ચીનની 'તીસરી આંખ', પૂરા ભારત પર નજર રાખી શકશે ચીનની આ નવી રડાર સિસ્ટમ

News18 Gujarati
Updated: January 10, 2019, 7:39 AM IST
ચીનની 'તીસરી આંખ', પૂરા ભારત પર નજર રાખી શકશે ચીનની આ નવી રડાર સિસ્ટમ
પ્રતિકાત્મક તસવીર

રડારની સૌથી મોટી ખાસીયત એ છે કે, PLA નેવીના વિમાનવાહક બેડામાં તૈનાતી બાદ આ કોઈ એક ભાગની નહી પરંતુ ભારતના આકારના વિસ્તાર પર દેખરેખ રાખી શકે છે

  • Share this:
ચીને કોમ્પેક્ટ સાઈઝનું એક એવુ આધુનિક સમુદ્રી રડાર વિકસિત કરી લીધુ છે કે, તે પૂરા ભારત પર સળંગ નજર રાખી શકે છે. તમને જણાવી દઈએ કે, ચીનના રડારની ક્ષમતા એટલી વધારે છે કે, તે કોઈ નાના-મોટા ભાગનો નહી પરંતુ પૂરા ભારતના આકાર બરાબર વિસ્તારની દેખરેખ રાખી શકે છે. બુધવારે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સ્થાનિક સ્તર પર વિકસિત કરવામાં આવેલી આ રડાર સિસ્ટમ દ્વારા ચીનની નૌસેના દેશના સમુદ્રી વિસ્તારો પર પૂરી રીતે નજર રાખી શકશે. આ સાથે આ સિસ્ટમ હાલની ટેક્નોલોજીની તુલનામાં દુશ્મનના જહાજ, વિમાન અને મિસાઈલોથી આવતા ખતરાને લઈ ફૌજને પહેલાથી એલર્ટ કરી દેશે.

હોન્ગ કોન્ગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ચીનના આ ઓવર-ધ-હોરિજન રડાર પ્રોગ્રામમાં સામેલ એક વૈજ્ઞાનિકના હવાલે આ જાણકારી આપી છે. પોસ્ટ અનુસાર, ચાઈનિઝ એકેડમી ઓફ સાયન્સનાી શિક્ષાવિદ્ય લિયૂ યોંગતાને ચીનની રડાર ટેક્નોલોજીને અપગ્રેડ કરવાનો શ્રેય આપવામાં આવે છે. ચાઈનીઝ એકેડમી ઓફ ઈન્જિનિયરિંગે પણ આમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

આ આધુનિક કોમ્પેક્ટ સાઈજની રડારની સૌથી મોટી ખાસીયત એ છે કે, PLA નેવીના વિમાનવાહક બેડામાં તૈનાતી બાદ આ કોઈ એક ભાગની નહી પરંતુ ભારતના આકારના વિસ્તાર પર દેખરેખ રાખી શકે છે. ચીન માટે આ રડાર કેટલું મહત્વપૂર્ણ છે, તેનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિએ આ રડાર વિકસિત કરવા માટે લિયૂ યોંગતાન અને એક મિલેટ્રી સાયન્ટિસ્ટ કિયાન ક્કિહૂને વિજ્ઞાન ક્ષેત્રમાં આપવામાં આવતા દેશના સૌથી મોટા પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

કિયાનને દેશની મોડર્ન ડિફેન્સ એન્જિનિયરિંગ માટે સૈદ્ધાંતિક પ્રણાલી તૈયાર કરવા માટે સન્માનવામાં આવ્યા છે. તેમણે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર શેલ્ટર ફેસેલિટીઝ તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

કેટલી મહત્વપૂર્ણ છે આ સિસ્ટમ
લિયૂએ જણાવ્યું કે, શિપ-બેસ્ડ OTH રેડારે પીપલ્સ લિબરેશન આર્મીને પહેલાની તુલનામાં વધારે મોટા ક્ષેત્રની દેખરેખ કરવામાં સક્ષમ બનાવી દીધી છે. તેમણે કહ્યું કે, પારંપરિક ટેક્નોલોજીની મદદથી અમારા સમુદ્દી વિસ્તારને લગભગ 20 ટકા ભાગની જ દેખરેખ રાખી શકાતી હતી. નવી પ્રણાલી પુરા વિસ્તાર પર નજર રાખી શકશે. લિયૂની ટીમના એક વરિષ્ઠ મેમ્બરે જણાવ્યું કે, સમુદ્રમાં આ રડારની મદદથી ખાસરીતે દક્ષિણ ચીન સાગર, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં ચીની નેવીની જાણકારી ભેગી કરવાની ક્ષમતાઓમાં વધારો થશે.સૈન્ય સજ્જસામાન પર ચીનનું ફોકસ
એક રિપોર્ટ અનુસાર, ચીને એક વિશાળકાય એન્ટેના પણ બનાવી લીધુ છે. ચીનની સેનાનું બજેટ વધીને હવે વર્ષે 175 અબજ ડોલરનું થઈ ગયું છે, અને સેના પોતાના રક્ષા ઉપકરણો પર ફોકસ કરી રહી છે. ચીનની નજર અમેરિકા તરફથી મળતા પડકારો પર છે. તેણે બે વિમાનવાહક પોતે બનાવી લીધા છે, અને ત્રીજુ પાઈપલાઈનમાં છે.
First published: January 9, 2019, 9:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading