Home /News /national-international /ચીનમાં ફરી એક વાર લૉકડાઉન લાગ્યા: સરકાર પર લોકો ગુસ્સે થયાં, આ બીમારીએ ટેન્શન વધાર્યું

ચીનમાં ફરી એક વાર લૉકડાઉન લાગ્યા: સરકાર પર લોકો ગુસ્સે થયાં, આ બીમારીએ ટેન્શન વધાર્યું

ચીનના અનેક શહેરોમાં ફરી એક વાર લોકડાઉન લાગ્યા

શીઆન શહેરના અધિકારીઓએ કહ્યું કે, તે ઈંફ્લૂએંજાના વધતા કેસને રોકવા માટે કોવિડ 19માં લગાવેલા અંકુશ જેવા ઉપાયો લાગૂ કરશે. જેમાં સ્કૂલ અને દુકાનો બંધ કરવાનું સામેલ છે.

બેઈજીંગ: ચીનના કેટલાય શહેરોમાં ફરી એક વાર લોકડાઉનનો ખતરો મંડરાયો છે. ચીનમાં ઈંફ્લૂએંજાના કેસમાં સ્પિડ આવી છે, જેને લઈને સ્થિતી ભયાનક થઈ ગઈ છે. ચીનના ઉત્તર-પશ્ચિમી શહેર શીઆનમાં સંક્રમણમાં વધારાને રોકવા માટે કોવિડ જેવા લોકડાઉન લગાવ્યા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ અને પ્રિવેંશને કહ્યું કે, ફ્લૂનો પોઝિટિવિટી રેટ છેલ્લા અઠવાડીયામાં 25.1 ટકાથી વધીને આ અઠવાડીયામાં 41.6 ટકા થઈ ગયો છે, જ્યારે કોવિડનો પોઝિટિવિટી રેટ 5.1 ટકાથી ઘટીને 3.8 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો: બીકાનેરના રાજમાતા સુશીલા કુમારીનું નિધન, રાજાશાહી પરંપરા અનુસાર થશે અંતિમ સંસ્કાર

શીઆન શહેરના અધિકારીઓએ કહ્યું કે, તે ઈંફ્લૂએંજાના વધતા કેસને રોકવા માટે કોવિડ 19માં લગાવેલા અંકુશ જેવા ઉપાયો લાગૂ કરશે. જેમાં સ્કૂલ અને દુકાનો બંધ કરવાનું સામેલ છે. શીઆનની વસ્તી લગભગ 13 મિલિયન છે. 2021માં કોવિડના કારમે આ તમામ જગ્યા પર એક મહિના માટે લોકડાઉન લગાવી દીધા હતા. સરકારી આંકડા અનુસાર, સતત છ અઠવાડીયાથી પોઝિટિવીટી રેટ વધી રહ્યો છે.

શાંક્સીમાં લાગૂ કર્યા ઉપાયો


સીએનએનના જણાવ્યા અનુસાર, પ્રકોપને રોકવા માટે લોકડાઉન લગાવવા માટે અધિકારીઓની ટીકા થઈ રહી છે. શાંક્સી પ્રાંતમાં આવેલ લોકપ્રિય પર્યટન સ્થળે તેના નિવારણ માટે એક ઈમરજન્સી રિએક્શન યોજના લાગૂ કરી છે, જેને લઈને દુકાનો, સ્કૂલ અને અન્ય ભીડવાળી જગ્યા બંધ કરી દીધી છે.


સીએનએનના જણાવ્યા અનુસાર, ચીનના ટ્વિટર જેવા પ્લેટફોર્મ વીબો પર લોકોએ તર્ક આપ્યો છે કે, લોકડાઉન શરુ કરવાની જગ્યાએ રસીકરણ પર ધ્યાન આપવું જોઈએ.
First published:

Tags: China Vaccine, Corona lockdown

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો