નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ (Union Minister Kiren Rijiju) કહ્યું કે ચીનના (China)પીએલએએ (PLA) ભારતીય સેનાના (Indian Army)હોટલાઇન મેસેજનો જવાબ આપ્યો છે. ચીની સેનાએ પૃષ્ટિ કરી છે કે અરુણાચલ પ્રદેશથી ગુમ 5 યુવક ચીનની સરહદમાં મળ્યા છે. કિરેન રિજિજૂએ (Kiren Rijiju)મંગળવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ યુવકોને ભારતને સોપવા માટે પ્રક્રિયાઓને પુરી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે થોડાક દિવસો પહેલા અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિન્ગોંગ એરિંગે દાવો કર્યો હતો કે ચીનની સેનાએ રાજ્યના સીમાવર્તી વિસ્તારથી 5 ભારતીયોનું કથિત રુપથી અપહરણ કર્યું છે. તેમણે સરકારને તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી હતી.
આ પહેલા અરુણાચલ પ્રદેશમાં બોર્ડરથી ચીનની સેના દ્વારા પાંચ ભારતીયોના અપહરણ કરવાના મામલામાં ચીની કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનતા નથી. ચીને કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશને હંમેશાથી ચીનના દક્ષિણ તિબેટનો ભાગ માને છે. ચીનનો આરોપ છે કે સોમવારે એલએસી પર તૈનાત ભારતીય સૈનિકોએ ફરી એક વખત ગેરકાયદેસર રીતે વાસ્તવિક સરહદ રેખાને પાર કરી હતી અને ચીનની સરહદ પર રહેલા સૈનિકો પર વોર્નિંગ શોટ્સ ફાયર કર્યું હતું. ચીનના મતે ચીની સૈનિક વાતચીત કરવાના હતા.
China's PLA has responded to hotline message by Indian Army. They confirmed that missing youths from Arunachal Pradesh have been found by their side. Further modalities to handover them to our authority being worked out: Kiren Rijiju, Union Minister and MP from Arunachal Pradesh pic.twitter.com/tRy6hY04hp
અપહરણ મામલામાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ટ્વિટર દ્વારા સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં આ પ્રતિક્રિયા આવી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના મતે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિએંગે કહ્યું હતું રે ચીને ક્યારેય કથિત અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. આ ચીનના દક્ષિણ તિબેટનો વિસ્તાર છે. અમારી પાસે ભારતીય સેના તરફથી આ વિસ્તારમાં પાંચ ગુમ ભારતીયોને લઈને સવાલ આવ્યો છે પણ હાલ અમારી પાસે તેને લઈને કોઈ જાણકારી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર