અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપશે ચીન સહિત આ 4 દેશો! ચાલું રાખશે દૂતાવાસ

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપશે ચીન સહિત આ 4 દેશો! બનાવી રાખશે દૂતાવાસ (Pic- AP)

Afghanistan Crisis- કેટલાક દેશો તાલિબાની સરકારને માન્યતા આપવામાં નરમ વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે

 • Share this:
  કાબુલ : આતંકી સંગઠન તાલિબાને (Taliban)હવે અફઘાનિસ્તાન (Afghanistan)પર કબજો કરી લીધો છે. એક આતંકી સંગઠનની સરકારને માન્યતા આપવાને લઇને વૈશ્વિક રૂપથી ઉહાપોહની સ્થિતિ છે. જોકે જે રીતે હાલત જોવા મળી રહી છે. તેમા કેટલાક દેશો તાલિબાની સરકારને માન્યતા આપવામાં નરમ વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે. ખબર છે કે ચીન (China), રશિયા, તુર્કી અને પાકિસ્તાન જેવા દેશ કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરશે નહીં. આ ચારેય દેશ પોતાનું દૂતાવાસ તાલિબાન સરકારમાં પણ પૂર્વવત ચલાવતા રહેશએ.

  આ દરમિયાન ચીને સોમવારે સ્પષ્ટ કર્યું કે તે તાલિબાન સરકાર સાથે દોસ્તાના સંબંધ રાખવા માંગે છે. સમાચાર એજન્સી AFPના મતે ચીને કહ્યું કે અફઘાનિસ્તાન તાલિબાન સાથએ મૈત્રીપૂર્ણ સંબંધ બનાવવા માટે તૈયાર છે. તાલિબાનના કબજા પછી ચીન તરફથી આ પ્રથમ ટિપ્પણી છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે એ તાલિબાનના વ્યવહાર પર નિર્ભર કરશે કે તેને માન્યતા આપવામાં આવે કે નહીં.

  આ પણ વાંચો - ‘તે અમને મારે છે, કૂતરાને ખવડાવે છે’, તે મહિલાનું દર્દ જેને તાલિબાને મારી ગોળી, ફોડી આંખો

  તાલિબાનને પાકિસ્તાનનું સમર્થન, આપી શકે છે માન્યતા

  પાકિસ્તાનને લઇને માનવામાં આવે છે કે તે તાલિબાન સરકારને માન્યતા આપી શકે છે. આમ પણ તાલિબાનનું મુખ્યાલય પાકિસ્તાનમાં જ છે. આવામાં પાકિસ્તાનનું તાલિબાનનું સમર્થન જગજાહેર છે. થોડા દિવસો પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં થઇ રહેલી હિંસા પાછળ પાકિસ્તાનથી મળી રહેલા સમર્થનને જવાબદાર ગણાવ્યું હતું.

  તુર્કીનું શું રહેશે સ્ટેન્ડ

  તુર્કીમાં પણ ઘણા લોકો આને એક અવસરના રૂપમાં જોઈ રહ્યા છે જેથી આ ક્ષેત્રમાં તે પોતાની તાકાત વધારી શકે. અમેરિકા સાથે ઉતાર-ચડાવ ભરેલા સંબંધોને શાનદાર બનાવી શકાય. માનવામાં આવી રહ્યું છે કે તુર્કીનું દૂતાવાસ પણ રહેશે.

  અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કરી લીધો છે. તાલિબાન ના ડરથી લોકો કોઈ પણ ભોગે દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનથી બહાર જવાનો માત્ર એક જ રસ્તો ખુલ્લો છે- કાબુલ એરપોર્ટ. એવામાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ છે. આ દરમિયાન TOLO Newsના હવાલાથી માહિતી મળી રહી છે કે તાલિબાની ફાઇટરોએ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ (Firing at Kabul Airport) કર્યું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. જોકે, તાલિબાને એરપોર્ટ પર ગોળીબારની પુષ્ટિ નથી કરી. હાલ એરપોર્ટ અમેરિકાના સૈનિકોના કન્ટ્રોલમાં છે.
  Published by:Ashish Goyal
  First published: