટાંકી હતી. મળતી માહિતી અનુસાર, ચીન (china) દ્વારા કરવામાં આવેલા આ હવાઇ હુમલામાં ઘણી મિસાઇલો જાપાન (japan)ના વિસ્તારમાં પણ આવી પડી છે.
જાપાનના રક્ષા મંત્રી નોબુઓ કિશીએ જણાવ્યું કે, ચીન દ્વારા ફેંકવામાં આવેલી નવ બેલિસ્ટિક મિસાઇલોમાંથી પાંચ મિસાઇલો જાપાનના ક્ષેત્રમાં પડી. જાપાને ચીનના આ પગલાનો વિરોધ કર્યો. રક્ષા મંત્રી કિશીએ કહ્યું કે, આ એક ગંભીર મામલો છે અને તેમણે આને જાપાનની રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની સુરક્ષાને પ્રભાવિત કરનારું ગણાવ્યું છે.
જણાવી દઇએ કે, ચીન તાઇવાનની બોર્ડરની આસપાસ મોટા પાયે સૈન્ય અભ્યાસ કરે છે. જાપાનના દક્ષિણી દ્વીપ ક્ષેત્ર ઓકિનાવાનો ભાગ તાઇવાનની સૌથી નજીક છે. રક્ષા મંત્રી કિશીએ જણાવ્યું કે, આ પ્રથમ વખત છે કે ચીની બેલિસ્ટિક મિસાઇલો જાપાનના ખાસ આર્થિક ક્ષેત્રમાં પડી છે. જાપાનના જે આર્થિક ક્ષેત્ર પાસે ચીની મિસાઇલો પડી છે, તે જાપાનના સમુદ્ર તટથી 200 સમુદ્રી માઇલ દૂર છે.
તાઇવાનની બોર્ડર પર મિસાઇલો ફેંકવાને તાઇવાનના રક્ષા મંત્રાલયે ક્ષેત્રીય શાંતિને નબળી કરનારું પગલું અને તર્કવિહિન કાર્યવાહી ગણાવી છે.
નોંધનીય છે કે, ચીને અમેરિકી પ્રતિનિધિસભાના અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાનો વિરોધ કર્યો હતો. છતાં પેલોસી મંગળવાર અને બુધવારે તાઇવાનની યાત્રા પર હતા. તેમની આ યાત્રા બાદ ચીન ગુસ્સે ભરાયો હતો અને હવે ચીન-તાઇવાન વિવાદ વધુ ઉગ્ર બનતો જણાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર