LAC પર ચીનની અવળચંડાઈ! ભારતીય સરહદ પર લગાવ્યા 3 મોબાઈલ ટાવર -લદ્દાખના સ્થાનિક નેતાનો દાવો
LAC પર ચીનની અવળચંડાઈ! ભારતીય સરહદ પર લગાવ્યા 3 મોબાઈલ ટાવર -લદ્દાખના સ્થાનિક નેતાનો દાવો
LAC પર ચીનની અવળચંડાઈ! ભારતીય સરહદ પર લગાવ્યા 3 મોબાઈલ ટાવર
China Encroachment near LAC: ચીન લદ્દાખમાં LAC ની નજીક ઝડપથી બાંધકામનું કામ કરી રહ્યું છે. બેઈજિંગે ભારતીય ક્ષેત્રની ખૂબ નજીક 3 મોબાઈલ ટાવર લગાવ્યા છે. લેહ જિલ્લાના ચુશુલ ગામના કાઉન્સિલરે આ દાવો કર્યો છે.
ચીન લદ્દાખમાં (Ladakh) LAC નજીક નિર્માણ કાર્યને લઈને તેની હરકતોથી થાક્તું નથી (China Encroachment near LAC). બેઈજિંગે ભારતીય ક્ષેત્રની ખૂબ નજીક 3 મોબાઈલ ટાવર લગાવ્યા છે. લેહ જિલ્લાના ચુશુલ ગામના કાઉન્સિલરે આ દાવો કર્યો છે. કોનચોક સ્ટેનઝિને આ વિસ્તારમાં ચાઈનીઝ મોબાઈલ ટાવર (Chinees Mobile Tower Near Ladakh) ની તસવીરો પણ ટ્વિટર પર શેર કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કોન્ચોક સ્ટેનજિને કહ્યું કે ચીન સરહદ પર તેની બાજુમાં ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. તાજેતરમાં પેંગોંગ સરોવર પર પુલ પૂરો કર્યા પછી, ચીને હવે તેના ગરમ ઝરણાના કિનારે ટાવર સ્થાપિત કર્યા છે.
After completing the bridge over Pangong lake, China has installed 3 mobile towers near China's hot spring very close to the Indian territory. Isn't it a concern? We don't even have 4G facilities in human habitation villages. 11 villages in my constituency have no 4G facilities. pic.twitter.com/4AhP4TYVNY
અગાઉ, કોચોંક સ્ટેનજિને ટ્વીટ કરીને કહ્યું હતું કે, પેંગોંગ તળાવ પર પુલનું નિર્માણ પૂર્ણ કર્યા પછી, ચીને હોટ સ્પ્રિંગ નજીક ભારતીય સરહદની ખૂબ નજીક 3 મોબાઇલ ટાવર લગાવ્યા છે. શું આ ચિંતાનો વિષય નથી? અમારી પાસે ગામડાઓમાં 4Gની સુવિધા નથી.
અગાઉ, ચાઇનીઝ હેકર્સે તાજેતરમાં ભારત-ચીન સરહદ (Indo-China Border) નજીક લદ્દાખમાં પાવર વિતરણ કેન્દ્રો અને ઉત્તર ભારતમાં ઓછામાં ઓછા 7 લોડ-ડિસ્પેચિંગ કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. ન્યૂઝ 18 દ્વારા એક્સેસ કરાયેલા ગ્રીડના હેકિંગ અંગેના અહેવાલમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સે આ ઓપરેશન માટે ટ્રોજન શેડો પેડ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો.
“ટ્રોજન એ ચીની સરકારનું હેકિંગ ટૂલ છે, જે દર્શાવે છે કે આ ક્રિયા પાછળ ચીની સરકારનો હાથ છે. ચીનના રાજ્ય-પ્રાયોજિત હેકર્સે પાવર ગ્રીડને નિશાન બનાવ્યા હોવાના અહેવાલો પર, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત પાસે જટિલ માળખાકીય સુવિધાઓને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર