Home /News /national-international /

China Mars Mission: ચીને અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો, મંગળગ્રહ પર ઉતાર્યું Zhurong રોવર

China Mars Mission: ચીને અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો, મંગળગ્રહ પર ઉતાર્યું Zhurong રોવર

તસવીર: @MarsZhurong /

આ સાથે જ મંગળ પરના પ્રથમ મિશન દરમિયાન ભ્રમણકક્ષા, લેન્ડિંગ અને રોવિંગ ઓપરેશન કરનાર ચીન પ્રથમ દેશ બન્યો છે.

નવી દિલ્હી: ચીન અવકાશમાં પોતાના અતિ મહત્ત્વકાંક્ષી મિશન તરફ આગળ વધી રહ્યું છે. શનિવારે ચીનના ઝુરોંગ રોવરને મંગળની સપાટી પર લેન્ડ કરવામાં સફળતા મળી હોવાનું સ્ટેટ મીડિયાના અહેવાલમાં જણાવાયું છે. ચીનનું આ પ્રથમ મંગળ મિશન છે. મંગળના યુટોપિયા પ્લેનિટીયા તરીકે ઓળખાતા વિશાળ ઉત્તરી લાવા મેદાનને લક્ષ્યમાં રાખીને રોવરનું લેન્ડિંગ કરાયું હતું. મંગળના વાતાવરણમાં ઝૂરોંગને લઈ જતા લેંડરના પ્રવેશની સાત મિનિટ દિલધડક હતી. લેન્ડરને નેવિગેટ કરવા માટે પેરાશૂટનો ઉપયોગ કરાયો હતો. ચીનની સરકારી ચેનલ સીસીટીવીએ મિશનની સફળતા અંગે જાહેરાત કરી હતી. આ મિશનની વિગતો માટે ખાસ નિહાઓ માર્સ નામનો ખાસ કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. સત્તાવાર ઝિન્હુઆ ન્યુઝ એજન્સીએ ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (સીએનએસએ)એ લેન્ડની પુષ્ટિ આપી હોવાનું કહ્યું હતું.

આ સાથે જ મંગળ પરના પ્રથમ મિશન દરમિયાન ભ્રમણકક્ષા, લેન્ડિંગ અને રોવિંગ ઓપરેશન કરનાર ચીન પ્રથમ દેશ બન્યો છે. યુ.એસ. અને રશિયા જ લાલ ગ્રહ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. મંગળ પર પહોંચવાની સ્પર્ધમાં ચીન આગળ નીકળવા પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે હવે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા સજ્જ છે.

આ પણ વાંચો: અમદાવાદ: 'યે આદમી ટોળે કા વીડિયો બનતા હૈ, ઈસકો મારો,' પોલીસકર્મી સાથે ટપલીદાવ

ત્રણ મહિનાનું મિશન

રોવરનું નામ ઝૂરોંગ રાખવામાં આવ્યું છે. આ નામ ચીનના પૌરાણિક અગ્નિદેવ પરથી રખાયું છે. અમેરિકાનું પેરસેવેરન્સ થોડા મહિના પહેલા જ મંગળ પર પહોંચ્યું હતું. ત્યાર બાદ હવે ચીનનું રોવર પણ લાલગ્રહ પર પહોંચવામાં સફળ થયું છે. પરિણામે બંને દેશ વચ્ચેની પૃથ્વીના સીમાડા પારની આ હરીફાઈ વધુ ઘેરી બની છે. ચીનના ઝૂરોંગમાં છ પૈડાં છે. 240 કિલો વજન ધરાવતું આ રોવર સૂર્યપ્રકાશથી સંચાલિત છે. મંગળ પરની સપાટી પરથી પથ્થરના નમૂના લઈને તેનું વિશ્લેષણ કરશે.

આ પણ વાંચો:  એક તરફી પ્રેમમાં પાગલ યુવક કુહાડી સાથે લગ્નમાં પહોંચ્યો, દુલ્હાની નજર સાથે દુલ્હનના સેંથામાં ભર્યું સિંદૂર

ગત વર્ષે જુલાઈમાં ચીનના તીયાનવેન 1નું લોન્ચ થયું હતું. આ લૉન્ચ અને લેન્ડિંગની સફળતાને ચીનના સ્પેસ પ્રોગ્રામ માટે માઇલસ્ટોન માનવામાં આવે છે. તીયાનવેન 1 સ્પેસ્ક્રાફ્ટ મંગળની ભ્રમણકક્ષામાં ગત ફેબ્રુઆરીમાં પહોંચ્યું હતું. તે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું હોવાનું સ્ટેટ મીડિયાએ જાહેર કર્યું હતું.

ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (સી.એન.એસ.એ.) માટે લેન્ડિંગ દિલધડક હતું. પેરાશૂટ, રોકેટનો ધીમો ઉપયોગ અને નીચેના બફર લેગ મિશનનો સૌથી પડકારજનક ભાગ હોવાનું સ્ટેટ મીડિયાનું કહેવું છે. આ મિશન ત્રણ મહિના ચાલશે. જેમાં તસવીરો ખેંચવાની અને ભૌગોલિક ડેટા મેળવવાની કામગીરી થશે. આ મિશનમાં મુશ્કેલ ગણાયેલી પ્રક્રિયાને સેવન મિનિટ ઓફ ટેરર નામ આપવામાં આવ્યું છે. સંપર્ક ખૂબ લિમિટેડ હતો. પૃથ્વી પરથી રેડિયો સિગ્નલ ત્યાં પહોંચે તેના કરતા ઝડપી પ્રક્રિયા થઈ હતી.

આ પણ વાંચો: સુરતનો વિચિત્ર કિસ્સો: લગ્ન બાદ ગુમ થયેલો પતિ પત્નીના બીજા લગ્ન બાદ અચાનક પ્રગટ્યો, સાળાની પત્નીની છેડતી કરી!

ઉલ્લેખનીય છે કે, મંગળ પર રોવર ઉતારવા અમેરિકા, રશિયા તેમજ યુરોપિયન દ્વારા પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. 2016માં રશિયા અને યુરોપના સંયુક્ત સ્પેસ્ક્રાફ્ટનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. નાસાએ ફેબ્રુઆરી મહિનામાં પોતાના પેરસેવેરન્સ રોવરને ઉતાર્યું હતું. જે ત્યારથી સંશોધન કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રોવરે નાના રોબોટિક્સ હેલિકોપ્ટર પણ મંગળ પર ઉતર્યા હતા. જેને અન્ય ગ્રહ પરની સૌથી પહેલી પાવરેડ ફલાઇટ કહેવાય છે.

ચીન હવે યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા સાથેની દોડમાં ઘણી આગળ નીકળી છે. આ બંને દેશને અવકાશયાત્રીઓ અને કોસ્મોનોટ્સને અવકાશી સંશોધનનો દાયકાઓનો અનુભવ છે. ગત મહિને ચાઇનાએ તેના નવા સ્પેસ સ્ટેશનનું પ્રથમ મોડ્યુલ લોન્ચ કર્યું હતું. 2022માં સમાનવ યાન માટે તેને ઘણી આશાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ચીનનું લોન્ગ માર્ચ 5બી રોકેટ બેકાબુ બની હિન્દ મહાસાગરમાં પડ્યું હતું. આ ઘટનાને અમેરિકા સહિતના કેટલાક દેશોએ વખોડી હતી. આવી ઘટનાથી જાન માલને નુકસાન થવાની દહેશત વ્યક્ત કરાઈ હતી.
First published:

Tags: LANDER, RED PLANET, Rover, અંતરિક્ષ, ચીન, મંગળ

આગામી સમાચાર