દાવો! નેપાળના એક ગામ પર ચીને કર્યો છે કબ્જો, PM ઓલી પર ઉઠ્યા સવાલ

દાવો! નેપાળના એક ગામ પર ચીને કર્યો છે કબ્જો, PM ઓલી પર ઉઠ્યા સવાલ
ફાઇલ તસવીર

આ ખબર મુજબ આ ગામમાં 72 પરિવાર રહે છે.

 • Share this:
  ભારત (India)થી સીમા વિવાદ માટે લડી રહેલા નેપાળ (Nepal)ને લઇને હવે એક મોટો ખુલાસો થયો છે. નેપાળી છાપાએ આ ખુલાસો કરતા કહ્યું છે કે ચીને (China) તિબ્બત સીમા પર સ્થિતિ એક નેપાળી ગામને પૈસા આપીને તેની પર કબજો કરી લીધો છે. આ ગામ કુલ 60 વર્ષોથી ચીનના કબ્જામાં જ છે અને નેપાળની સરકાર પણ આ વાતનો વિરોધ કરવાથી ડરે છે. છાપાએ વડાપ્રધાન કેપી ઓલી (KP Oli)ને પણ સવાલો કર્યો છે, કે કેમ તે ચીનના આ ગામને પાછું લેવા માટે ભારતથી ચાલી રહેલા સીમા વિવાદ જેવી તત્પરતા નથી બતાવતા.

  ચીનની પાસે આવેલા નેપાળના રુઇ ગુવાન નામના ગામમાં તિબ્બત સ્વાયત્ત ક્ષેત્રનો ભાગ કહેવાય છે. જો કે નેપાળના છાપા અન્નપૂર્ણા પોસ્ટે દાવો કર્યો છે કે આ ગામ નેપાળનું છે અને ચીન તેની પર ગૈર કાનૂની રીતે કબજો કરીને બેઠું છે. આ ખબર મુજબ આ ગામમાં 72 પરિવાર રહે છે. નેપાળ સરકારના અધિકૃત નક્શામાં પણ આ ગામ નેપાળની સીમાની અંદર જ બતાવવામાં આવ્યું છે. પણ ચીને અહીં નેપાળી પ્રશાસનને ભગાડી દીધી છું. અને તેને પોતાના અધિકાર ક્ષેત્રમાં લઇ લીધું છે.  વધુ વાંચો : સુહાગરાતના અઢી મહિના પછી કોર્ટે પહોંચ્યો 66 વર્ષીય વૃદ્ધ

  છાપાના કહેવા મુજબ ચીનને નેપાળી સીમામાં આવેલા આ ગામમાં પોતાનું પિલર પણ લગાવ્યું છે. નેપાળી સરકારે આ મામલે હજી સુધી વિરોધ પણ નથી નોંધાવ્યો. ગોરખા જિલ્લાના રેવેન્યૂ ઓફિસમાં પણ ગામવાળાથી રેવેન્યૂ લેવામાં આવતા હોવાના દસ્તાવેજ છે. રેવેન્યૂ અધિકારી ઠાકુર ખાનલે છાપાને જણાવ્યું કે ગ્રામીણોથી રેવેન્યૂ વસૂલવાના દસ્તાવેજો હજી પણ તેમની ફાઇલમાં સુરક્ષિત છે. અન્નપૂર્ણા પોસ્ટ મુજબ નેપાળનો આ વિસ્તાર ના તો કદી ચીન સાથેની લડાઇમાં હાર્યો છે ના, ના તો બંને દેશો વચ્ચે કોઇ વિશેષ સમજૂતી થઇ છે. આ ખાલી સરકારની લાપરવાહીના કારણે થયું છે.

  આ ગામના વોર્ડ ચેરમેન બહાદૂર લામાએ છાપાને જણાવ્યું કે અનેક લોકો 1960માં આ વિસ્તારને તિબ્બતમાં સામેલ કરવાની વાતથી ખુશ નહતા. ચીને પિલર નંબર 35 એવી જગ્યાએ લગાવ્યું છે કે જેથી રુઇ ગુવાન વિસ્તાર તેમના ભાગમાં જતો રહ્યો. રિપોર્ટ મુજબ આ સિવાય હવે ચેકમ્પાર સીમાના અનેક વિસ્તારોમાં પણ ચીને પોતાના પિલર લગાવાને માર્કિંગ કરવાનું શરૂ કર્યું છે.
  Published by:Chaitali Shukla
  First published:June 24, 2020, 17:45 pm

  टॉप स्टोरीज