ચીનમાં કોરોનાવાયરસની ભયાનકતા, રસ્તા પર મળી રહી છે લાશો!

News18 Gujarati
Updated: February 1, 2020, 3:37 PM IST
ચીનમાં કોરોનાવાયરસની ભયાનકતા, રસ્તા પર મળી રહી છે લાશો!
ચીનમાં રસ્તામાં મળી લાશ

ભારત સમેત અનેક દેશોમાં પણ કોરોનાનો આ ભય નજરે પડ્યો છે.

  • Share this:
ચીન (China)માં કોરોના વાયરસ (CoronaVirus) ઉત્પાત વધી રહ્યો છે. હાલમાં જ તેની ભયાનકતા સામે આવી છે. રસ્તા પર લોકોની લાશો મળી રહી છે. અને લોકો ચાલતા ચાલતા મરી રહ્યા છે. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લોકો રસ્તામાં બેભાન થઇને પડી રહ્યા છે. અને આ કારણ તેમની મોતનું બન્યું છે. આવી જ કેટલીક ભયાનક તસવીરો સામે આવી છે.

The Sunની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના વૃહાનમાં એક તેવો મામલો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ માસ્ક પહેરીને સાઇકલ પર જઇ રહ્યો હતો. ત્યારે જ તે અચાનક બેભાન થઇ જાય છે. અને રસ્તા પર આ રીતે પડવાથી તેની મોત થઇ હતી. જો કે આ અંગે જાણકારી મળતા મેડિકલ ટીમ અહીં પહોંચી હતી. પણ ત્યાં સુધી તેની મૃત્યુ થઇ ચૂકી હતી. નજરે જોનાર લોકોનું કહેવું છે આ સાઇકલ સવાર વ્યક્તિની મોત કોરોના વાયરસના કારણે થઇ છે. કારણ કે હાલ અહીં લોકો ચાલતા ફરતા મરી રહ્યા છે.

વળી એક અન્ય વ્યક્તિનું શબ પણ રસ્તાના કિનારે મળ્યું છે. મેડિકલ ટીમ જ્યારે ત્યાં પહોંચી અને તપાસ કરી તો તે મરી ચૂક્યો હતો. મૃતક વ્યક્તિ પણ ચહેરા પર માસ્ક લગાવી રાખ્યો હતો. ચીનમાં અત્યારે હાલત તેવી થઇ ગઇ છે કે ત્યાં માસ્કની અછત ઊભી થઇ છે. ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 259 લોકોની મોત થઇ છે. જ્યારે 11, 791 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન (WHO) કોરોના વાયરસને વૈશ્વિક સ્વાસ્થય માટે કટોકટીરૂપ જાહેર કર્યું છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે પોતાની નિયમિત રિપોર્ટમાં શનિવારે જણાવ્યું કે 1,795 દર્દીઓની સ્થિતિ નાજુક છે. ત્યાં જ 17,988 લોકોને સંક્રમિત થવાની સંભાવના છે. કુલ 243 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પણ શુક્રવારે 2,102 નવા કેસ સામે આવ્યા છે.

કોરોનાવાયરસ


ભારત સમેત અનેક દેશોમાં પણ કોરોનાનો આ ભય નજરે પડ્યો છે. કોરોનાવાયરસથી પીડિત 124 કેસ સામે આવ્યા છે. કેરળમાં પણ તેનો પહેલો કેસ નજરે પડ્યો હતો. સરકાર સમાચાર એજન્સી શિન્હુઆ મુજબ 1,36,987 તેવા લોકો વિષે જાણકારી સામે આવી છે જે કોરોનાવાયરસથી પીડિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. અને તેમાંથી 6,509 લોકોને ચિકિત્સીય સારવાર પછી રજા આપવામાં આવી છે.
First published: February 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading