પાકિસ્તાનને ચીને આપ્યો ઠેંગો, કહ્યું નહીં આપીએ ઉધાર પર વિમાન

News18 Gujarati
Updated: October 10, 2019, 6:00 PM IST
પાકિસ્તાનને ચીને આપ્યો ઠેંગો, કહ્યું નહીં આપીએ ઉધાર પર વિમાન
ઇમરાન ખાન

  • Share this:
ભારતને (India) ફ્રાંસથી(France) પહેલું રાફેલ (Rafale) વિમાન મળ્યું છે. આ ખબર પાકિસ્તાનને એ હદે પરેશાન કરી ગઇ કે તેણે પોતાના સૌથી નજીકના મિત્ર ચીનથી ઉધાર વિમાન માંગ્યું. પાકિસ્તાને ચીન પાસેથી એક અપગ્રેડ રડાર અને એરક્રાફ્ટ માંગ્યા. પાકિસ્તાને ચીનને કહ્યું કે તે જે17 થંડર અપગ્રેડ કરે. પણ ચીને પાકિસ્તાનની આ માંગણીને સ્પષ્ટ શબ્દોમાં નકારી દીધી. ચીનનું માનવું છે કે પાકિસ્તાનની આર્થિક હાલત આમ પણ ખરાબ છે. તેવામાં ઉધારે તેને કોઇ વસ્તુ આપીને ચીન પોતે ફસાવવા નથી માંગતું. આ પહેલા પણ ચીને પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. આ પ્રવાસની ઠીક પહેલા ચીને કાશ્મીર મામલે ટિપ્પણી કરતા કહ્યું કે આ બંને દેશોનો આંતરિક વિષય છે. નોંધનીય છે કે આ પહેલા કાશ્મીર મામલે ચીન પાકિસ્તાનની વકિલાત કરતો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન બે દિવસના ચીનના પ્રવાસ પર એ આશાએ પહોંચ્યા હતા કે કાશ્મીર મામલે તેમને ચીનથી ભરપૂર સમર્થન મળે. પણ ચીને સાફ કર્યું કે બંને દેશોએ એકબીજા સાથે વાત કરવી જોઇએ.

ચીને સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાનની વકીલાત કરી હતી. અને ઇમરાન ખાનને આશા હતી કે આ વખતે પણ ચીન તેમને મદદ કરશે. પણ ચીનના નિવેદને ઇમરાન ખાનના ખયાલી પુલાવો પર પાણી ફેરવી દીધું છે. ઉલ્લેખનીય છે કે ભારતને ફ્રાંસથી 36 રાફેલ લડાકૂ વિમાન મળશે. જેનો ઉપયોગ કે પાકિસ્તાન અને ચીનથી તેની સીમાઓને સુરક્ષિત કરવા માટે કરવામાં આવશે. વાયુસેનાએ પાકિસ્તાન અને ચીની સીમાને મજબૂત કરવા ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે. રાફેલ લડાકૂ વિમાન બરાબર સંખ્યામાં બંને દેશોની સીમા પર રાખવામાં આવશે. 18 રાફેલ વિમાન અંબાલા વાયુસેના બેઝમાં મૂકવામાં આવશે. અને 18 પશ્ચિમ બંગાળના હાશિમારા બેઝ પર મૂકવામાં આવશે.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading