LAC પર ચીનનો ખતરોઃ ભારતે સામે ભર્યા આ પગલાં, આજે યોજાશે અગત્યની સમીક્ષા બેઠક

PM નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગે કરી સમીક્ષા, વિદેશ સચિવ સાથે પણ વાતચીત કરી

PM નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગે કરી સમીક્ષા, વિદેશ સચિવ સાથે પણ વાતચીત કરી

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતની સાથે સરહદ વિવાદને લઈ ચાલી રહેલા ગતિરોધની વચ્ચે ચીન (China)એ મંગળવારે મોટું પગલું ભર્યું છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi jinping)એ દેશના સશસ્ત્ર દળોના સૈનિકોને ટ્રેનિંગ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ જિનપિંગે કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના કારણે ચીનની રાષ્ટ્રીય સુરક્ષા પર પડી રહેલી સીધી અસરનો સામનો કરવા તૈયાર રહેવા માટે કહ્યું છે.

  એક રિપોર્ટ મુજબ, ચીનના રાષ્ટ્રપ્રમુખે એવું પણ કહ્યું કે, દેશના સૈનિકોની ટ્રેનિંગ મજબૂત કરવા અને યુદ્ધ માટે તૈયાર થવું, રાષ્ટ્રીય સંપ્રભુતાની રક્ષા કરવી અને દેશની સમગ્ર સામરિક સ્થિરતાની રક્ષા કરવી મહત્વપૂર્ણ છે. તેમની આ વાતને ભારતની સાથે વધતા તણાવની વચ્ચે યુદ્ધની શક્યતા સાથે જોડીને જોવામાં આવી રહી છે.

  PM મોદીએ સુરક્ષા અંગે કરી સમીક્ષા, વિદેશ સચિવ સાથે પણ વાતચીત કરી
  એવામાં ભારત પણ ચીનના ખતરાનો સામનો કરવા માટે પોતાના સુરક્ષા પ્રબંધોને લઈને તૈયાર થઈ જવા માંગે છે. આ જ કારણ છે કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ PM મોદીએ ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર એક ઉચ્ચસ્તરીય મીટિંગ કરી. આ મીટિંગમાં ત્રણ સેનાઓના પ્રમુખ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત સામેલ થયા.

  આ પહેલા PM મોદીની વિદેશ સચિવ સ્તરે અધિકારીઓ સાથે એક અન્ય બેઠક આ મુદ્દે આયોજિત થઈ હતી. સૂત્રોની જાણકારી મુજબ વડાપ્રધાન મોદીની સાથે થયેલી બેઠક પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે વાત કરી હતી અને તેમને બ્રીફ કર્યા હતા.

  આ પણ વાંચો, ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીની આર્મી વચ્ચે સૌથી મોટું ઘર્ષણ થવાના અણસારઃ રિપોર્ટ

  ચીની સૈનિકોની ભારતીય સૈનિકોની સાથે લદાખ અને સિક્કિમમાં થયેલા ઘર્ષણ બાદથી અનેક સ્તર પર એવી બેઠકો કરવામાં આવી રહી છે. સેટેલાઇટ તસવીરોમાં જોઈ શકાય છે કે ચીને લદાખની પાસે પોતાનો એરબેઝ મોટું કરી દીધું છે. તસવીરોમાં ત્યાં ઊભેલા ફાઇટર જેટ પણ જોવા મળે છે. આ ઉપરાંત ચીને ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત બોલાવવા માટે ભારતની એમ્બસીને જાણ કરી છે.

  અમેરિકાએ પણ સરહદ વિવાદ પર ચીનને ખખડાવ્યું

  ચીનની સાથે સરહદ વિવાદ વિશે અમેરિકાએ કહ્યું કે, લદાખ હોય કે સિક્કિમ હોય કે પછી દક્ષિણ ચીન સાગર- તેઓ આ એશિયન દેશના ઊભા કેરલા ખતરાનું ધ્યાન અપાવે છે. ચીન તરફથી ભડકાવવાનો પ્રયાસ અને પરેશાન કરનારો વ્યવહાર તેની પર સવાલો ઊભા કરે છે કે કેવી રીતે ચીન પોતાની વધતી શક્તિનો ઉપયોગ કરવા માંગે છે.

  આજે શીર્ષ કમાન્ડર સમીક્ષા કરશે

  ભારતીય સેનાના શીર્ષ સૈન્ય કમાન્ડર બુધવારેથી શરૂ થઈ રહેલા ત્રણ દિવસીય સંમેલન દરમિયાન પૂર્વ લદાખના કેટલાક વિસ્તારોમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે તણાવપૂર્ણ ગતિરોધની ગહન સમીક્ષા કરશે. સૂત્રોએ કહ્યું કે કમાન્ડર જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરશે. તેની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત કરનારા મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

  અત્યાર સુધી ભારત પણ ચીનને વળતો જવાબ આપી રહ્યું છે. ભારતે પણ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. સાથોસાથ પેટ્રોલિંગ પણ વધુ સઘન કરી દીધું છે.

  આ પણ વાંચો, WHOએ જાહેર કરી ચેતવણી- જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં ફરીથી ત્રાટકી શકે છે કોરોના
  Published by:Mrunal Bhojak
  First published: