Home /News /national-international /Arunachal Pradesh: ભારતીય સેના આગળ ઝૂક્યું ચીન, કહ્યું- ‘અમને મળ્યો અરુણાચલનો છોકરો’, 1 સપ્તાહમાં આવશે ભારત
Arunachal Pradesh: ભારતીય સેના આગળ ઝૂક્યું ચીન, કહ્યું- ‘અમને મળ્યો અરુણાચલનો છોકરો’, 1 સપ્તાહમાં આવશે ભારત
અરુણાચલ પ્રદેશના 17 વર્ષીય કિશોરનું ચીની સેનાએ અપહરણ કર્યું છે. (ફાઈલ ફોટો)
Arunachal Pradesh: અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લાના રહેવાસી 17 વર્ષીય આ કિશોરનું નામ મિરામ તરોન છે. અરુણાચલ પ્રદેશના સંસદ તાપિર ગાઓએ કહ્યું હતું કે ચીની સેનાએ રાજ્યમાં ભારતીય ક્ષેત્રમાંથી તેનું અપહરણ કરી લીધું હતું.
નવી દિલ્હી. અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના સરહદી વિસ્તારમાંથી ચીની સેના (China Army) દ્વારા કિડનેપ કરવામાં આવેલા ભારતીય કિશોર મામલે સારા સમાચાર આવ્યા છે. આ મામલે ભારતીય સેના (IndianA rmy)ના સક્રિય થયાના 3 દિવસની અંદર ચીને પ્રતિક્રિયા આપી છે. ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે એક સપ્તાહની અંદર અરુણાચલ પ્રદેશનો આ છોકરો ભારત પરત આવી જશે. ભારતીય સેનાએ ગુરુવારે ચીની સેના સાથે હોટલાઈનના માધ્યમથી પહેલી વખત આ અંગે વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લાના રહેવાસી 17 વર્ષીય આ કિશોરનું નામ મિરામ તરોન છે. અરુણાચલ પ્રદેશના સંસદ તાપિર ગાઓએ કહ્યું હતું કે ચીની સેનાએ રાજ્યમાં ભારતીય ક્ષેત્રમાંથી તેનું અપહરણ કરી લીધું હતું. તેમણે કહ્યું કે ચીની સેનાએ સિયુંગલા કહેત્રના લુંગતા જોર વિસ્તારમાંથી કિશોરનું અપહરણ કર્યું હતું. ચીની સેનાથી બચીને ભાગવામાં સફળ રહેલા તરોનના મિત્ર જોની યઈયિંગે સ્થાનિક અધિકારીઓને અપહરણ અંગે જાણકારી આપી હતી.
રક્ષા ક્ષેત્રમાં હાજર સૂત્રોએ ન્યુઝ18ને કહ્યું હતું કે, ‘અરુણાચલ પ્રદેશથી મિરામ તરોન નામના ગુમ થયેલા છોકરાની ઘટનાના સંબંધમાં એ સૂચિત કરવામાં આવે છે કે સૂચના મળ્યા સુધી ભારતીય સેનાએ તરત હોટલાઇનના માધ્યમથી ચીની સેના સાથે સંપર્ક કર્યો હતો. ચીની સેનાને જાણકારી આપવામાં આવી હતી કે એક વ્યક્તિ જડીબુટી ભેગી કરી રહી હતી અને શિકાર કરી રહી હતી ત્યારે જ તે રસ્તો ભટકી ગઈ હતી અને હવે મળી નથી રહી. ચીની સેના પાસે વ્યક્તિની ખબર શોધવા અને પ્રોટોકોલ અનુસાર તેના પાછો મોકલવા માટે મદદ માંગવામાં આવી છે.’
બીજી બાજુ સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર તેજપુરના ડિફન્સ પીઆરઓ લેફ્ટનન્ટ હર્ષવર્ધન પાંડેએ જાણકારી આપી છે કે સે ચીની સેના તરફથી ભારતીય સેનાને જાણ કરવામાં આવી છે કે એ લોકોને અરુણાચલ પ્રદેશથી લાપતા થયેલો છોકરો મળ્યો છે. હવે તેને ભારત મોકલવા સંબંધિત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પીએલએ દ્વારા તરોનના અપહરણના આરોપ પર પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘હું પરિસ્થિતિથી વાકેફ નથી.’ તો અરુણાચલ પ્રદેશના સાંસદ ગાઓએ કહ્યું હતું કે તેમણે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીને આ અંગે જાણ કરીને જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભારતીય સેનાને ટેગ કર્યા હતા.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર