Home /News /national-international /ચીનમાં ફરીથી લોકડાઉન: એક જ દિવસમાં રેકોર્ડ 30 હજારથી વધુ કેસ આવ્યા, નારાજ જનતા રસ્તા પર ઉતરી આવી

ચીનમાં ફરીથી લોકડાઉન: એક જ દિવસમાં રેકોર્ડ 30 હજારથી વધુ કેસ આવ્યા, નારાજ જનતા રસ્તા પર ઉતરી આવી

ચીનમાં કોરોનાએ ફરી એક વાર માથું ઉચક્યું

સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં એક દિવસમાં 30 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. વધતા કેસોને જોતા ચીનમાં ફરીથી કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવામાં આવી રહ્યા છે.

    બેઈઝિંગ: ચીનમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધતા દેખાઈ રહ્યા છે અને મહામારીની શરુઆત બાથી દેશમાં દરરોજ નોંધાતા કોવિડ કેસો પોતાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં એક દિવસમાં 30 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. વધતા કેસોને જોતા ચીનમાં ફરીથી કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવામાં આવી રહ્યા છે. તો વળી ઝોંગઝોઉમાં લોકડાઉન સહિત કેટલાય કડક નિયમો અને શરતો લાગૂ કરતા લોકોમાં નારાજગી જોવા મળી છે, જેને લઈને કર્મચારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી.



    નેશનલ હેલ્થ બ્યૂરોએ કહ્યું કે, ચીનમાં બુધવારે 31,454 કેસ નોંધાયા છે, જેમાં 27,517 કેસ કોઈ પણ લક્ષણ વગરના છે. જો કે, આ કેસ ચીનની 1.4 બિલિયનની વિશાળ વસ્તીની સરખામણીમાં અપેક્ષાકૃત આંકડા કરતા ઘણા ઓછા છે. પણ બેઈઝિંગની સંખ્યા શૂ્ન્ય કોવિડ નીતિ અંતર્ગત, નાના નાના કેસો સામે આવ્યા બાદ સમગ્ર શહેરોને બંધ કરી શકે છે અને કોરોનાથી સંક્રમિત લોકોને કડક કોરન્ટાઈનમાં રાખવામાં આવી શકે છે.


    એપ્રિલ બાદ ચીનમાં ડેઈલી કેસમાં રેકોર્ડબ્રેક વધારો


    કોરોનાના મામલામાં ત્રીજા વર્ષે પણ ચીનમાં ફરી એક વાર પ્રતિબંધો અને કડક ગાઈડલાઈન્સથી લોકો થાકી ગયા છે અને ગુસ્સાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. સતત પ્રતિબંધોએ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશમાં છુટક વિરોધ અને ઉત્પાદકતાને પ્રભાવિત કર્યું છે.



    હવે બુધવારે એક દિવસમાં 31,454 કેસ નોંધાયા જે એપ્રિલના મધ્યમાં નોંધાયેલા 29,390 કેસોની સરખામણીએ ક્યાંય વધારે છે, જ્યારે મેગા સિટી શંધાઈમાં કડક લોકડાઉન લગાવી દીધું છે અને આ દરમિયાન સ્થાનિક લોકો ખાવાનું ખરીદવા અને મેડિકલની સુવિધા મેળવવા માટે સંઘર્ષ કરતા દેખાયા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Corona case

    विज्ञापन
    विज्ञापन