પાણી વેચતા વ્યક્તિએ જેક માને પાછળ છોડ્યા, બન્યો ચીનનો સૌથી ધનિક વ્યક્તિ

News18 Gujarati
Updated: September 26, 2020, 10:14 AM IST
પાણી વેચતા વ્યક્તિએ જેક માને પાછળ છોડ્યા, બન્યો ચીનનો સૌથી ધનિક વ્યક્તિ
ઝોંગ શાન્શાન

ઝોંગ શાન્શાન (Zhong Shanshan) નામના આ વ્યક્તિએ અલીબાબા (Alibaba) ના સંસ્થાપક જૈકમા (Jack Ma) ને પછાડીને ચીનનો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો છે.

  • Share this:
દુનિયાના સૌથી ધનવાન લોકોની સૂચીમાં સામાન્ય રીતે આધુનિક ટેકનોલોજી વાળા લોકો ટોપ પર રહેતા હોય છે. પણ ચીનમાં હાલમાં સૌથી પૈસાદાર વ્યક્તિની  (Richest Man of China) સૂચીમાં જેનું નામ શીર્ષ પર આવ્યું છે તે એવો વ્યક્તિ છે જે પાણી વેચે છે. ઝોંગ શાન્શાન (Zhong Shanshan) નામના આ વ્યક્તિએ અલીબાબા (Alibaba) ના સંસ્થાપક જૈકમા (Jack Ma) ને પછાડીને ચીનનો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો છે.

ઝોંગ શાન્શાન (Zhong Shanshan)ની ચર્ચામાં રહેવાનું સૌથી મોટું કારણ છે કે તે ઇલેક્ટ્રોનિક ટેકનીકથી જોડાયેલા વ્યવસાય નથી કરતો. તેમણે વર્ષ 1996માં નોંગફૂ સ્પ્રિંગ નામની પાણીની એક કંપની શરૂ કરી હતી. જેનું મૂલ્ય આજે 5.7 અરબ ડૉલર છે. હાલ તે બ્લૂમબર્ગ બિલિયર્સ ઇંડેક્સ (Bloomberg Billionaires Index) મુજબ દુનિયાના 17માં સૌથી ધનવાન વ્યક્તિ છે.

આ દોડમાં ઝોંગ શાન્શાન જૈકમાથી થોડાક જ આગળ નીકળી ગયા છે. હાલ જેકમાં સંપત્તિ 567 અરબ ડોલર છે. ઝોંગ શાન્શાન ચીનના જેજિયાંગ પ્રાંતના હોંગજોઉથી આવે છે. પહેલા તેમણે એક નિર્માણ કંપનીમાં વર્કર તરીકે કામ કર્યું હતું. પછી તે એક ન્યૂઝપેપર રિપોર્ટર રહ્યા હતા. અને તે પછી તેમણે વેપારમાં હાથ અજમાવીને સફળતા મેળવી હતી.

હાલ કેટલાક મહિનાથી આ ચીની ઉદ્યોગપતિની સંપત્તિમાં નાટકિય રીતે વધારો થયો છે. જ્યારથી તેમણે એક ફાર્માસ્યૂટિકલ કંપની બીજિંગ વાનતાઇ બાયોલોજિકલ ફાર્મેસી એન્ટરપ્રાઇઝરમાં પોતાની ભાગીદારી વધારી છે ત્યારથી. આ કંપની એપ્રિલમાં શંધાઇમાં લિસ્ટેડ થઇ છે.

પ્રતિકાત્મક તસવીર


આ સમયે કંપની કોવિડ 19 વેક્સીન પર કામ કરી રહી છે. અને તેવું નથી કે ઝોંગ ખાલી આ એક જ કંપનીમાં લિસ્ટેડ છે. આ પહેલા નોંગફૂ સ્પ્રિંગ ચીનની સૌથી મોટી પાણીની બોટલની બ્રાન્ડ બન્યું હતું. આ કંપની આ મહિને જ હોંગકોંગમાં પબ્લિક લિસ્ટ થઇ છે જ્યાં પહેલા દિવસથી ટ્રેડિંગમાં જ તેના શેર 54 ટકા વધ્યા છે.વધુ વાંચો : 'હું તો તાળીઓના ગડગડાટનો ભૂખ્યો છું પણ હવે આ ભૂખ મારી આતરડીને કેવી રીતે ઠારશે'

આ તમામ ઉપલબ્ધિઓએ ઝોંગને પહેલા નંબર સ્થાન અપાવ્યું છે. જો કે તે લાંબા સમય સુધી અહીં નહીં રહી શકે. જેક માએ અલીબાબા કંપની સમર્થિત એન્ટ ગ્રુપનો પહેલા પબ્લિક ઇશ્યૂ આવતા મહિને જ માર્કેટમાં આવશે. અને આ ટેક કંપની આ આઇપીઓની સૌથી મોટી લિસ્ટિંગ થશે.

ઝોંગે તેમના નિકનેમ લોનવોલ્ફ નામથી ઓળખવામાં આવે છે. તે ચીનના પહેલા અને દુનિયાના 17માં સૌથી ધનવાન વ્યક્તિ છે. એશિયામાં તેમનું સ્થઆન ભારતના રિલાયંસ ઇન્ડસ્ટ્રીજના મુકેશ અંબાણી પછી બીજા નંબરે આવે છે.

ચીનમાં જેટલા પણ ધનવાન લોકો છે તે કોઇને કોઇ ટેકનોલોજી ઉદ્યોગથી જોડાયેલા હોય છે. પણ ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યા પછી ચીનના ટેકનોલોજી વાળા સ્ટોકની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.
Published by: Chaitali Shukla
First published: September 26, 2020, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading