કોરોના પછી દુનિયા પર ચીનમાંથી વધુ એક ખતરાની ઘંટી? માણસમાં H10N3 બર્ડ ફ્લૂ નો પ્રથમ કેસ જોવા મળ્યો

પ્રતિકાત્મક તસવીર

તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી કે આ વ્યક્તિ વાયરસથી કેવી રીતે સંક્રમિત થયો

  • Share this:
    બીજિંગ : મનુષ્ય બર્ડ ફ્લૂ એચ10એન3 સ્વરૂપથી (Bird flu H10N3 Strain)સંક્રમિત થવાનો પ્રથમ મામલો ચીનના (China)પૂર્વી પ્રાંત જિયાંગ્સુમાં સામે આવ્યો છે. ચીનના સ્વાસ્થ્ય આયોગે મંગળવારે આ જાણકારી આપી હતી. સરકારી સીજીએનટી ટીવીએ જણાવ્યું કે ઝેનજિયાંગ શહેરના 41 વર્ષીય દર્દીની હાલત સ્થિર છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ઝેનજિયાંગના રહેવાસી શખ્સને તાવ અને અન્ય લક્ષણો જોવા મળ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 28 મે ના રોજ આ શખ્સમાં એચ10એન3 એવિયન ઇન્ફ્લુએંજા વાયરસથી સંક્રમિત થવાની જાણ થઇ હતી. જોકે તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી કે આ વ્યક્તિ વાયરસથી કેવી રીતે સંક્રમિત થયો છે.

    સ્વાસ્થ્ય અધિકારીઓએ આ સંક્રમણને વધારે મહત્વ ના આપતા કહ્યું કે આ મરઘીથી મનુષ્યમાં વાયરસ ફેલાવવાનો છિટપુટ મામલો છે અને તેનાથી મહામારી ફેલાવવાનો ખતરો ઘણો ઓછો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે એક નિવેદનમાં જણાવ્યું કે દર્દી 28 મે ના રોજ એચ10એન3 વાયરસથી સંક્રમિત થયો હતો. આયોગે એ નથી જણાવ્યું કે વ્યક્તિ સંક્રમિત કેવી રીતે થયો. તેમણે જણાવ્યું કે આ પહેલા દુનિયામાં ક્યાંય પણ મનુષ્યોમાં એચ10એન3 સંક્રમણનો મામલો સામે આવ્યો નથી.

    આ પણ વાંચો - રાજકોટ : એક કરોડ રૂપિયાની ચોરીને અંજામ આપે તે પહેલાં જ નેપાળી ગેંગનો સભ્ય ઝડપાયો, આવી રીતે આચરવાના હતા ગુનો

    2016-17માં 300 લોકોના મોત થયા હતા

    H10N3 મરઘીઓમાં ફેલાતો બર્ડ ફ્લૂનો અપેક્ષાકૃત ઓછો ગંભીર સ્વરૂપ છે અને તે મોટા પ્રમાણમાં ફેલાય તેવું જોખમ ઘણું ઓછું છે. ચીનમાં એવિયન ઇન્ફ્લુએંજાના ઘણા અલગ અલગ પ્રકાર છે અને કેટલાક છિટપુટ રુપથી લોકોને સંક્રમિત કરે છે. સામાન્ય રીતે તે જે મરઘાનો ઉછેર કરે છે. 2016-17 દરમિયાન H7N9 સ્ટ્રેનથી લગભગ 300 લોકોના મોત થયા પછી બર્ડ ફ્લૂથી માનવ સંક્રમણનો કોઇ ખાસ કેસ સામે આવ્યા નથી.

    ચીનમાં બર્ડ ફ્લૂના વિભિન્ન સ્વરુપ છે. જે મનુષ્યોને સંક્રમિત કરવાના કેસ ક્યારેક ક્યારેક સામે આવે છે.
    Published by:Ashish Goyal
    First published: