ચીનનું સ્પેસ સ્ટેશન પડી શકે છે ધરતી પર, ભારત પર ખતરો!

News18 Gujarati
Updated: March 13, 2018, 10:40 AM IST
ચીનનું સ્પેસ સ્ટેશન પડી શકે છે ધરતી પર, ભારત પર ખતરો!
News18 Gujarati
Updated: March 13, 2018, 10:40 AM IST
જે પણ ઉપર ચઢે છે તેનું નીચે આવવું નક્કી જ હોય છે. પરંતુ મુશ્કેલી ત્યારે થાય કે જ્યારે જે ઉપરથી નીચે પડવાનું હોય અને તેની નીચે દબાઈને મૃત્યુનો ડર પુરી દુનિયા ઉપર મંડરાયેલો હોય. જી હા ચીનનું એક સ્પેસ સ્ટેશને કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે આવનાર એપ્રિલમાં એટલે કે આવતા મહિને તે પોતાની ઓર્બિટમાંથી એટલે કે પરિક્રમાપથ પરથી નિકળીને ધરતી પર આવીને પડશે.

જ્યારથી આ ખબર સામે આવી છે. ત્યારથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે સ્પેશ સ્ટેશન નીચે પડવાનું છે તેનો વજન 8000 કિલો છે. જે સ્પેસ સ્ટેશન નીચે દબાઈને ધરતીના કેટલાક હિસ્સાઓને ભારે નુકસાન પહોંચી શકે છે. ડર એ વાતનો પણ છે કે ખતરાની નક્કી કરવામાં આવેલી સીમામાં ભારત પણ ખતરાના નિશાના પર છે.

ચીનનું આ સ્પેસ સ્ટેશન ટિયેંગૉગ-1ને 29 સપ્ટેમ્બર 2011માં સ્પેસમાં મોકલવામાં આવ્યું હતું. 18000 પાઉન્ડ એટલે કે 8000 કિલોની આ સ્પેસ સ્ટેશન સ્ટેશન ચીનનું પહેલું પ્રોટોટાઈપ સ્પેસ સ્ટેશન છે. મંડેરિન ભાષામાં ટિયેંગૉગનો મતલબ થાય છે સ્વર્ગનો મહેલ. એટલ કે જ્યારે CNSA (ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) એ જ્યારે લોન્ચ કર્યું હતું. ત્યારે તેને મહેલ જેવું
બનાવવાની કોશિશ કરી હતી.

માત્ર 7 વર્ષમાં ભટકી ગયો પોતાનો રસ્તો:
આ સ્પેસ સ્ટેશને 2013માં પોતાના ઓર્બિટ છોડવાનું શરૂ કર્યું હતું. ચીનના વૈજ્ઞાનિકોએ NASAની મદદ  લીધી હતી. અને ઓર્બિટ સુધી પહોંચવાની કોશિશ કરી હતી. પરંતુ 2016માં અંતે વૈજ્ઞાનિકોએ માની લીધું કે આ સ્પેસ સ્ટેશન પોતાનો રસ્તો ભટકી ગયું છે. અને પરત ફરવાની કોઈ સંભાવના નથી. ત્યારે જે રસ્તો ભટકી ગયું છે તેનું નીચે પડવાનું નક્કી છે. 2018 જાન્યુઆરીએ જાણવા મળ્યું કે હવે વધુ દિવસો નથી. હવે આ સ્પેસ સ્ટેશન ધરતી પર આવીને પડશે જ.

વૈજ્ઞાનિકો હજુ સુધી નક્કી નક્કી નથી કરી શક્યા કે આ સ્પેશ સ્ટેશનના અવશેષો ક્યાં જઈને પડશે. સાથે જ એ વાતની પણ ખબર નથી કે આ સ્પેશ સ્ટેશન કઈ તારીખે નીચે પડશે. અને કેટલા વાગ્યે આ ટુકડાઓ આકાશમાંથી નીચે પડશે.
Loading...

જો કે વૈજ્ઞાનિકોને એ વાતની જાણ છે કે આ સ્પેસના ટુકડા 43 ડિગ્રી પૂર્વી લેટિટ્યૂડથી 43 ડિગ્રી દક્ષિણી લેટિટ્યૂડ વચ્ચે જઈને પડશે.

NASA દ્વારા રિલીઝ કરવામાં આવેલા નક્શા મુજબ દુનિયાના મધ્ય અને દક્ષિણી ભાગમાં આ સ્પેસ સ્ટેશન નિચે પડવાની સંભાવના છે. તમે જે મેપ નીચે જે મેપ જોઈ રહ્યાં છો તેમાં દર્શાવવામાં આવેલી કાળી પટ્ટી વાળા ભાગ પર આ સ્પેસ સ્ટેશનના અવશેષ પડે તેવી સંભાવના વધુ છે. જે બંને કાળી પટ્ટીઓ વચ્ચેનો ભાગ ઓછો છે પરંતુ તે ખતરામાં છે.ભારતને છે ચીનથી સૌથી મોટો ખતરો
ટિયેંગૉગ-1 પૃથ્વીથી 290 કિમી ઉપર સ્થાપિત છે અને 28 હજાર કિમી/કલાકની ઝડપથી પૃથ્વીના ચક્કર લગાવી રહ્યું છે. વૈજ્ઞનિકોનું કહેવું છે કે આ સ્પેસ સ્ટેશન પડે તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી. ટેકનિકલ ખામીઓ અને તેની તીવ્ર ગતિની પરિક્રમાને લઈને આ સ્પેશ સ્ટેશનનો વધારે ભાગ બળી ચૂક્યો છે. અને આ સ્પેશ સ્ટેશન ધરતી પર પડે તે પહેલા જ ચેના ટુકડે-ટુકડા થઈ જશે. અને તો આ સ્પેશ સ્ટેશનનો ટુકડો જમીન પર પડશે તો પણ તેની સાઈસ એક નાના કંકડથી મોટી નહિં હોય.

ઍરોસ્કોપ એનાલિસિસના જણાવ્યા અનુસાર, આકાશમાંથી આવનારા આ ટુકડાઓથી જખમી થનારા લોકોની સંખ્યા 1 લાખ કરોડથી ઓછી છે.

ચીનનું કહે છે કે આ સ્પેસ સ્ટેશનનું પતન એ એક નિયંત્રિત કાર્યક્રમ છે. ચીની સ્પેસ સ્ટેશનના અગ્રણી વૈજ્ઞાનિકે અગાઉ કહ્યું હતું કે બધું જ તેના નિયંત્રણ હેઠળ છે, પરંતુ હવે, તે પોતાના નિવેદનને પાછું લઈને તેઓ કહે છે કે  ટિયેંગૉગ-1 કદાચ અનિયંત્રિત રૂપથી જમીન પર આવીને પડી શકે છે. પરંતુ શું આ પહેલું સ્પેસ ઓબ્જેક્ટ છે કે જે પૃથ્વી પર આવીને પડશે?

આ છે દુનિયાભરના એ સ્પેશ શિપ્સ જે જમીન પર આવીને પડ્યા:

1

સ્પેશશિપ-        મિર(રશિયા)          

પૃથ્વી પર પડવાની તારીખ  -   23-3-2001

નિયંત્રિત/અનિયંત્રિત - નિયંત્રિત

ક્યાં પડ્યું?- પ્રશાંત મહાસાગર

2

સ્પેશશિપ   - સ્લાઈલેબ (અમેરિકા)

પૃથ્વી પર પડવાની તારીખ     -11-07-1979

નિયંત્રિત/અનિયંત્રિત - અનિયંત્રિત

ક્યાં પડ્યું?- હિંદ મહાસાગર

3

સ્પેશશિપ -  સૈલ્યૂટ-7 (રશિયા)

પૃથ્વી પર પડવાની તારીખ     - 7-2-1991

નિયંત્રિત/અનિયંત્રિત - અનિયંત્રિત

ક્યાં પડ્યું?- અર્જેંટીના

4

સ્પેશશિપ   -સૈલ્યૂટ-6 (રશિયા)

પૃથ્વી પર પડવાની તારીખ     -  29-07-1982

નિયંત્રિત/અનિયંત્રિત - નિયંત્રિત

ક્યાં પડ્યું?- અજ્ઞાત

આમ આ 4 સ્પેશ સ્ટેશન ધરતી પર આવીને નીચે પડ્યા હતાં.

 

 
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर